________________
૧૪
અજોડ મહાન ગુણ રહેલા છે. જે ગુણેનું વર્ણન કરવા કેઈની શક્તિ નથી, છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણો ગુરૂભક્તિ, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૂર્વ ક્ષમા, સહનશીલતા, બીજા પ્રત્યે અનન્ય લાગણી, ગુણાનુરાગ, કરૂણું એ ગુણે તેમના જીવનમાં ઓતપ્રોત વણાઈ ગયા છે. તે ગુણોના પ્રભાવે જેમ ભ્રમર પુષ્પની સુગંધથી આકર્ષાય છે તેમ જગતના જીવો તેમના ગુણ તથા વાણી તરફ આકર્ષાઈને ધર્મના માર્ગે વળે છે. તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુંજતું હોય છે કે સર્વ જીવો શાસન રસી કેમ બને” વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાન વીરના માર્ગને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તેઓ પ્રવચનની પ્રભાવના કરવાનું કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૪૨ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયો છે. તેમના ઉપદેશથી ઘણા આત્માઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત તેમજ વ્રત-પચ્ચખાણ અંગીકાર કરેલ છે.
પૂ. મહાસતીના પ્રતિબોધથી ૨૩ બહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાઓ થયેલ છે, અને જૈન શાસનની અભિવૃદ્ધિ કરી રહેલ છે. જૈન શાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈન સાધ્વી તરીકે રહીને તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાબચંદ્રજી મહારાજ સાહેબના કાળધર્મ બાદ ખંભાત સંપ્રદાયનું સુકાન ચલાવેલ છે, જે જૈન શાસનમાં વિરલ છે, એટલું જ નહિ પણ ખંભાત સંપ્રદાયના સંઘપતિ શ્રી કાંતિભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન વૈરાગી પૂ. કાંતિષિજી મહારાજ સાહેબ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતિંત્રષિજી મહારાજ સાહેબ ઠાણું ૧૩ વિદ્યમાન છે. તેમાં પહેલા પાંચ સંતોને દીક્ષાની પ્રેરણા આપનાર વિદુષી પૂ. મહાસતીજીની અદ્દભૂત વાણું છે. ખંભાત સંપ્રદાયમાં રને સમાન ૧૩ સંતે જૈનશાસનને શેભાવી રહ્યા છે.
પૂ. મહાસતીજીએ આજથી ૨૦ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સંવત ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીઓ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલૌકિક અસર કરી અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કેડારી સહિત ૫૧ ભાઈ બહેનેએ એક સાથે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપૂર્વ બનાવ હતો. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લ અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પૂર આવ્યા હતા. આ ચાતુર્માસમાં તેમજ શેષકાળમાં પૂ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથડ થઈ હતી. આ રીતે મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંસ્ટનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકેટ, ધ્રાંગધ્રા અને અમદાવાદ (નગરશેઠનો વંડો) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી તપ-ત્યાગની ભરતી આવી હતી,