________________
૧૫
પૂ. મહાસતીજી એક વખત તા મુંબઈ નગરીને પાવન કરી ચૂકયા હતા, પણ પૂ. મહાસતીજીની વાણી મુબઈની જનતામાં એવુ આČણ પેદા કરી ગઈ હતી કે પૂ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઇની જનતા તેમના ચાતુર્માસ માટે ઝ ંખી રહી હતી, એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંધાની વિનતી અવારનવાર ચાલુ હતી. તેથી મુંબઈ સંધની આગ્રહભરી વિન’તિને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરી વાર મુંબઈમાં જવાનુ` બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકા ! આપ આ ઉપરથી સમજી શકશેા કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુ`બઈ નગરીની જનતાના દિલના પ્રેમ કેટલા સપાદન કર્યા હશે !
સંવત ૨૦૨૯માં કાંદાવાડી સ`ધની આગ્રહભરી વિનંતીને માન આપી પૂ.મહાસતીજીએ કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીએ માત્ર બૃહદ મુ`બઇમાં નહિ પણ સારાયે ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થાપ્યા. ખંભાતસપ્રદાયના, ભગવાન મહાવીરના અને જૈન શાસનના જય જયકાર કર્યાં. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધમી – વાત્સલ્યની પ્રવૃત્તિએ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા-છકાઈથી લઈ ને ૪૫ ઉપવાસ સુધીની સખ્યા . પાંચસા (૫૦૦) ઉપર પહેાંચી. આ રીતે સતીજીના સા પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપૂર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર, ઘાટાપર, બારીવલી અને મલાડ ચાતુર્માસ કર્યો. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનેાથી શ્રી સ`ઘમાં અજોડ તપશ્ચર્યાં તેમજ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે.
આ રીતે પૂ. મહાસતીજીએ બૃહદ મુ`બઈના ક્ષેત્રોમાં જૈન શાસનને ને ખભાત સંપ્રદાયને ઉજજવળ ખનાવી સુરત શ્રી સંઘની ૨૨-૨૨ વર્ષીની જોરદાર વિનતીને માન આપી સુરત ચાતુર્માસ પધાર્યા. તે ચાતુર્માસ પૂ. મહાસતીજીના પ્રભાવથી તપ-ત્યાગથી ખૂબ ગાજતું ખન્યું. ત્યારમાદ સાણંદ શહેર કે જે પવિત્ર ભૂમિમાં પૂ. મહાસતીજી જેવા અણુમાલ રત્ન પાકયા છે એવા સાણંદ શ્રી સંઘની ૨૪-૨૪ વર્ષાથી આગ્રહભરી વિનંતી હાવાથી પૂ. મહાસતીજીએ સંવત ૨૦૩૬નુ ચાતુર્માસ સાણું કર્યું.. ૨૪-૨૪ પૂ. મહાસતીજીનું મંગલ ચાતુર્માસ થતા નાનામોટા સૌના દિલમાં આનંદના સાગર લહેરાવા લાગ્યા. રામચંદ્રજી ૧૪-૧૪ વર્ષ વનવાસ ભાગવ્યા પછી અયેાધ્યામાં પધાર્યા ત્યારે ગામની જનતાના હૈયા હર્ષના હિલેાળે ચઢયા હતા તેમ પૂ. મહાસતીજીની પવિત્ર જન્મભૂમિમાં ચાતુર્માસ માટે ૨૪ વર્ષે પુનિત પદાર્પણુ થતા સૌના હૈયા થનગની ઉઠયા. બધાના મુખમાં એક અવાજ હતો કે વિરલ–વિભૂતિ આપણા પૂ. શારદાબાઈ મહાસતીજી પધાર્યા છે. જોરશેારથી તપશ્ચર્યા, ધર્મધ્યાન કરી લઈ એ. આવા અણુમાલે લ્હાવા ક્રીસ્ક્રીને નિહ મળે. તેએાશ્રીના પુનિત પગલાથી સાણંદની શુષ્ક ભૂમિ હરિયાળી બની ગઈ. તેમની અદ્દભૂત વાણીના પ્રભાવે માત્ર જૈના નહિ પણ જૈનેતરો ખૂબ લાભ લેતા, તેથી સાણંદના માટો ઉપાશ્રય પણ ચિક્કાર ભરાઈ જતા. પૂ. મહાસતીજીના વ્યાખ્યાનાના પ્રભાવ જનતા ઉપર એવા અલૌકિક ને અદ્ભૂત પડયા કે સાણંદમાં