________________
૧૦૦ ઘર છે પણ ખુલ્લા ૭૫ ઘરોમાં ૧૯–૧૯ તે માસખમણું અને ૨૨ સોળ ભથ્થા થયા. અઠ્ઠાઈ, નવાઈને તે પાર ન હતા. તેમજ જૈન તથા જૈનેતર ભાઈ બહેનેએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા કરી. આવું શાનદાર, ભવ્ય ચાતુર્માસ સાણંદના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું.
અમદાવાદમાં ચાતુર્માસ માટે પૂ. મહાસતીજીનું આગમન”:-સંવત ૨૦૩૭ માં અમદાવાદ સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘની આગ્રહ ભરી વિનંતીને માન આપી શ્રી સંઘના મહાન ભાગ્યેાદયે પૂ. મહાસતીજી ઠાણા-૧૪ મંગલ ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીનું મંગલ આગમન થતા નાના મોટા સૌના હૈયામાં ઉત્સાહની ઉમીએ ઉછળવા લાગી. પૂ. મહાસતીજીની પ્રભાવશાળી, તેજસ્વી, હૃદયસ્પર્શી જોશીલી વાણીએ જનતાના દિલમાં એવું અનેખું આકર્ષણ પેદા કર્યું કે ઉપાશ્રયે નહિ આવનારા કંઈક યુવાન ભાઈબહેને દરરોજ વ્યાખ્યાનમાં આવતા થઈ ગયા, તેથી વિશાળ વાડી પણ ચિક્કાર ભરાઈ જતી હતી. પૂ. મહાસતીજીને ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો ત્યારથી મહાસતીજીએાએ તપની મંગલ શરૂઆત કરી. તે તપનો પ્રવાહ ચાતુર્માસ પૂર્ણ થયું ત્યાં સુધી અખલિતપણે વહ્યા કર્યો. પાંચ પાંચ મહાસતીજીએાએ આત્મલક્ષે કર્મનિર્જરાના અર્થે મા ખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી. તે ઉપરાંત પૂ. મહાસતીજીના તપ પરના સચોટ પ્રવચનના પ્રભાવે શ્રી સંઘમાં ક્યારે પણ નહિ થયેલ ૪૫ અને ૪૨ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાઓ થઈ. જે સૌરાષ્ટ્ર સંઘના ઇતિહાસમાં અજોડ ને અદ્દભૂત છે. માસખમણ સંત થયા અને છકાઈથી લઈને મા ખમણ સુધીની તપશ્ચર્યાઓ ૧૪૫ થઈ. પૂ. મહા
ભાવે ચાતુર્માસમાં દાન-શીલ–તપ અને ભાવનામાં ભરતી આવી હતી. પૂ. મહાસતીજી પધાર્યા ત્યારથી નાની મોટી તપશ્ચર્યા, નવકારમંત્રના જાપ, સામાયિકની પચરંગી, દશ તિથિના પૌષધ, આદિ ધર્મધ્યાનથી ઉપાશ્રય ગાજતે ને ગુંજતે રહ્યો છે.
વિશેષ આનંદની વાત તો એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજના વ્યાખ્યાનના પુરતક ઘણું બહાર પડ્યા છે. આઠ હજાર અને દશ દશ હજાર કોપીઓ બહાર પડવા છતાં એક પણ પુસ્તક આજે મળતા નથી. આ ઉપરથી વાચકોને ખ્યાલ આવતું હશે કે પૂ. મહાસતીજીના વ્યાખ્યાનોનું કેટલું આકર્ષણ છે ! જે પુસ્તકે ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૭ ના અમદાવાદ (નગરશેઠને વંડ) ચાતુર્માસના વ્યાખ્યાનો “શારદા રત્ન” (ભાગ ૧-૨-૩) નામથી ૬૦૦૦ (છ હજાર) નકલ પ્રકાશિત થતાં તેઓશ્રીના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણા સમાજ માટે સદ્ભાગ્યને વિષય છે.
આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનો છે. સંવત ૨૦૩૮ ના વૈશાખ સુદ છડૂના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમી જીવનના ૪૨ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત જયંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કેટી વંદન હો !