________________
શારદા રત્ન
૧૦૯
આદિ કે જે ત્રિપુટીના નાકરા છે તેઓ પણ મળે છે. તે બધા એકત્ર થઈ બચા જીવના બૂરા હાલ કરી ધર્મવૃક્ષના સુંદર ફળ તેને ખાવા આપતા નથી, અને વિષયા રૂપી વિષવૃક્ષના કટુ ફળેા ખાવાનું તેને શીખવાડે છે. આથી જીવ મૂતિ થઈ હેય, જ્ઞેય, ઉપાદેયની પીછાણ કરી શકતા નથી, દેવ-ગુરુ-ધર્મને જાણતા નથી. પાંચ ઇન્દ્રિયાના વિષયેા વડે તે શરીરનું પાષણ કરે છે. મનને ચંચલવૃત્તિથી ચારે બાજુ દોડાવે છે. મુનિએ રખેને મને ઉપદેશથી, દાક્ષિણ્યથી અથવા ખળાત્કારથી નિયમ કરાવે અથવા પૈસાના ખચ કરાવે એ શકાથી મુનિઓના દન કરવા જતા પણ ડરે છે. પછી ઉપદેશ સાંભળવાની તા વાત જ કયાં કરવી ! આવા જીવાને કાઈ દાન કરવાનું કહે, સત્કાર્યોમાં વાપરવાનું કહે તા પણુ તેને ધનના માહ છૂટતા નથી, તે દાન દઈ શકતા નથી.
એક શેઠ હતા. ઘણી મહેનત કરી સ`પત્તિ ભેગી કરી, પણ લેાભી ખૂબ હતા. એમના હૈયાની અને હાથની મુઠ્ઠી એવી વાળી રાખતા કે દાનમાં કોઈને એક કેાડીપણુ આપે નહિ અર્થાત્ દાન આપવા માટે એમના દિલના દ્વાર બંધ હતા. આથી કોઈપણ એમના ઘેર જતું નહિ. કહેવત છે ને કે “ચમડી તૂટે પણ દમડી ન છૂટે ” એવા અતિલાભીયા. તેને ઘેર કાઈ સાત વાર જાય પૈસા લેવા તા પણ આપે એ ખીજા. જનારા પગ ઘસતાં પાછા આવે.
એક વખત કાઈ સંસ્થાએ રાહત ફંડ શરૂ કર્યું. બધા કાર્યકર્તાઓ ભેગા થયાં કે કેવી રીતે ક્રૂડ ભેગું કરવું ? કાર્યકર્તાઓને એ આવડત હાય કે સામાને ઘેર જઇને પૈસા કેવી રીતે લેવા ? બધા બુદ્ધિશાળી હતા. તે કહે, આપણે પેલા કંજુસ શેઠનેત્યાં જઈએ. ભલા, જઈશું તે આપણને ધક્કો મારશે. એ તેા પૂરા મખ્ખી ચૂસ છે. આજે ઘણા માણસા પૈસા લખાવી જાય પણ ખાર છાર મહિના સુધી ભરપાઈ કરે નહિ. આવા માણસા જોવા મળે છે ને કંઈક એવા પણ હાય છે કે જે રકમ સંસ્થામાં લખાવી હાય એ જેટલા સમય સુધી ભરપાઈ ન કરે એટલા દિવસનું વ્યાજ ગણીને વ્યાજ સહિત મૂડી આપી જાય. એવા પ્રમાણિક પણ જોવા મળે છે.
આ સંસ્થાના કાર્ય કર્તાઓએ એક યુક્તિ શેાધી કાઢી, કિમિયા રચ્યા કે આપણે શેઠને ઘેર જઈ મીઠાશથી વાત કરવી ને કહેવુ કે આપ અમને દશ હજાર રૂા.ના ચેક લખી આપે. અમે સાંજે ચેક પાળે આપી જઈશું. ચાપડીમાં આપનુ નામ પહેલું આવે તા બધા પૈસા લખાવશે. આમ વિચાર કરીને શેઠની દુકાને ગયા. સંસ્થાના કાર્ય કર્તાઓએ કહ્યું–શેઠજી ! અમે રાહત ફંડ શરૂ કર્યુ” છે. તે તે આપને ખબર છે ને ! શેઠના મનમાં થયું કે આજે હું દુકાને ન આવ્યેા હાત તા સારું થાત. આ વાત સાંભળતા શેઠના શરીરે પરસેવા છૂટવા લાગ્યા, આ અણુધારી આફત કયાં આવી ? શેઠ કહે આપની વાત સાચી પણ હું તેા એક પૈસેા પણ આપી શકું તેમ નથી, શેઠ ! આપ ન દઈ શકા તા પણ અમારે દાતાર બનાવવા છે. આપ પૈસા ન આપેા તા ખેર, પણ એટલી સહાય કરે કે દશ હજાર રૂપિયાના એક ચેક લખી આપે.. અમે સાંજે આપને પાછા આપી જઈશું.