________________
શારદા રત્ન અનંતી વેદના જન્મની કહી છે. જેમ આંબા પર કેરી લટકે છે તેમ જીવ માતાના ગર્ભમાં ઉંધા મસ્તકે લટકે છે. ત્યારે તે તે ભગવાનને પોકાર કરતા હોય છે કે હે ભગવાન ! મને આ દુઃખમાંથી છોડાવ, પણ જ્યાં જીવ બહાર આવ્યા ત્યાં તું હી તું હી એમ રડે છે. હવે ભગવાન તું ત્યાં અને હું અહીં. ભગવાનને ભૂલી જાય છે. આ જન્મમાં એવી સાધના કરવાની છે કે વારંવાર માતાના ગર્ભમાં આવવું ન પડે તે માટે શું કરવાનું છે?
કષાયની ઉપૌતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયા, કહીએ તે જિજ્ઞાસ. જિજ્ઞાસુ કોને કહીએ? જે ખૂબ ભર્યો હોય તેને? ટલાટપકાં કરતો હોય તેને ? પાંચ-દશ માળા ફેરવતા હોય તેને? ના. “કષાયની ઉપશાંતતા” કોને ઉપશમ કરવાને છે? કોને શાંત પાડવાની છે? કષાયને, એથી આગળ વધીને તે કષાયને સર્વથા ક્ષય કરવાનો છે. જ્યારે કષાયે સર્વથા નાશ પામશે ત્યારે જીવ કેવળજ્ઞાની બનીને મેક્ષમાં જશે. જીવને જિજ્ઞાસા કે તમન્ના કોઈ હોય તે તે માત્ર એક જ હોવી જોઈએ કે કષાયવિજેતા બનવાની. જેને આ જિજ્ઞાસા છે તેની પાસે ગમે તેવી સંપત્તિ આવે; વૈભવની છોળો ઉડે, કે સંસાર સુખના સાધને મળે તે એમાં રાચે નહીં. એ તે એમ જ ઈરછે કે હજુ સુધી પામ્યો નથી. એવો અપૂર્વ અવસર કયારે પામીશ? એટલે કે સંયમ લઈને મક્ષ કયારે મેળવીશ? સંસારી જી અપૂર્વ અવસર કોને માને છે? દીકરા-દીકરી પણ તેને, પેઢી કે દુકાનનું ઉદ્ઘાટન કરે તેને, સાત માળની હવેલીનું ઉદ્દઘાટન કરે . તેને માને છે પણ આ અવસરથી તે જીવ કર્મોના ગંજ એકઠા કરે છે, પછી એ કર્મો ભેગવવાનો વખત આવશે ત્યારે રડતા પણ પુરા નહિ થાય.
ઢંઢણ મુનિનું નામ તો સાંભળ્યું છે ને ? એ કેના દીકરા ! ખબર છે? ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પુત્ર. તેમના અનેક કન્યાઓ સાથે લગ્ન થયા હતા. એક વાર ભગવાન નેમનાથ પ્રભુ દ્વારકા નગરીમાં પધાર્યા. બધા ભગવાનની વાણી સાંભળવા ગયા. આ તે તીર્થંકર પ્રભુની વાણી ! “જાણે બારે મેહ વરસ્યા” ભગવાનની વાણીમાં તે અલૌકિક શક્તિ હોય છે. કદાચ આપણને આખો દિવસ સાંભળવા મળે તે ઉઠવાનું મન પણ ન થાય. ભગવાનની વાણીની વર્ષાને ધોધ વહી રહ્યો છે. ઢંઢણકુમારે ભગવાનની વાણી સાંભળી. તેમના રૂંવાડા ખડા થઈ ગયા. હળુકમી, સુલભ બધી જીવને એક ઉપદેશ બસ છે. કાળી ભૂમિમાં બે ઇંચ પાણી પડે તે પણ વરસાદ પડ્યો છે એમ દેખાઈ આવે અને પથ્થર પર પડે તે થોડી વાર પછી કંઈ જ ન દેખાય. ઢંઢણકુમારનું હૃદય કાળી ભૂમિ જેવું હતું. તેમાં એક ઉપદેશની વર્ષા પડી કે તેઓ વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. તેમનાથ ભગવાન પાસે જઈને દીક્ષા લીધી. ઢંઢણ મુનિની એવી અંતરાય હતી કે તેઓ ભગવાનના શિષ્યો સાથે ગોચરી જાય, તો ગોચરી મળતી નથી. જ્યાં જાય ત્યાં અસુઝતું થઈ જાય અગર કોઈને વહારાવવાના ભાવ ન થાય. જે સંતની સાથે ઢંઢણમુનિ જાય તે સાધુને પણ ગૌચરી ન મળે. તેમને એકલા એકલે તે પણ ગૌચરી ન મળે, છતાં મનમાં જરા પણ ગ્લાનિ કે ખેદ નહીં.