________________
શારદા રત્ન તે એ પુરોહિતનું પદ તને મળત ને? તું અભણ રહ્યો ત્યારે મારે આંસુખડવાને સમય આવ્યે ને? દીકરાની આંખ ઉઘડી ગઈ
પિતાના મિત્ર પંડિત ઈન્દ્રદત્તે કહેવડાવ્યું કે તમે કપિલને ભણવા મોકલે, પણ જમવાની વ્યવસ્થા કેવી રીતે કરવી ? એક શેઠને ત્યાં જમવા જવાનું નક્કી કર્યું. કપિલ ભણવા ગયે. શેઠને ઘેર જમવા જતો. તેમના ઘરની એક દાસી જે કપિલને રોજ જમાડતી હતી તેની સાથે કપિલને ગાઢ સંબંધ બંધાયો. ભગવાને કહ્યું છે કે એકાંત સ્થાન બહુ ખરાબ છે. સો વર્ષની ઘરડી ડોશી હોય, જેના હાથ, નાક, કાન કપાઈ ગયા હોય એવી સ્ત્રીને પણ એકાંતમાં સંગ ન કરવો. કારણ કે બ્રહ્મચારી આત્માને સદા સ્ત્રીના સંસર્ગનો ભય હોય છે.
જેમ કુકટ બચ્ચાને, બિલાડીને સદા ભય;
તેમ છે. બ્રહ્મચારીને, સ્ત્રીના સંસર્ગને ભય, જેમ કુકડાના બચ્ચાને બિલાડીને સદા ભય હોય છે તેમ બ્રહ્મચારી આત્માને સ્ત્રીના સંસર્ગનો ભય હોય છે.
અહીં કપિલને દાસી સાથે ખૂબ સંબંધ થયો. તે વિદ્યાર્થી જીવન વીસરી ગયો અને વિષયમય જીવન જીવવા તૈયાર થયો. કેટલાક સમય બાદ તે દાસીએ કપિલને કહ્યું કે હે , સ્વામી ! હવે તે હું તમારી પત્ની છું. મારું ભરણપોષણ તમારે કરવું પડશે. આ વાત ? સાંભળીને કપિલને ખૂબ ચિંતા થઈ. દાસીએ કહ્યું કે અહીંના રાજાને સવારમાં પ્રથમ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે છે તેને રાજા બે માસા સોનું આપે છે. તમે સવારમાં વહેલા ત્યાં પહોંચી જાવ તે આપને મળશે. બીજે દિવસે તેની પહેલા બીજા પહોંચી જાય છે. તેથી ત્રીજે દિવસે ચિંતામાં ઉંઘ આવતી નથી. આટલી ચિંતા આત્મા માટે થાય છે? આટલો અજંપો જીવને મોક્ષ માટે છે? હું મોક્ષમાં કયારે જઈશ? બંધનથી મુક્તિ કયારે થાય? વ્યાખ્યાનમાં જલદી કયારે પહોંચું? ગાડી કેટલા વાગે ઉપડે છે તે જાણે છે છતાં ત્યાં પહોંચવા માટે કેટલે અજંપો છે? આ જીવન રૂપી ગાડી તે કયારે ઉપડશે તેની ખબર નથી. છતાં જીવ ત્યાં શાંતિથી બેઠો છે. જે ઘડી, પળ જાય છે, તે ફરીને પાછી આવતી નથી. જીવન દીપક કયારે બુઝાઈ જશે તેની ખબર નથી. આજે પેપરમાં શું વાંચ્યું? રાજસ્થાનમાં નદીએ માઝા મૂકી અને પ૦૦ ગામ ડૂખ્યા. એક ગામ તે સાવ સાફ થઈ ગયું. આ વાંચીએ ત્યારે વિચાર થાય કે આ બધાના જીવ કેવા પાણીમાં ગૂંગળાઈ ગયા હશે? આવા સમયે જીવના પરિણામ કેવા રહે? હોનારતના કિસ્સાઓ પણ આત્માને બેધ આપે છે. તે આત્મા ! તું જાગ. તું મનમાં આશાની મોટી મોટી ઈમારત ચીને બેઠો છું પણ એ ઈમારતે જ્યારે જમીનદોસ્ત થઈ જશે, એની ખબર નથી. ભરત મહારાજાએ પોતાના આત્માને જગાડવા માટે એક પગારદાર માણસ રાખ્યો હતું કે જ્યારે હું સિંહાસને બેસું ત્યારે તું બેલજે “ચેત ચેત હે ભરહે રાયા, કાળ ચપેટા દેતા હૈ.”