________________
શારદા રત્ન હતા. આપ કલ્પના કરો કે જેને ત્યાં ઘરમાં વાસણ સેનાના હોય, બારીબારણા સેનાના હેય તેને ઘેર સંપત્તિ કેટલી હશે? ગમે તેટલું ધન હોય પણ પોતાની જાતે વાપર્યું હેય એ હું જ પિતાનું. હુકમીચંદ નામે એક અબજપતિ શેઠ હતા. તેમને કેઈ સંતે પૂછ્યું-તમારી સંપત્તિ કેટલી? શેઠે કહ્યું ૨૫ લાખ. શેઠ! આપ તે અબજોપતિ છે ને કહો છો મારી મિલકત ૨૫ લાખની. મિલ્કત ગમે તેટલી હોય પણ જેટલી આપણા હાથે વાપરશું તે આપણે સાથે આવવાની છે. માટે મારી મિત ૨૫ લાખની. શેઠજી! તમારે દીકરા કેટલા ? એક. તમારે ચાર દીકરા છે ને એક જ એમ કેમ કહો છો? સંત પાસે અસત્ય બેલાય નહીં, માટે સત્ય બોલજે. મારા ચાર દીકરામાં મારો ધર્મને વાર સાચવે એ એક જ દીકરો છે. બીજા ત્રણ દીકરા તે ધર્મને માનતા નથી, તેથી કહું છું કે મારે એક જ દીકરો છે. મહાપુરૂષે કહે છે કે વાપરે તે ધન અને ધર્મ સાચવે તે દીકરા.
- સાગદત્ત શેઠને ત્યાં વૈભવને પાર નથી. સેનાની શિલા પર બેસીને સ્નાન કરે છે. તેમની પત્ની તારામતી પણ ખૂબ ગુણીયલ અને ડાહી છે. બધા સુખે છે પણ એ બધા સુખને ઝાંખા પાડે તેવી એક ચિંતા તેમને કોરી ખાય છે. તેમને એકે ય સંતાન નથી. દીકરો કે દીકરી કાંઈ નથી. સંતાનની અપેક્ષા એટલા માટે નથી રાખતા કે મારે પુત્ર ગાદીને વારસદાર થાય, પણ જો સંતાન હોય તે મારો ધર્મને વારસો સાચવે, મારા ઘરના દ્વાર ખુલ્લા રહે કે જેથી સંત-સતીના પગલા થાય. જે દીકરો ન હોય તો મારા ઘરના દ્વાર બંધ થઈ જાય, પછી તે મારે આંગણે કયાંથી આવે? સંતાન વિનાને સંસાર શુન્ય લાગતા તારામતીનું હૃદય ક્યારેક દર્દ અનુભવતું, પણ ધર્મને સમજેલા હેવાથી કર્મની ગતિ વિષમ છે એમ માની તે સંતેષ અનુભવતા. છતાં ખળખળ વહેતા સંસારના વહેણમાં ઝંઝાવાતેના કારણે તે ક્યારેક તણાઈ જતા. કયારેક વિચાર વટોળમાં એવા વ્યાકુળ બની જતા કે સ્ત્રીપણાની ગૌરવતા શું માતૃત્વમાં છે કે જે મને આટલી સતાવી રહી છે? એક બાળક વિના આટલું દુઃખ શા માટે? દુનિયામાં સંતાન વિનાનું જીવન શૂન્ય છે. વંધ્યત્વ એ સ્ત્રીપણાનું કલંક છે. એ કયારે ઉતરશે? બાળક વિનાની સઘળી આશા, સંપત્તિ નહિવત્ ગણાય.
શેઠાણીને આશ્વાસન આપતા શેઠ : આમ વિચારમાં સમય પસાર કરી રહ્યા છે. પિતાની વ્યાકુળતા, વ્યથા શેઠના મનમાં ખ્યાલ ન આવે તેવી રીતે તારામતી રહેતી. છતાં કયારેક સાગરદત્ત શેઠ તેની વ્યથાને સમજી જતા અને ધર્મના મીઠા મધુરા શબ્દો કહીને સાંત્વન આપતા. દેવી! તું આટલી બધી અધીરી શા માટે બને છે? ધર્યના આલંબને અને ધર્મ શ્રદ્ધાના તેજે તારા મનોરથો પૂર્ણ થશે. શેઠના વચનથી તારામતી નિરાશાને ખંખેરી ધર્મમાં વધુ લીન બનતી. છતાં ક્યારેક તેનું અંતર રડી ઉઠતું, ત્યારે સાગરદત્ત શેઠ કહેતા-જીવનમાં રૂપ, આરોગ્ય, પરિવાર, સત્તા વિગેરે સાનુકૂળ સામગ્રી મળવી એ