SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન બાળપણ ખેલકૂદમાં પસાર થયું. યુવાની યુવતીઓ સાથેના રંગરાગમાં વ્યતીત થઈ પ્રૌઢ અવસ્થા ધન ભેગું કરવામાં ચાલી ગઈ, વૃદ્ધાવસ્થામાં શક્તિ ન રહી અને છેવટે કાળરાજાએ આવીને તેને ઘેરી લીધો. આવ્યો ત્યારે જીવ મુઠ્ઠી બાંધીને આવ્યો હતો. અને આવીને મોહના ફંદામાં ફસાઈ ગયે પણ ધર્મરૂપ કમાણીને સંચય કર્યો નહીં કે પ્રભુના ગુણ પણ ગાયા નહીં. તેથી મનુષ્ય જન્મ રૂપી પુંજીને ગુમાવીને માનવી ખાલી હાથે અહીંથી વિદાય થાય છે. આવી અવસ્થામાં દેવને પણ દુર્લભ એવો માનવ જન્મ મળ્યો તો ય શું અને ન મળે તે ય શું? માનવ જીવનની સાર્થકતા શેમાં? : અજ્ઞાની જીવ આ માનવ જીવન કામગો ભેગવીને પુરું કરે છે, જ્યારે જ્ઞાની આત્મા આ જીવન દ્વારા ચરમ લક્ષ્મ-મોક્ષને પ્રાપ્ત કરે છે. અજ્ઞાની માણસ સાગરને નિમકની ખાણ માને છે અને જ્ઞાની તેને રત્નોની ખાણ માને છે. મનુષ્ય પોતાની સ્વાર્થમય સંકુચિત સ્થિતિમાંથી ઉપર આવીને વિશ્વના કલ્યાણ માટે પોતાની જાતને સમપી દે તેમાં આ દુર્લભ માનવ જીવનની સાર્થકતા રહેલી છે. સમસ્ત વિશ્વને એક જ કુટુંબ સમજીને એના દુઃખ દૂર કરવાના પુરુષાર્થમાં જે આપણા જીવનનો ઉપયોગ થાય તો સમજવું કે આ મનુષ્ય જીવન સાર્થક થયું છે. “વસુધૈવ : કુટુંબકમ”ને ઉદાર વિશાળ સિદ્ધાંત જેટલો આપણા જીવનમાં ઉતરશે તેટલું આપણું જીવન સફળ થશે. જેણે આ માનવ જીવનને ઓળખી લીધું છે તે આ વૈભવ વિલાસ અને . વિષય વાસનાઓને અત્યંત હલકા અને દુઃખદાયક ગણીને ઠોકર મારે છે. જેને રન્ને મળી જાય, તે કાચના ટુકડાઓની ઈરછા કરે ? તેમ જેને વૈભવ વિલાસને ઠોકર મારી રત્નત્રય સમાન સંયમ માર્ગની પ્રાપ્તિ થઈ જાય તે પછી કાચના ટુકડા સમાન સંસારના સુખને કેણ ઇછે? કેઈ નહીં. જે રત્નત્રયીની આરાધના કરે છે તેનું માનવ જીવન સફળ બને છે, અને તે આત્મા પરમ–૫દ મોક્ષને મેળવે છે. આપણે ઉત્તરાધ્યયન સૂત્રને અધિકાર ચાલે છે. આપણું પરમપિતા ભગવાન મહાવીર સ્વામીન એ અંતિમ સંદેશો છે. આપણું હૃદયના દ્વાર ખોલાવવા અને આત્માના શાશ્વત સુખના ઝવેરાત મેળવવા માટેની તેમાં ૩૬ ચાવીઓ બતાવી છે. અમારી બેને ચાવીને ઝુડા કેડે બેસીને ફરે છે પણ તે ચાવીઓ મેહનું કારણ હોવાથી ડુબાડનાર છે, જ્યારે ભગવાન મહાવીરની આ ચાવીઓ આપણું જીવનને તારનારી છે. આ ચાવીના ઝુડાથી જે કળ ખોલવાની આવડી જાય તો તેને બેડો પાર થઈ જાય. ૩૬ અધ્યયનમાં પાંચ અધ્યયનની વાત કરી. પાંચમા અધ્યયનમાં એ વાત બતાવી છે કે અનંતકાળથી જીવ બાલ મરણે અકામ મરણે મરતો આવ્યો છે. હજુ સકામ પંડિત મરણે જીવ મર્યો નથી. પંડિત મરણ જીવનમાં એક વાર એવું આવે કે જીવને મેક્ષમાં લઈ જાય. જ્ઞાની આત્માએને મરણનો ડર હતો નથી. એમને તે જન્મને ડર હોય છે. જન્મ છે તેનું મૃત્યુ તે છે પણ હવે એવા મરણે મરું કે મારે ફરીને જન્મ લેવો ન પડે. જ્ઞાની મરણને મહોત્સવ માને છે. અજ્ઞાનીને મરણને ડર હોય છે, જન્મની વેદના કાંઈ જેવી તેવી નથી,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy