SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન તે નગરમાં સાગરદત્ત નામે લક્ષાધિપતિ શેઠ વસે છે. તેઓ પણ ખૂબ પ્રમાણિકતાથી, નીતિથી વ્યાપાર કરી રહ્યા છે. આ શેઠને ત્યાં ધન વૈભવને પાર નથી. અઢળક પૈસે છે. ધનની સાથે ધર્મનું સ્થાન પણ શેઠના જીવનમાં મોખરે હતું. આવા ધર્મપરાયણ શેઠ વિજયસેન રાજાને પોતાના સગાભાઈ કરતાં પણ અધિક પ્રિય હતા. રાજદરબારમાં તેમનું ખૂબ માન હતું. રાજા સમજતા હતા કે સંસારમાં બીજા સાથ આપનારા ઘણું મળે પણ ધર્મને સાથ આપનારા ઓછા મળે. સાગરદત્ત શેઠ રાજાને ધર્મને સાથ આપનારા હતા. રાજાને શેઠ પ્રત્યે ખૂબ આદરભાવ હોવા છતાં શેઠ કયારે પણ છલકાતા નહિ કે અભિમાન લાવતા નહિ, પણ ગંભીરભાવને ધારણ કરી રાજાને માર્ગદર્શન આપતા. કાર્યદક્ષતા અને હદયની એકતા બતાવતા. શેઠની રાજા સાથેની સુદઢ પ્રીતિમાં મુખ્ય કારણ ધર્મ સંસ્કૃતિથી રંગાયેલ સદાચારની ભાવના હતી. આ શેઠને મન તે માન-અપમાન બંને સરખા હતા. સત્ય વાત કહેતા રાજાથી પણ ડરતા નહિ, અને ધર્મ માટે પ્રાણ દેતા અચકાતા નહિ. સાગરદત્ત શેઠ રાજ્યની એક ગૌરવશાળી વ્યક્તિ ગણાતી. શેઠ કીર્તિમાં જેવા આબાદ હતા તેવી તેમની સંપત્તિ હતી. સાગરદત્ત શેઠને તારામતી નામે શેઠાણી હતા. તે સ્વભાવે ખૂબ સરળ હતા. “યથા નામ તથા ગુણ” જેવા નામ તેવા તેમનામાં ગુણે હતા. તારામતીના જીવનમાં જેમ આકાશમાં તાઈ શેભે તેમ સદ્ગુણો રૂપી તારા શોભી રહ્યા હતા અને ગુણ, શીલ અને સૌંદર્યના સંગમિથી મનહર એવી તારામતી તે શ્રેષ્ઠીના ગૃહસંસારને શોભાવી રહી હતી. આટલું હોવા છતાં તેના જીવનમાં ગર્વ તે હતે જ નહિ. અખૂટ સંપત્તિ અને સૌંદર્ય મલ્યા હતા. છતાં જીવનમાં ઉદ્ધતાઈ ન હતી. અવિવેક અને અસભ્યતાએ તે કયારેય પણ તેના જીવનમાં સ્થાન લીધું ન હતું. તેની સાહેલીઓ સાથે ધર્મચર્ચા કરતી પણ ક્યારે ય મશ્કરી કે નિંદા કરતી ન હતી. પતિના પગલે પગલે ચાલતી. તેમને જરાયે દુઃખ થાય તેવું વર્તન કરતી ન હતી. આવી અનુપમ પતિવ્રતા આદર્શ પત્નીને જોઈને સાગરદત્ત શેઠને આનંદ સમાતે ન હતો. તે કયારેક હસીને કહેતા, દેવી ! સંસારમાં તારા જેવું શ્રી રત્ન પ્રાપ્ત થવું એ પણ એક પૂર્વ પુણ્યની બલિહારી છે, ત્યારે તારામતી કહેતી, સ્વામી ! આપના જેવા ઉદાર, ગંભીર અને ધર્મનિષ્ઠ નરરત્નને મેળવવા બદલ મારા જન્મને હું કૃતાર્થ માનું છું. - સાગરદત્તે કહ્યું–દેવી ! સંસારને કૃતાર્થ બનાવ એ કંઈ અઘરું કામ નથી. જે માનવીનું જીવન સંસ્કાર અને આચારથી ભરપૂર હોય અને અમૃત સરખી જિનવાણીથી હૈયાની ધરતી ભીંજાણી હોય તે દાંપત્ય જીવનમાં સફળતા મળવાની છે. સ્વામી ! આપ આવી રીતે સમયે સમયે ધર્મરંગથી રંગને આપના સુંદર વિચારોની ધારા વહાવશો તે અંતરમાં હલ અંધકારને નાશ થશે ને જીવનની જ્યોત ઝળહળતી રહી મારા જીવનમાં દીવાદાંડી રૂપ બની માર્ગદર્શક બનશે. શેઠ કહે તારા ધર્મતત્વ તરફની જિજ્ઞાસાને પૂર્ણ કરવા હું તાશ્મર રહીશ. ધર્મસાધના એ સાચી સાધના છે. તેમાં સમજણ અને શ્રદ્ધાપૂર્વકને ધર્મ, સંસારમાં નંદનવન ઉભું કરી દે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy