SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ઢંઢણુ મુનિને પૂર્વભવ કહેતા ભગવાન : આ રીતે થવાથી એક વાર પગ મુનિ નેમનાથ ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછે છે. હું મારા તારણહાર, મોક્ષમાર્ગના બતાવનાર, પરમ ઉપકારી પ્રભુ! મેં એવા કેવા ચીકણું કર્મો બાંધ્યા છે કે મને, જ્યાં જાઉં ત્યાં ગીચરી ન મળે ? બીજા સંતોની સાથે જાઉં તો મારા કારણે એમને પણ ગૌચરી ન મળે ? મારા કયા કમને ઉદય છે તે આપ કૃપા કરીને ફરમાવો. ભગવાને કહ્યું કે હે ઢંઢણ મુનિ! ઘણાં ભવ પહેલાં બાંધેલું કર્મ આ ભવમાં ઉદયમાં આવ્યું છે. પૂર્વ ભવોમાં તું પારાશર નામે ખેડૂત હતો. એ ભવમાં મજુરો પાસે, બળદો પાસે ખૂબ કામ કરાવતા અને ઘણે ત્રાસ આપતો હતો. જે તેઓ કામ ન કરે તે તેમને ચાબુકના માર મારતે, દમદાટી આપત. બળદોને પૂરતું ખાવા પીવા આપતો નહીં અને નોકરીને પણ જમવાનું આપતે નહીં, આથી તેમના અંતર બળતા હતા. આ પાપી પેટને ભરવા માટે કાળી મજુરી કરીએ છીએ છતાં આપણે માલિક કેવો નિષ્ઠુર છે કે આખો દિવસ કામ કરીએ છતાં રોટલે આપતા નથી. આ રીતે ખૂબ જુલ્મ ગુજારતો હતો. જ્યાં જાય ત્યાં ત્રાસ વર્તાવતું હતું. આજે ઘણાં માણસની પ્રકૃતિ એવી હોય છે કે એ બહાર જાય ત્યારે ઘરના બધાને લીલાલહેર અને એ ઘરમાં આવે એટલે બધા ફફડે. ભય કે ન હોય? માનવનો કે રાક્ષસને ? જે આપણાથી બધા ભય પામતા હોય તો સમજવું કે હું માનવ નહિ પણ રાક્ષસ છું. સૂર્ય કેટલો તપે છે ? પણ કેઈને બાળ નથી. એ રીતે તમારે ઘરમાં તાપ હોવો જોઈએ કે જેથી સંતાને ખોટા રસ્તે ચઢી ન જાય, પણ જેનાથી ઘરના માણસે ત્રાસ પામતા હોય એવો માનવ ભલે આકૃતિથી માનવ હોય પણ પ્રકૃતિથી રાક્ષસ છે. | નેમનાથ ભગવાન ઢઢણમુનિને તેમને પૂર્વભવ કહી રહ્યા છે. તે ખેડૂતના ભવમાં નેકરોને, બળદોને, ભયંકર ત્રસ આપ્યા અને એ પાપકર્મોને કારણે તું ત્યાંથી મરીને નરકમાં ગયો. નરક ગતિમાં અસહ્ય દુઃખને વેડ્યા. ત્યાંની ભવસ્થિતિ પૂર્ણ કરીને તિર્યંચમાં ગયો. તિર્યંચમાંથી નીકળીને અનેક ભો કર્યા. જીવ કર્મો હસી હસીને બાંધે છે પણ ભોગવવાનો વખત આવે છે ત્યારે રડતા પણ પૂરા થતા નથી. તિર્યંચના ભામાં અકામ નિર્જરા કરતા કરતા બાંધેલા કર્મોને ખપાવતે ખપાવતે લેપ જેટલું કમ બાકી રહી ગયું તે તને ઉદયમાં આવ્યું છે. આ વાતમાંથી આપણને એ સમજવા મળે છે કે અજ્ઞાની છે સંસારના રંગરાગમાં પડી માયાજાળમાં ફસાઈને કર્મો બાંધે છે, પણ પછી શી દશા થશે ! ઉત્તરાધ્યયન સૂત્રને છઠ્ઠા અધ્યયનનું નામ છે “ક્ષુલ્લક નિગ્રંથપણું ?' નિગ્રંથ શબ્દ જૈન આગમમાં મહત્ત્વપૂર્ણ શબ્દ છે. શાસ્ત્રોમાં ભગવાન મહાવીર સ્વામીને પણ “નિર્ચથ” “જ્ઞાતપુત્ર” નામથી અનેક જગ્યાએ સંબોધન કરેલ છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી પણ સેંકડો વર્ષો સુધી પ્રભુ મહાવીરના ધર્મને નિગ્રંથધર્મ કહેવામાં આવ્યો છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy