SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શારદા રત્ન સમજવાનું એ છે કે ક્રર્મા જીવને કેવા નાચ નચાવે છે! કર્માં રૂઠે ત્યારે મા-દીકરાના સંબધ પણ રહેતા નથી. માતા એ માતા નહિ પણ શત્રુ દેખાય છે. કર્મ બંધન તેાડવાના પવિત્ર દિવસે આવી રહ્યાં છે. દિલ્હીના મેઈલની હાનારતના કિસ્સા સાંભળીને આત્માને જગાડજો. કાલની કેાઈ ને ખબર નથી. માટે તપની જ્યાત જગાવા. કામભોગના ત્યાગ કરી. તપ ત્યાગની સાધનાથી આપણા સદ્ય ગુંજતા ને ગાજતા થઈ જાય એવા રંગ જમાવા. આજે ખા. બ્ર. સુજાતાબાઇ મહાસતીને ૧૩ મે ઉપવાસ છે. અમે અહીં ચાતુર્માસ પધાર્યા ત્યારથી તેમની મંગલ આરાધના શરૂ થઈ છે. તેમના તપ જોઈ ને પણ આત્માને જગાડા. વિશેષ ભાવ અવસરે. વ્યાખ્યાન તરૂ૫ અષાડ વદ ૪ ને શનિવાર તા. ૨૦-૭-૮૧ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનતજ્ઞાની ભગવંતાએ જગતના જીવા સમક્ષ જડ અને ચેતનનું સ્વરૂપ સમજાવ્યું. આ વિશ્વમાં જડ અને ચેતન એ બેની બાલબાલા છે. ભગવાને નવતત્ત્વ બતાવ્યા. તેમાં મુખ્ય બે તવ બતાવ્યા. જીવ અને અજીવ. જીવ એટલે ચૈતન્ય અને અજીવ એટલે જડ. દુનિયામાં જીવ સિવાયના જેટલા પદાર્થો દેખાય છે તે બધા જડ. અનાદી કાળથી આત્માએ જડ સાથે પ્રીતિ કરી છે. જડ માટે ઝૂમી મરે, કાહીનુરની કદર ના કરે ” ચૈતન્ય એવા આત્મા અજ્ઞાનના કારણે જડ પદાર્થો જે પેાતાના થયા નથી, થતા નથી અને થશે નહી', એવા પદાર્થોને મેળવવા તેની પાછળ ઝઝૂમી રહ્યો છે, અને કાહીનુર સમાન ચેતન આત્માને ભૂલી ગયા છે. જડ પદાર્થો બધા નાશવંત અનિત્ય અને અશાશ્વત છે. જ્યારે આત્મા નિત્ય, શાશ્વત અને ધ્રુવ છે. જીવ નાશવંત, અનિત્ય સુખા મેળવવા ખાતર નિત્ય એવા આત્માને ભૂલી ગયા છે. એવા અજ્ઞાની જીવાની આંખે જડવાદના એવા ચશ્મા ચઢી ગયા છે કે જેથી તેને તે પાતાના માને છે. જે પેાતાનું નથી તેને પેાતાના માનવા એ તેા કેટલી મેાટી ભૂલ, માટે જ્ઞાની કહે છે આપની આંખા પરથી જડવાદના ચશ્મા દૂર કરો. આ જડવાદે જીવાને પરાશ્રયી અને ગુલામ બનાવ્યા છે. આ જડવાદ જો દૂર થશે ના ચૈતન્યના દર્શન થશે. જ્યારે આાપણને ચૈતન્ય શક્તિનુ' ભાન થશે ત્યારે ગમે તેવા અઢળક ધનવૈભવ, ભાગવિલાસ જીવને પાતાના તરફ આકર્ષિત નહીં કરી શકે. આખરે તેા આ ધન, વૈભવવિલાસ ગેા દઈને ચાલ્યા જવાના છે. આ પર પદાર્થો પ્રત્યે જરા પણ વિશ્વાસ ન રાખશેા. જેટલા વિશ્વાસ ખાદ્ય પદાર્થમાં રાખા છે. એટલા વિશ્વાસ ચેતન એવા આત્મા પર રાખેા તા તે કયારે પણ દગા નહિ દે. પર પદાર્થા (જડ) પ્રત્યે જો વિશ્વાસ રાખવાની ભૂલ કરશે તે જરૂરથી દગાના ભાગ બની જશે. એ પદાર્થો સ્વેચ્છાએ કે અનિચ્છાએ પણ છેડવા તેા પડશે. રાગના બંધનમાં પડીને મનુષ્ય એમ સમજે છે કે માતા મારી, પિતા મારા, પત્ની, પુત્ર, બહેન, કાકા, મામા આ બધા મારા છે ને હું તેના છું. હાથી, ઘેાડા મારા,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy