SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ રત્ન મા દીકરાના સવાલ જવાબ :- રમેશ તું મને લઈ જવાની વાત છોડી દે, આપ બંનેની વાતે મેં રાત્રે સાંભળી હતી કે તમને બંનેને હું નપું છું. આપ મને “ઘરની બહાર કાઢવાના હતા. તે જે ઘરમાં હું ભારરૂપ હોઉં તે ઘરમાં રહેવાને શું અર્થ? પિતાની ગુપ્ત વાત પ્રગટ થયેલી જાણી, તેથી રમેશનું મુખ ફિક્કુ પડી ગયું. હવે માને ઘેર લઈ જવાનો આગ્રહ શી રીતે કરવો? રમેશ કહે, જે મા, આ તે આપણું કુટુંબની આબરૂને સવાલ છે, માટે તું ભૂતકાળ બધું ભૂલી જા. મારા પિતાએ સ્વમાનપૂર્વક જીવન વિતાવ્યું હતું. તેમના જેવા ખાનદાન ગૃહસ્થની પત્ની આવી નોકરી કરે એ ઠીક નથી. મારા પિતાના નામને જરાપણ ઝાંખપ લાગે તેવું આપણે ન કરવું જોઈએ. બસ કર. રમેશ ! તેમની વાત તું કયા મોઢે કરે છે? પિતાએ કેટલી કરકસર કરીને પૈસા બચાવ્યા. અને તેઓ તે ચાલ્યા ગયા. મેં કાળી મજૂરી કરી તને ભણાવ્ય, પરણાવ્યો. એ ત્યાગી પ્રેમાળ પિતાની પાછળ તું એ કૃતજ્ઞ પાક કે તને તારી અનાથ વિધવા વૃદ્ધ માતા પણ ભારરૂપ લાગવા માંડી. વૃદ્ધ માતાને ઘરમાંથી જાકારો આપનાર પુત્ર કુટુંબની આબરૂ વધારે છે કે ઘટાડે છે? મા દીકરાનું રૂદન :- આટલું બોલતા માતાને કંઠ રૂંધાઈ ગયો. તેની આંખમાં આંસુ આવી ગયા. માતાની બધી વાત સાંભળીને રમેશનું હૃદય પણ પલટાઈ ગયું. તે રડતા રડતે બે - મા! મા! તેં મારી આંખ ઉઘાડી છે. હું તારો મહાન અપરાધી છું. વહુની વાત સાંભળીને હું ચઢી ગયે. હું મારી ફરજ ચૂક્યો છું. ને માતૃસ્નેહ ભૂલ્યો છું. મેં તારી અવગણના કરી. માતા! મને માફ કર. આ દીકરાના ગુનાને માફ કર. એમ કહી રમેશ માતાના ચરણમાં પડી ગયો. માતાએ રમેશને બેઠે કરી બાથમાં લઈને કહ્યું બેટા! તું હવે નાનું નથી. મા ! નાનપણમાં હું ભૂલ કરે ત્યારે તું મને મારતી પણ બીજી જ ક્ષણે મને છાતીસરસે ચાંપીને મારા આંસુ લુછતી. આજે મેં તારો ભયંકર અપરાધ કર્યો છે, એટલે તું ગુસ્સે થઈ છે. મેં મારી ભૂલ કબૂલ કરી છે. હવે તારે ગુસ્સો શાંત કર. આ પારકું ઘર છે. તેને અહીંથી લઈને જ જવાને છું. મા, તને નહીં જવા દઈએ – ઓસરીમાં નાના બાળકો રમતા હતા. તેમણે રમેશના આ શબ્દો સાંભળ્યા કે હું તને લઈને જ જવાનો છું. એટલે તરત માજી પાસે આવ્યા, અને પૂછવા લાગ્યાઃ માજી! આ કેણ છે? અમે તમને નહિ જવા દઈએ, પણ માજીને થયું કે જે અત્યારે ઘેર નહિ જાઉં તે દીકરીને દુઃખ થાય ને તેની ઈજજત જાય માટે જવું જોઈએ. બાકી સંસાર સળગતી સગડી છે, દુઃખને દરિયે છે. એમાં રાચવા જેવું નથી. માજી દીકરાની સાથે ઘેર ગયા. હવે તેને સાચું સમજાઈ ગયું છે. તેની પત્નીને કહે છે. આ મારી માતાને સહેજપણ દુઃખ થાય તેવો એક શબ્દ પણ તારે કહેવાનું નહીં. માજીને રાખનારા ઘણું છે માટે હવે તેમની સાથે પ્રેમથી રહેજે. આવા તે કંઈક દાખલાએ સંતને જોવા મળે છે. હવે કુટુંબમાં સાસુ-વહુ અને દીકરે બધા પ્રેમથી રહેવા લાગ્યા. તેમનું ઘર સ્વર્ગ જેવું બની ગયું. આ પરથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy