________________
શારદા રત્ન
૪૫
મહેલ બંગલા મારા, દોલત મારી, વસ્ત્રો મારા–આ રીતે જીવ બધામાં મારાપણું માનીને બેસી ગયો છે. એથી અધિક આ શરીર મારું. આ બધામાં મારાપણું માનીને જીવે તેમાં ગુમાન કરે છે એ પિતાના વૈભવને ગર્વ કરે છે. પોતાની સત્તામાં મોટાઈ દેખે છે, અને કંચન જેવી કાયાનું અભિમાન કરે છે. સનત્કુમાર ચક્રવતીને પોતાની કાયાનું અભિમાન આવ્યું. એનું પરિણામ શું આવ્યું ? જે કાયા આજે રૂડી રૂપાળી ખૂબ સુશોભિત લાગતી હતી તે બીજે દિવસે મહાભયંકર મેટા સોળ રોગોનું ઘર બની ગઈ, માટે કોઈ વસ્તુનું અભિમાન કરવા જેવું નથી. અનેક દેશનો ધણી મહાન વિજયી સમ્રાટ સિકંદરે મૃત્યુ સમયે પોતાની સામે પોતાની વિપુલ સંપત્તિને ઢગલે કરાવ્યું અને તેને જોઈને આંખમાંથી આંસુ સારતે તે બોલ્યો કે જે સંપત્તિને માટે મેં સેંકડો લડાઈ કરી, હજારો સૈનિકોના પ્રાણ ગુમાવ્યા. બીજા અસંખ્ય જીવો મરાયા. આ ભારત ભૂમિ પર લેહીની નદીઓ વહાવી. સેનાને લઈને દૂર દૂર દેશ સુધી ફર્યો પણ આટલી અપરિમિત સંપત્તિમાંથી એક તાર પણ મારી સાથે નહીં આવે? કેવી ધનની અશરણતા! ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં મૃગાપુત્ર માતાને સમજાવતા બોલ્યા છે કે હે માતા !
खेत्तं वन्थु हिरणं च, पुत्त दारं च बंधवा ।
વરૂત્તા રૂમ ૪, અન્તવ્યમવરસે છે . ગાથા-૧૬ ક્ષેત્ર-જંગલની ભૂમિ, વાસ્તુ-ઘર, સોનું, પુત્ર, પત્ની, ભાઈ અને આ અતિ વહાલું , શરીર છોડીને અવશ્ય એક દિવસ માટે જવાનું છે. આ બધું અહીંનું અહીં રહી જવાનું છે. એક ક્ષણમાં એ બધું, હું પણું અને મારાપણું છૂટી જવાનું છે. સર્વ પ્રિય, અપ્રિય પદાર્થોને છોડીને આ જીવ એકલે ચાલ્યો જાય છે, એને સાથ આપનાર શુભાશુભ કર્મો સિવાય બીજું કોઈ નથી, માટે જ્ઞાની કહે છે ધનવૈભવ અને વિલાસના દાસ ન બને. જે દાસત્વથી મુક્ત બનવા ચાહતા હો તે ધર્મનું શરણું સ્વીકારે. આ મનુષ્ય જન્મમાં દાસત્વથી મુક્ત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ સ્વતંત્રતાના અવસરને તમારી બેકાળજીના કારણે પરતંત્રતાના રૂપમાં ફેરવી ન નાંખશો. થોડા સમય માટે આ સુઅવસર પ્રાપ્ત થયો છે, તેથી એની દરેક ક્ષણ મહામૂલ્યવાન છે. આચારંગ સૂત્ર બોલે છે. “મri , ગા=ર્થ મેનેજિં માળે ” આ સંસારમાં મનુષ્યનું આયુષ્ય બહુ થોડું છે. તેની એકેક ક્ષણ અણમેલી છે. જે વસ્તુ અલ્પ હોય છે, તેનું મૂલ્ય અધિક હોય છે. એ રીતે મનુષ્યનું આયુષ્ય અ૮૫ હેવાથી માનવ જીવનની ક્ષણે ક્ષણ અણમોલી છે, પરંતુ વિષયાસક્ત પ્રાણી આ દુર્લભ જીવનના મહત્ત્વને સમજાતું નથી, ને તેને ઉપયોગ વિષયભેગમાં કરે છે તેવો મનુષ્ય ચિંતામણી રત્નને કાગડાને ઉડાડવામાં ફેંકી દે છે. શાસ્ત્રકારે મનુષ્યની સ્થિતિ જ. અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. તેમાં પણ અત્યારે તે મનુષ્યનું આયુષ્ય કેટલું અલ્પ છે. તેમાં પણ સામાન્ય મનુષ્યોનું આયુષ્ય સોપકમ (કારણથી વચ્ચે તૂટવાવાળું) હોય છે. આયુષ્ય બાંધવાના સમયનો અંતર્મુહર્ત પ્રમાણકાળ નિરૂપક્રમ આયુષ્ય હોય છે. બાકી બધું આયુષ્ય નિમિત્તે કારણથી