SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 'શારદા રત્ન કપિલ અજંપામાં રાત્રે ૯. કેટલા વાગ્યા છે ખબર નથી. આજે બધા કરતા. વહેલો પહોંચી જાઉં. તે તે મધરાતે નીકળ્યો. રાત્રે રાજદરબારમાં પ્રવેશ કરવા જાય છે. પિોલીસોએ તેને ચાર માનીને પકડી લીધે. બીજે દિવસે સવારે તેને રાજા પાસે હાજર કર્યો. રાજા પૂછે છે ભાઈ! તારે શા માટે રાત્રે આવવું પડયું? કપિલ થોડી વાર બોલી શક્યો નહિ. પછી રાજા પાસે પોતાની બધી સત્ય વાત પ્રગટ કરી દીધી. રાજાના મનમાં થયું કે કપિલે ભૂલ કરી છે, પણ ભૂલને નહિ છૂપાવતા સત્ય વાત કહી દીધી છે તેથી કહ્યું હું તારા પર પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે માંગી લે. તું સત્ય બોલ્યો છે માટે તારો ગુનો માફ. માંગ માંગ. કપિલે કહ્યું થોડો વિચાર કરીને આવું છું. એમ કહી તે બાજુના બગીચામાં જઈને બેઠો. ઘણીવાર સુધી વિચાર કર્યો કે હું શું માંગું? ચાર સોનામહોર માંગુ? નાના.... એટલામાં શું થાય? દશ, બાર.ના... વધતાં વધતાં કરોડ સુધી પહોંચી ગયો. બે માસા સેનાને બદલે કરોડો સેનામહેરો માંગવા છતાં સંતોષ ન થયો. મનમાં થયું કે સેનામહોરને બદલે અડધું રાજ્ય માંગુ? અરે ! અડધામાંથી આખું રાજ્ય લઈ લેવું, એટલે સુધી પહોંચી ગયા. લેભ સંસાનું પ્રબળ જેર કેવું છે? जहा लाहो तहा लोहो, लाहा लोहो पवढइ । તો માથું કાં, હિપ વિ જ નિદિય ફળી ઉ. અ. ૮ - જેમ જેમ લાભ વધતું જાય છે તેમ તેમ તેભ વધતું જાય છે. કપિલ બે : બસ સોનું લેવા જતાં કરોડે સુવર્ણ મુદ્રિકાથી પણ સંતોષ ન પામ્યા. જ્ઞાનીઓ કહે છે કે જેના હૃદયમાં ભરૂપી પિશાચે પ્રવેશ કર્યો છે તે શું નથી કરતે? અરે ! પોતાના માતા-પિતાની હત્યા કરે, પોતાના પુત્ર અને મિત્રની ઘાત કરે, પોતાના સહોદર ભાઈના પણ પ્રાણ લેતા અટક્ત નથી. અરે! લેભને માહાભ્યનું વર્ણન કયાં સુધી કરાય? લેભને વશીભૂત બનેલા બાદશાહે પોતાના પુત્રોની આંખે ફાડી નાખી ને હાથ કાપી નાખ્યા. કેટલાક પુત્રોએ રાજ્યના લેભમાં પોતાના જન્મદાતા પિતાને કેદ કરી કારાગારમાં રાખ્યા ને છેવટે તેમના પ્રાણ લીધા. આપ કંસ અને ઉગ્રસેનની વાત જાણે છે ને? કરો લોભને કારણે પોતાના પિતા ઉગ્રસેનને કેદમાં પૂરી દીધા. પોતાના ભાઈઓને ઝેર આપીને મારી નાખ્યાની ઘટનાઓ પણ બનેલી છે. તેમના કારણે મુનીમ અને નેકરે પોતાના શેઠને મારી નાખ્યા. લોભ બધા પાપોને સરદાર છે. સુભૂમ ચકવતી લેભના કારણે સમુદ્રમાં ડૂબી ગયા ને ? તૃષ્ણાને કેાઈ પાર નથી. જેમ જેમ મનુષ્યનું જીવન ઢળતું જાય છે તેમ તેમ તૃષ્ણ હરીભરી થતી જાય છે. લોકો ધન ઉપાર્જન કરીને ધનની તૃષ્ણ શાંત કરવાને ઈ છે પણ જ્ઞાની પુરુષે કહે છે કે તૃષ્ણને શાંત કરવા માટે આ ઉપાય બરાબર નથી. જેમ એને શાંત કરવા અગ્નિની જરૂર નથી. એ રીતે ધનની તૃષ્ણા ધનથી શાંત થતી નથી. જેને અગ્નિમાં લાકડા નાંખવાથી અગ્નિ વધુ પ્રજવલિત થાય છે, એવી રીતે ધનની પ્રાપ્તિથી ધનની તૃષ્ણા વધે છે.”
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy