________________
અને જેને છોડવું છે તેને કેણ રોકનાર છે ? ક્ષણિક જીવનમાંથી આ શ લેવાની મારી અહોનિશ ભાવના છે.) -
હજુ બાલ્યવયના પ્રાંગણમાં રમતી બાળાની સંયમ પંથે પ્રયાણ કરવાની કેટલી તીવ્ર ઉત્કંઠા છે! સંયમી જીવનની મોજ માણવા તેનું અંતર ઝંખી રહ્યું છે, જેથી હવે સંસારમાં વ્યતીત થતી ક્ષણે તેને યુગો જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઈ કે આ કન્યારત્ન દીક્ષા લઈને જૈન શાસનને અજવાળશે, સંપ્રદાયની શાન વધારશે અને ખંભાત સંપ્રદાયમાં ભવિષ્યમાં એવો પ્રસંગ આવશે કે સંપ્રદાયનું સુકાન તે ચલાવશે અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટૂંક સમયમાં દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને થોકડા કઠસ્થ કર્યા. તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ટ્રેઈનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવું તેવી મનથી દઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટીને હશે !
દઢ વૈરાગ શારદાબહેનની કસોટી :- શારદાબેનના માતાપિતાએ તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચંદભાઈ, ખીમચંદભાઈ, ચીમનભાઈ, તેમના મામા નરસિંહભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને ; સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા ને ઘણી આકરી કસોટી કરી, છતાં શારદાબેન પોતાના ? નિશ્ચયમાં અડગ રહ્યા. તે એકના બે ન થયા, તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને * કહ્યું કે અમે અન્નજળનો ત્યાગ કરીશું. જેની રગેરગમાં વૈરાગ્યનો સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે અને સંસાર રૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડોલ, અડગ, દઢ શ્રદ્ધાને ધારણ કરી છે તે શું વૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા ? વિવિધ પ્રકારની આકરી કસોટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કપન જોઈને માતાપિતાએ કહ્યું કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવા માટે રજા આપીશું, પણ શારદાબહેન તે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષના વિમળાબહેનના મૃત્યુને કઈ રોકી શકયું નહિ, તે મારી જિંદગીને શે ભરોસો? મારું મન વૈરાગ્યના રંગે રંગાયેલું છે, તેમાં પીછેહઠ થનાર નથી. અંતે શારદાબહેનને વિજય થયો ને માતાપિતાએ રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપી.
શારદાબહેનને ભાગવતી દીક્ષા મહોત્સવ – સંવત ૧૯૯૬ ના વૈશાખ સુદ છઠ્ઠ તા. ૧૩–૫-૧૯૪૭ ને સોમવારે સાણંદમાં તેમના માતાપિતાના ઘેરથી ભવ્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહોત્સવ ઉજવા. સાણંદ શહેરમાં બહેને માં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઈ, તેથી આખું ગામ હર્ષના હિલોળે ચઢયું. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂદેવ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્ય બન્યા. તેમની સાથે સાણંદના બીજા બહેન જીવીબહેન પણ દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પૂ. જશુબાઈ મહાસતીજી અને શારદાબહેનનું નામ બા બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે વૈરાગી વિજેતા બન્યા.