SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૩૫ આવી રીતે તો નહીં આવી જાય ને? જયપુરમાં ૫૦ માણસની બસ પાણીમાં તણાઈ ગઈ ને માણસે માર્યા ગયા. આ બધા કિસ્સા પણ આપણને બેધ આપે છે કે આ જીવનને જરા પણ વિશ્વાસ ન રાખશો. જીવનની આગબોટ ક્યારે ઉપડશે? -કાઠિયાવાડ, કચ્છ, ગોવા વગેરે સ્થળે જવાની આગટે મુંબઈના બંદરેથી ઉપડે છે. તેમાં આગબોટને ઉપડવાનો ટાઈમ ચેકસ થયેલો હોય છે, છતાં માણસો પોતાને સરસામાન લઈને કિનારે આગબોટ ઉપડવાની વાટ જેતા બેસી રહે છે. કારણ કે જે એ પ્રમાણે અગાઉથી તૈયારી રાખે નહિ, તે આગબોટ ઉપડી જાય. અને પોતે રહી જાય તેથી ધારેલા સ્થળે અને સમયે પહોંચી શકે નહીં. જે તે સમયસર ન પહોંચે તે એમાં આગબેટવાળાને કાંઈ નુકશાન થાય ખરું? ના. જેને તેમાં જવું હોય તેને નુકશાન થાય. એવી નુકશાનીમાં ન ઉતરવું પડે, માટે ડાહ્યા માણસે અગાઉથી જ બંદર ઉપર જઈને બેસે છે. તે રીતે મહાપુરુષે આપણને સમજાવે છે કે આ દેહ ક્યારે પડશે ને જીવન ક્યારે પુરું થઈ જશે તેની કાંઈ ખબર નથી. એ આગબોટ ક્યારે ઉપડશે તેને ચક્કસ ટાઈમ આપણે જાણતા નથી. પણ થોડા સમયમાં ઉપડવાની છે એ તો આપણને ખબર છે. અત્યારે આપણું આયુષ્ય કેટલું? આ કાળમાં વધુમાં વધુ આયુષ્ય પણ બસો વર્ષ દેશે ઉણું છે. માટે આ આગબોટમાં બેસી પરલેક માટે બનતી બધી તૈયારીઓ કરી લેવી જોઈએ એવી તૈયારીઓ કરવાને અત્યારે સમય છે, માટે પ્રમાદમાં રહી જવાય ને આગબોટ ઉપડી જાય એમ ન થાય તે ખાસ ધ્યાન રાખજે. ધર્મધ્યાન, પરમાર્થ, પરોપકાર ભાવના, અહિંસા, બ્રહ્મચર્ય પાલન, ક્ષમા, સંયમ આદિ જે કરવા જેવું છે તે કર્યા વિના ચાલ્યા ન જવાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. જીવને જતાં ર્યું ધન જોઇશે ? -હવે બીજી વાત કરું, તમને ખબર છે કે જે દેશમાં તમારે જવું હોય તે દેશના સિક્કો જે તમારી પાસે ન હોય તે તે દેશમાં જતાં ઘણી મુશ્કેલીઓ પડે છે. કારણ કે જુદા જુદા દેશમાં જુદા જુદા સિક્કાઓ ચાલતા હોય છે. તે રીતે આ સંસારમાં જીવન વ્યવહાર ચલાવવા માટે જે ધન કામ લાગે છે તે ધન જઉં છે. અને મોક્ષમાર્ગમાં જવા માટે જે ધન કામ લાગે છે તે પણ જુદું છે. સંસારમાં રોકડા રૂપિયા, પચાસ પૈસા, પચ્ચીસ પૈસા વિગેરે જે સિક્કાઓ અને હીરા, માણેક, મેતી આદિ પૃથ્વીકાય ધાતુઓ અને પથ્થરનું ધન સંસારમાં કામ લાગે છે. જ્યારે આત્માને મેક્ષમાર્ગમાં જવું છે ત્યાં તે ધર્મનું ઘન કામ લાગે છે. તે માર્ગમાં તમારું ધન કામ આવતું નથી. તમારું ધન નાશવંત અને અનિત્ય છે. અને ધર્મરૂપી ધન શાશ્વત છે. જે જીવને મેક્ષ ધામમાં જવું છે તે ત્યાં ચાલી શકે એવું ધન મેળવી લેવું જોઈએ, કારણ કે ત્યાં રૂપિયા, નેટ, ગીની, દરતાવેજો, ખતપત્ર તથા જમીન જાગીરનું ધન કામ લાગશે નહીં. તે માટે તે ધન જોઇશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નિર્લોભતા, આદિ આત્મિક ધન. ત્યાં જવા માટે કાંઈ સેના ચાંદીનું ધન, નેટના કાગળીયાનું ધન કામ લાગશે નહિ. માટે હવે મોક્ષ ધામમાં જવા માટે આત્મિક ધન મેળવી લેજે,
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy