________________
શારદા રત્ન
૧૦૫
છે. આ ભવમાં માનેલું થાડું સુખ મળી જાય એટલે જીવ માની લે છે કે ખસ, સુખ તે અહી' જ છે; અને એ બહારથી રૂડારૂપાળા ભભકાબંધ દેખાતા સુખમાં આસક્ત બની જાય છે. તેને એ ભાન નથી કે આ ક્ષણિક સુખની પાછળ દુઃખના સાગર છલેાછલ ભરેલા પડ્યો છે. તેથી એના પિરણામે ફરીને એવા દુઃખના સાગરમાં ફેંકાઈ જઈશ. અહીંના અલ્પ સુખ પાછળ ઘણાં કાળનુ દુઃખ ઉભું છે. “લળમિત્ત મુદ્દા વજ્જુ શાહ તુવા” ક્ષણ માત્રનુ’ સુખ ભાગવતા લાંબા કાળ સુધી દુઃખ ભેાગવવાના પ્રસ`ગ આવે છે. ૧૨ ચક્રવર્તી એમાં ૧૦ ( દસ ) ચક્રવર્તિ એએ તે આ સંસારના સુખ છેાડવા, તા મહાન સુખને પામી ગયા. પણ સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ એ બંનેએ ચક્રવર્તિપણાના સુખા ન છેડયા. તે મરીને નરકે ગયા. બ્રહ્મદત્ત ચક્રવર્તિનું આયુષ્ય કેટલુ` ? ૭૦૦ વર્ષનું. તેમના શ્વાસેાશ્વાસ કેટલા ? ૨૮૫૨,૩૮,૮૦,૦૦૦ ( અઠ્ઠાવીસસે બાવન ક્રોડ, આડત્રીસ લાખ, એંસી હજાર ) થયા. એટલા શ્વાસેાશ્વાસ પૂરા કરીને સાતમી નરકે અપઈઠાણુ નરકાવાસે ૩૩ સાગરોપમની સ્થિતિએ ગયા. મનુષ્યના ભવમાં બ્રહ્મદત્ત ચક્રીએ જે શ્વાસેાશ્વાસ લીધા તે એકેક શ્વાસેાશ્વાસ ઉપર નરકમાં તેમને કેવું દુઃખ ભાગવવું પડે છે તે બતાવતાં, કહ્યું છે કે ૧૧ લાખ ૫૬ હજાર ૯૫૦ પલ્યેાપમ અને એક પત્યેાપમના ત્રીજો ભાગ ઝાઝેરેા નરકમાં દુઃખ ભાગવે છે. વિચારા કરા, કર્યાં ૭૦૦ વરસના સુખ અને કયાં ૩૩ સાગરોપમના ભયંકર દુઃખ !
અનાદિ કાળથી આત્મા સ`સાર-સુખના પ્રલેાભનેામાં ભૂલા પડી ગયા છે. પેાતાના સ્વરૂપનું એને ભાન નથી. તેથી અજ્ઞાન ચેષ્ટાએ કરીને પાતે દુઃખના સર્જક બને છે. માત્ર થોડા સમય પણ રાગની જાળમાં ફસાયેલે આત્મા લાંબા કાળ માટેના દુ:ખોનુ સર્જન કરે છે. એક પછી એક ઉપાધિ ચાલુ હોય છે. એક દુઃખના નાશ ન થાય, એટલામાં ખીજુ દુઃખ આવી પડે છે. જન્મ પછી મરણુ એ સંસારના અનાર્દિકાળના નિયમ છે. આજ સુધી કાઇ પણ જીવ આ મૃત્યુના શિકારમાંથી બચી શકયા નથી. મૃત્યુ અવશ્ય‘ભાવી છે. એટલુ` જ નહિ પણ એ અનિશ્ચિત છે. આચારગ સૂત્ર ખેલે છે. “ નથિ જાહલ બામો” મૃત્યુનું આગમન નથી, એવુ` નથી. એટલે કે મૃત્યુ આવવાનુ છે એ નિશ્ચિત છે, પણ એ કયારે આવશે એ નિશ્ચિત નથી. સાપક્રમ આયુષ્યવાળા જીવાની એવી કઈ અવસ્થા નથી. કે જેમાં મૃત્યુ ન આવે. જેવી રીતે લાખના ગેાળાને અગ્નિમાં નાખવામાં આવે તે એ વિલીન થઈ જાય છે, તેવી રીતે કાળ રૂપી અગ્નિમાં પડેલા જીવ મૃત્યુના ગ્રાસ બની જાય છે. મૃત્યુ એવા વિચાર નથી કરતુ' કે, આ બાળક છે, યુવાન છે, આ વૃદ્ધ છે, આ કઠાર છે, આ કામળ છે, આ પંડિત છે કે મૂખ છે, ધીર છે કે અધીર છે, ગુણવાન છે કે દોષિત છે, સ`તિ કે અસંયતિ છે, જંગલમાં છે કે શહેરમાં છે, પ્રકાશમાં છે કે અંધકારમાં છે, કાંઇપણ વિચાર કર્યો વિના કોઈપણ સ્થિતિમાં મૃત્યુ અનિશ્ચિત સમયે આવે છે.
જ્ઞાનીઓ કહે છે કે જન્મની સાથે આપણા મૃત્યુના પ્રારંભ થઇ ચૂકયા છે. દાનિક ભાષામાં જન્મ અને મરણની ગૂંથાયેલી કડીનું નામ સ`સાર છે. આ સંસારમાં રાજ કેટલા જન્મે છે, ને મરે છે. જયાં જન્મ થાય છે, ત્યાં આનંદની છેાળા ઉછળે છે અને મૃત્યુ