________________
૨૮
શારંદ રત્ન ભગવાનની જે આજ્ઞા છે તે પ્રમાણે વિચરતા સંતે કદાચ શીત પરિષહ આવી જાય, દેહ છોડવાને પ્રસંગ આવે તો દેહ છોડે પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કયારે પણ ન કરે. અહીં મને એક વાત યાદ આવે છે. શીત પરિષહ સહનથી સિદ્ધિઃ રાજગૃહી નગરી કે જે નગરીમાં ભગવાને ચૌદ ચૌદ ચાતુર્માસ કર્યા એવી પવિત્ર નગરીમાં સેમ, કમાલ, ભીમ અને ધન નામના ચાર વણિકો વસતા હતા. એક વખત ભદ્રબાહુસૂરીજી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. આ ચારે વણિકે આચાર્ય પધાર્યાના સમાચાર મળતાં તેમના દર્શને ગયા. તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળે. ગુરૂદેવને ઉપદેશ ચારે વણિકના હૈયામાં ઉતરી ગયે. સંસાર અસાર લાગતા ચારે જણાએ આચાર્ય પાસે દીક્ષા લીધી. ગુરૂદેવની સાનિધ્યમાં તેમની આજ્ઞામાં રહી ખૂબ અભ્યાસ કર્યો. “ગુરૂ આજ્ઞા જ જેમનું સર્વસ્વ છે” એવા શિષ્ય ગુરૂ આજ્ઞામાં રહેતા બહુશ્રુત બન્યા. કાલે જ કહ્યું હતું કે જે ગુરૂઆજ્ઞામાં ઓતપ્રોત છે એવા વિનીત શિષ્યોને જ્ઞાનની, કીર્તિની પ્રાપ્તિ થાય છે. સંયમ માટે પ્રાણુનું બલિદાન ડે સમય જતાં ગુરૂદેવની આજ્ઞાથી તેઓ બીજા ક્ષેત્રોને લાભ આપવા જુદા વિચરતા હતા. ગુરૂ આજ્ઞાનું પાલન કરતાં વિચરી રહ્યા છે. સવાર-સાંજ વિહાર કરે છે. સાંજે સૂર્યાસ્ત થાય એટલે જે સ્થાને હોય ત્યાં જ રાત રહી જાય છે. એક વાર વિહાર કરતા કરતા તેઓ વૈભારગિરી પાસે આવ્યા ને સૂર્યાસ્ત થઈ ગયે રસ્તામાં એક મુનિ વૈભારગિરીની ગુફા પાસે રહ્યા, બીજા મુનિ ઉદ્યાનમાં રહ્યા, ત્રીજા મુનિ ઉદ્યાનની નજીક રહ્યા અને ચોથા મુનિ રાજગૃહી નગરી પાસે રહ્યા. રાત્રે એકદમ સખત ઠંડી પડી. હિમ પડયું હોય એવી ઘણી જ ઠંડી, પાણી પણ બરફ થઈ જાય. આ મુનિઓ તે ધ્યાન ધરીને ઉભા છે. તે તે પિતાના ધ્યાનમાં મસ્ત છે. આટલી ભયંકર ઠંડી પડવા છતાં ભગવાનની આજ્ઞા જ જેમના જીવનનો પ્રાણ છે એવા મુનિઓએ શીતપરિષહથી બચવા માટે સ્થાનાંતર પણ ન કર્યું. બીજા સ્થાનમાં ન ગયા, પણ તેઓ તે ત્યાં જ ધ્યાનમાં મસ્ત રહ્યા.
બંધુઓ ! જ્યારે હિમ જેવી ઠંડી પડે કે હીમ પડે ત્યારે ઉપાશ્રયમાં બેઠા હોય તે પણ કાયા થરથર ધ્રુજે છે, જ્યારે આ તે વનવગડામાં, ખુલ્લી જગ્યામાં ઉભા છે, તો કલ્પના કરો કે કેવી ઠંડી લાગતી હશે! અતિ ઠંડીના કારણે ગિરી ગુફા પાસે જે મુનિ ઉભા હતા તે પહેલા પ્રહરે મૃત્યુ પામ્યા. ભગવાનની આજ્ઞાને કેટલા વફાદાર સંતો ! શીત પરિષહ સહન કર્યો પણ ન તે સ્થાનાંતર કર્યું કે ન તે પોતાના ધ્યાનથી ચલિત થયા. સૂર્યાસ્ત પછી બીજે જવાય નહીં. એ ભગવાનની આજ્ઞામાં રહી સંતોએ પ્રાણ છોડ્યા પણ દઢતો ન છોડી. જ્યારે આવી વાત સાંભળીએ ત્યારે મનમાં થાય કે કેવા એ મુનિવરો ! ધન્ય છે ધન્ય છે એ મુનિવરોને તેમના ચરણકમળમાં કોટી કોટી વંદન ! ચારે મુનિવરે કાળ કરીને દેવલોકમાં ગયા. આ શીત પરિષહની વાત કરી. આ જ રીતે