SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શાઢા રત્ન સંસારની તમામ સામગ્રીઓની સાનુકૂળતા, યુવાની અને સૌંદર્યની અનુપમ,બક્ષીસ હોવા છતાં બંનેના જીવનમાં મર્યાદા અને સંતોષ ખૂબ હતા. વૈભવમાં દિવસે પસાર કરવા છતાં જીવનના પાથેય રૂપ ધર્મને કદી ભૂલતા ન હતા. પાપનું પ્રક્ષાલન કરવા હંમેશા પ્રતિકમણુ તથા ચૌવિહાર કરતા. સામાયિક કર્યા સિવાય સંસારનું એક પણ કામ કરતા નહિ. સાધર્મિક ભક્તિ, પરોપકાર અને સંતસેવા એ તેમના મુખ્ય ગુણે હતા. આંગણે આવેલા અતિથિને કોઈ દિવસ પાછા મેકલતા નહિ. આ રીતે સાગરદત્ત શેઠ અને તારામતી શેઠાણ આનંદથી દિવસ પસાર કરી રહ્યા છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭ અષાડ વદ ૬ ને બુધવાર તા-૨૨-૭-૮૧ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વાત્સલ્ય વારિધિ, પ્રેમના પોદધિ, ગુણનીધિ સર્વજ્ઞ ભગવતેએ આપણા જેવા બાલજી માટે આગમ વાણની પ્રરૂપણ કરી. પ્રાચીન ભારતીય વાણીમાં જૈન આગમ સાહિત્યનું ખૂબ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન આગમ સાહિત્ય માત્ર કલ્પનાનું ઉડ્ડયન નથી. કેવળ ભૌતિક વિલાસ નથી, મતમતાંતરોના ખંડન મંડનની તર્ક જાળ નથી પણ તે છે જ્ઞાન સાગરના મંથનથી ઉત્પન થયેલ જીવનસ્પશી અમૃતરસ. એમાં ત્યાગ વૈરાગ્યનું અખંડ તેજ ચમકે છે. આત્મસાધનાનો અમર સ્વર ગૂંજે છે. અને માનવીય સદ્ગુણેના પ્રતિષ્ઠાનની મેહક સુગંધ મહેકે છે. . આગમ માત્ર દર્શન શાસ્ત્ર નથી, પણ સાધના શાસ્ત્ર છે. જૈન આગમોના પુરસ્કર્તા માત્ર દાર્શનિક નથી. તેઓ સાધક પણ હતા. તેમણે પોતાના જીવનને ઘણે ભાગ સાધનામાં વ્યતીત કર્યો છે. આગમમાં જેટલી ઉંચાઈથી (મહત્તા) સાધનાને વિચારપક્ષ બતાવ્યો છે તેટલી મહત્તા પર તેનો આચારપક્ષ પણ ઉપસ્થિત કર્યો છે. આગમમાં બતાવ્યું છે કે સાધક કેવી રીતે ચાલે ? ઉભો રહે, બેસે, ખાય, બેલે, કેવી રીતે જીવનની દિનચર્યા કરે, જેથી આત્મા પાપથી લેપાય નહી ને ભવભ્રમણમાં ભટકે નહિ. આ વાત બીજા દર્શનમાં મળવી દુર્લભ છે, માટે આગમનું જ્ઞાન મેળવે. જેમ જેમ જીવ જ્ઞાન ભણતે જાય તેમ તેમ તે પાપથી અટકતો જાય. જ્ઞાન તે અંધકારમય જીવનમાં પ્રકાશનું કામ કરે છે. મહાપુરૂષો કહે છે કે “અજ્ઞાનમેર મહાષ્ટમ્ ” અજ્ઞાન એ મહાકષ્ટ છે. અજ્ઞાનના જેવું બીજું કષ્ટ નથી. જ્ઞાન જેવું બીજું સુખ નથી. આજે નવતત્ત્વાદિના વિષયમાં જીવ અજાણ હોય તે એ અજ્ઞાન ખટકતું નથી. વ્યવહારિક જ્ઞાન મેળવવાની જેટલી લગની છે તેટલી ધાર્મિક જ્ઞાન મેળવવાની નથી. અરે ! અભણ મા-બાપ પણ છોકરાઓની શક્તિની ઉપરવટ થઈને તેમને ભણાવવા મથે છે. પિતાના સંતાન છેડા મોટા થાય એટલે એ અજ્ઞાન ન રહે તેની કેટલી કાળજી રાખે છે? તેટલી ધાર્મિક જ્ઞાન માટે રાખે છે? વ્યવહારમાં જીવને અજ્ઞાન કેટલું ડંખે છે? તાર આવે અને એ વાંચતા ન આવડે તે દુઃખ થાય ને? ધર્મની બાબતમાં એવું થાય છે? ના,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy