SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શરદી રત્ન निःस्वो व्यक्तिः शतं शती दशशत लक्षं सहस्त्राधियो। लक्षेशः क्षितिराजतां क्षितिपतिश्चक्रेशतां वांछति । चक्रेशः सुर राजतां सुरपति-ब्रह्मा स्पदं वांछति ॥ ब्रह्मा विष्णुपदं हरिः शिवपदं तृष्णावधि को गतः १ ॥ કંગાલ માણસ સો રૂપિયાની ઇરછા કરે છે. સે રૂપિયાવાળા હજારની ઈચ્છા કરે છે. હજારવાળા લખપતિ બનવાની કામના કરે છે. લખપતિ રાજા બનવાની ઈચ્છા કરે છે. રાજાને રાજ્યથી સંતોષ નથી થતો, તે ચક્રવતી બનવાની કામના રાખે છે. ચક્રવતીને ઈન્દ્રની પદવી મેળવવાની ઈચ્છા હોય છે અને ઈન્દ્ર તેનાથી પણ મોટા બનવાની ભાવના રાખે છે. કહેવાનો આશય એ છે કે લોભને કયાંય પાર નથી. લેભી માણસને ઉચિત-અનુચિત વાતને વિચાર કરવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. તે કઈ રેગીને ઘેર શાતા પૂછવા જાય, તો ત્યાંથી પણ ચોરી કરીને લઈ આવે છે. એક ભાઈ બીજા ભાઈને ઘેર શાતા પૂછવા ગયા. રોગી તે બેભાન અવસ્થામાં હતા. પછી કહેવાનું શું ? ભાઈસાહેબે સમય જોઈને તે રોગીના બંને કાનમાંથી પહેરવાના સેનાના કુંડલ ઉતારીને લઈ આવ્યો. લેભી માણસના પતનની કોઈ સીમા નથી. ધન ધાન્યથી ભરપૂર ભરેલો એ આ સમગ્ર લોક લેભી માણસને આપી દેવામાં આવે તો પણ તેને સંતોષ થતું નથી.) પૃથ્વી પરના તમામ પ્રદેશે, ચેખા, જવ, સોનું તથા પશુઓ પણ એક લોભી મનુષ્યની ઈચ્છા માટે પૂરા પડવાના નથી. અરે, સોના અને ચાંદીના કૈલાસ પર્વત જેટલા અસંખ્ય પર્વતે હોય તે પણ લેભી મનુષ્યને તૃપ્તિ થતી નથી, કારણ કે ઈચ્છાઓ આકાશની જેમ અનંત છે. જ્ઞાની પુરુષે કહે છે કે લોભી માણસ ગમે તેટલા પાપ, અધર્મ કરીને અઢળક લક્ષમી ભેગી કરે પણ મરણ સમયે શું તે તેની સાથે જવાની છે? તેને મૃત્યુના મુખમાંથી બચાવી શકવાની છે? ના... ના. ત્યારે તો જીવ એકલો જાય છે. તેનું તિજોરીઓમાં રહી જશે. ઝવેરાત ડબ્બામાં ભરેલું રહી જશે. ચાર જણે ઉપાડીને લઈ જશે ત્યારે માત્ર એક ચાદર જ ઉપર નાખશે. શરીર પરથી વસ્ત્રાભૂષણ ઉતારી લેશે. સાથે જનાર હોય તે માત્ર શુભાશુભ કર્મો. માટે લોભ ઉપર વિજય મેળવવાની જરૂર છે. ૧૧ માં ગુણસ્થાનક સુધી ચઢેલા આત્માને પણ પછાડનાર હોય તો લાભ છે, માટે લાભને ત્યાગ કરી સંતોષના ઘરમાં આવશે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ! સ્રોમ વિન9 મતે નીચે ધિં ? લોભ પર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે? ભગવાને કહ્યું જેમ વિજ્ઞાળ સંતો , મરણિક વર્ષ ૨ કષ, પૂવવ જ નિઝા લોભ ઉપર વિજય મેળવવાથી જીવને સંતેષની પ્રાપ્તિ થાય છે. લોભ ઉપર જે વિજય મેળવે છે તે વેદનીયકર્મ બંધ કરતા નથી, અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy