SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન કૂળતા બો વેઠવાની, તે પણ સમભાવે, એ વેઠતાં જરા પણ અરૂચિ નહી. ખેદ કે દ્વેષ નહીં, ગ્લાનિ નહીં, હાય.. હાય ! આ ક્યાં સુધી સહન કરવાનું, એવા ભાવ પણ મનમાં નહિ લાવવાના પણ આનંદ આનંદ ને આનંદ, એ આનંદ કે? મને કે સોનેરી અવસર આવ્યો કે મારા કર્મો ક્ષય થાય છે. હાશ! હવે હું આ બંધનમાંથી છૂટીશ. પરિષહોની પીડાઓ તો કર્મગૂમડાના નસ્તરની પીડા છે. એને તે હસતા મુખડે વધાવવાની હોય ને? જે હસતા મુખડે વધાવીશ તે અનંતકાળથી જે કર્મોરૂપી ગૂમડાં થયા છે તે નાશ થઈ જશે. આ રીતે ભૂખ, તરસ, ટાઢ, તાપ, અપમાન વિગેરે પ્રતિકૂળ બાબતે સહર્ષ સમભાવે વેઠવી એ પણ મહાન સાધના છે. આ સાધનાથી કર્મગૂમડા કપાવાને અનુપમ લાભ મળે છે. અને તેનું પ્રયાણ સિદ્ધિ તરફ થાય છે. તીર્થકર દે માટે પણ એજ કાયદો તે આપણે માટે પણ એ જ હોય ને? તીર્થકર દેને આપણી નજર સમક્ષ રાખીને સાધના કરીએ તે આપણે માર્ગ સરળ બને. ક્ષણભંગુર જીવનમાં જાગૃતિ લાવે -આત્મસાધના કરવાની આ ઘડી-પળ આવી છે. આપણું જીવન કિતાબને, જીવનના ઈતિહાસને વહેલી પળે તપાસો. રોજ સવારમાં ઉઠીને પહેલા પેપર વાંચે, અને પછી પ્રભુનું નામ લો છે. પહેલા પેપર અને પછી પ્રભુ સાથે પ્રીતિ ! જેને પસ્તી સાથે પ્રીતિ નથી, અને પ્રભુ સાથે પ્રીતિ છે તેવા છે તે પ્રાર્થનામાં આવે છે. આજે મોટા ભાગના જીવોને પેપર સાથે પ્રીતિ છે, તેટલી હજુ પ્રભુ સાથે નથી. જ્ઞાની કહે છે તારી જીવન ડાયરી તપાસ. આપણું આયુષ્યને વિશ્વાસ નથી. આજે પેપરમાં પહેંલી લીટીમાં વાંચ્યું કે દિલ્હીથી અમદાવાદ આવતી ટ્રેઈને કલોલ-મહેસાણા નજીક "આવતા તેમાંથી ૧૮ થી ૨૦ ડબ્બા ઉથલી પડ્યા ને એક હજાર જેટલા જ મૃત્યુ પામ્યા, કલોલ એટલે અમદાવાદની તદ્દન નજીક. દિલ્હીની અપેક્ષાએ તો તે સાવ અમદાવાદના કિનારે આવી ગય કહેવાય ને ! ગાડીમાં બેસનારા જીવ શું જાણતા હશે કે અમે ઘેર પાછા નહિ જઈએ ! તેમને કેટલે સામાન હશે, જોખમ હશે! કઈ આખું કુટુંબ હશે ! બધાને કચ્ચરઘાણ વળી ગયે, માટે જ્ઞાની કહે છે કે “સંયુક્સ વિંન વુક્ષ વોહી રજુ દર દુહા ” હે જી ! જાગે, બેધ પામે. કેમ સમજતા નથી ને બોધ પામતા નથી ? તારી પળ, તક સોનેરી જાય છે. વર્ષાકાળની સીઝનમાં જે ખેડૂતે પ્રમાદ કરીને બેસી રહે ને વાવણી ન કરે તે પાછળથી પસ્તાવા સિવાય બીજું છે શું? ચાતુર્માસ એ આત્મકમાણીની મોસમ છે. આ કેસમાં હૃદયરૂપી ખેતરમાં સમકિત રૂપી બીજની વાવણી કરવાની છે. લાખ મણ રૂને બાળવા માટે લાખો મણ અગ્નિની જરૂર નથી. તેના માટે તે એક ચિનગારી બસ છે. અગ્નિની એક ચિનગારી લાખો મણ રૂને બાળીને સાફ કરી નાખે છે, તેમ સમ્યફત્વની એક ચિનગારી પ્રગટાવવાની છે. તેમાં જે ક્ષાયિક સમ્યકત્વ આવ્યું છે તે આપણે બેડે પાર થઈ જશે, માટે જ્ઞાની કહે છે કે બેધ પામે. પરલોકને વિષે સમ્યફવની પ્રાપ્તિ થવી દુર્લભ છે. જે સમય જાય છે તે ફરીને પાછો આવતો નથી. જીવનને ભરોસો નથી. દિલ્હીના મેઈલમાં એક હજાર માણસોને કચ્ચરઘાણ વળી ગયે. મારે નંબર પણ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy