________________
તેમના પૂ. પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી શકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ, ભાભી અ.સૌ. નારંગીબહેન, અ. સી. ઈન્દીરાબહેન, બહેને અ. સી. ગંગાબહેન, એ. સી. શાન્તાબહેન, અ.સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડનો સારો વહેપાર છે. પૂ. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતાશ્રી શ્રીયુત વાડીલાલ છગનલાલ શાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મંગળવારે તા. ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટહેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવો અને મન ધર્મધ્યાનમાં રહ્યું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્રો, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા પૂ. મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા.
આદર્શ માતાનું સમાધિમય મૃત્યુ '- પૂ. શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતા કરતા સંવત ૨૦૨૫ માં સાણંદ પધાર્યા. તે વખતે તેમના સંસારી માતુશ્રી શકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશને કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા અજબ હતી. શકરીબહેનના પુત્ર, પુત્રવધૂઓ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સંતાને ભાગ્યે જ કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે શકરીને કહ્યું મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશો પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલા દર્શન છે, ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે. કહ્યું–આ નશ્વર દેહનો ભરોસો નથી, માટે મને ધર્મારાધના કરાવો. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્રવાંચન સાંભળ્યું. ઘણું વ્રત-પચ્ચખાણ લીધા અને પોતાની આત્મસાધનામાં જોડાવા લાગ્યા. પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. શકરીબહેનની તબિયત વધુ બગડતા વી. એસ. હોસ્પિતાલમાં દાખલ કર્યા. ૧૦ દિવસ બાદ અષાઢ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે, મને સંથારે કરાવો. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે, આથી તેમનો પરિવાર વિચારમાં પડી ગયે ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજીને બેલાવ્યા. તેમણે તરત સાગારી સંથારે કરાવ્યો. બધા વ્રત પચ્ચખાણ લીધા અને અડધા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહનો ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જેન શાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું હોય તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રોત હોય એ સહજ છે, તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. - આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે, તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પોતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી ટૂ અને તાજું જન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું.