________________
શારેદ રત્ન પૂર્વના પુણ્યની નિશાની છે અને જે નથી મળ્યું તે આપણું પૂર્વકૃત અશુભ કર્મને ઉદય છે. જીવનમાં જે નથી મળ્યું તે માટે રાત-દિવસ અફસેસ કરે તે આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાનથી જીવ દુર્ગતિમાં જાય છે. ધર્મધ્યાનથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે સંતાન સંસ્કારી અને ધર્મનિષ્ઠ નીવડે તે સંતાન મળ્યાની સાર્થકતા. એવા સંતાને માતા-પિતાના કુળને ઉજાળે છે, અને જે સંતાન સંસ્કારી કે ધર્મિષ્ઠ ન નીવડે તે પિતાનું જીવન બગાડે છે અને માતા-પિતાના નામને, કૂળને લજવે છે. માટે પુત્રના વિયોગથી રાત-દિવસ દુઃખી થવું એ આપણને છાજે નહીં. વળી તું તો ધર્મના સંસ્કાર વાળી છે. માટે આર્તધ્યાન છેડી ધર્મધ્યાનમાં જોડાઈ જા. ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે તે એ શ્રદ્ધા તારી આશા જરૂર પૂરી કરશે. ખરેખર એમ જ બન્યું. શ્રદ્ધાના સહારે જેને જીવનરથ આગળ ધપી રહ્યો છે તેનું કાર્ય, તેની આશા જરૂર સફળ થાય છે. તારામતી મધ્યરાત્રે સૂતા છે. પાછલી રાત્રે કંઈક ઉંઘતા ને જાગતા તેમણે એક સ્વપ્ન જોયું. હવે શું સ્વપ્ન જોયું તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં-૮ અષાડ વદ ૭ ને ગુરુવારે
તા. ૨૩-૭-૮૧ ' સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે અના ઉપકારની ભાવનાથી પ્રવચન દ્વારા સુષુપ્ત આત્માને જાગૃત કરી જીવનની ઝાંખી
વી. જ્ઞાની પુરુષેએ આ જીવનને તાનપુર તંબુરાની ઉપમા આપી છે. તે સ્વર પ્રાપ્તિને માટે અપૂર્વ સાધન છે. તેમાંથી અનુપમ સંગીત પ્રગટ થાય છે. તેમાં પણ ત્રણ તાર હોય છે. જેના સુમેળથી મધુર સંગીત નીકળે છે. તેવી રીતે જીવનના ત્રણ તાર છે. સમ્યફ જ્ઞાન, દર્શન, ચારિત્ર. જીવનમાં આ ત્રણને સુમેળ થઈ જાય છે તેમાંથી નીકળતું સંગીત પરમ આનંદ આપશે. તે સંગીતની સાધના દ્વારા જીવન પૂર્ણ અને પવિત્ર બનશે, અને શ્રદ્ધાની સરગમથી જીવન સુંદર, મધુર અને પરંપરાથી મોક્ષને આપનાર બનશે. તે ઘણુને પ્રેરણા આપે છે. તે જીવન સદાચારી ગ્રંથ અને પ્રેરણાનું તેત્ર બને છે. તેનું જીવન પાવરહાઉસ જેવું બને છે. જેનાથી પિતાને, પરને અને સર્વને પ્રકાશની પ્રાપ્તિ થાય છે. તેને પ્રકાશ મળવાથી તેની પ્રવૃત્તિ અને વ્યવહાર પણ આદર્શરૂપ બને છે.
અનુભવીઓએ માનવ જીવનને ઝવેરાતને ખજાને કહ્યું છે. આ સાંભળીને તમને વિચાર થશે કે માનવ જીવનને ઝવેરાતને ખજાને શા માટે કહ્યો હશે? આ જીવનમાં એવું તે શું છે? હું આપને સમજાવું. તમે બજારમાં તે ઘણીવાર ગયા હશે. જ્યાં કાપડ વેચાતું હોય, કાપડની દુકાને હોય એને કાપડ બજાર કહેવાય. ઝવેરીની દુકાને હોય તેને ઝવેરી બજાર ગૃહેવાય. કરિયાણાની દુકાને હોય તે કરિયાણા બજાર ને જ્યાં વાસણની દુકાને હોય એને કંસારા બજાર કહેવાય છે. તમે ઝવેરીની દુકાને જઈ દષ્ટિ કરશે તે શેકેશમાં સોના, ચાંદી, હીરા અને ખેતીના દાગીના સુંદર રીતે ગોઠવેલા હોય છે કે