________________
શારદા રત્ન
સમકિતીને મન જીવનનું સર્વસ્વ કહે, પ્રાણ કહો તે આ રત્નત્રયી છે. નત્રયી એ માનવ જીવનને સાચે શણગાર છે, એ જ માનવ જીવનને સાર છે. સકલ શાસ્ત્રોનું રહસ્ય પણ રત્નત્રયી છે. આ રત્નત્રયી મેળવવાનું સ્થાન હોય તે આ માનવભવરૂપી રત્નદ્વીપ છે. જેમ ભૌતિક રત્ન મેળવવા માટે માણસે રત્નદ્વીપમાં જાય છે, ત્યાં જઈને રો મેળવીને તે પાછો આવે છે ને પોતાનું દારિદ્ર મટાડે છે તેમ આ માનવભવ એ રત્નદ્વીપ સમાન છે. આ રત્નદ્વીપમાં તમારા ભૌતિક રને નથી મળતા પણ આધ્યાત્મિક સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી રને મળે છે. તમારા રત્નો તે એક ભવનું દારિદ્ર મટાડશે, પણ આ રને તે ભવભવનું દારિદ્ર મટાડે છે. તમારા રત્નો તે નાશવંત છે,
જ્યારે આ રત્નો શાશ્વત છે. માનવભવ રૂપી રત્નદ્વીપમાં આવીને જે જીવ પ્રમાદમાં પડ્યો રહેશે તે તેનું ભવભવનું દારિદ્ર ટળશે નહીં, માટે આ ભવમાં તો આ ત્રણ રને મેળવવાનું લક્ષ હોવું જોઈએ. કારણ કે રત્નત્રયી એ સાચે મોક્ષમાર્ગ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે, “સT વન, જ્ઞાન, વારિત્રાળ મોક્ષમા ” સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મેક્ષનો માર્ગ છે. અનંતકાળના ચક્રાવામાંથી છૂટવું હોય ને આત્માને ભવભ્રમણમાંથી બહાર કાઢવા હોય તો આ રત્નત્રયીની આરાધના કરે. રત્નત્રયી એ આત્માનું , સ્વરૂપ છે. રત્નત્રયી એ શિવ સુખદાયી છે. આ રત્નત્રયીના કારણે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પંચ પરમેષ્ટી વિશ્વમાં વંદનીય બન્યા છે. પંચ પરમેષ્ટીને વજન કરીને મેળવવાની છે રત્નત્રયી. છેવટે આત્માએ રત્નત્રયીરૂપી માતાની ગોદમાં કાયમ સમાઈ જવાનું છે, માટે દેવોને પણ દુર્લભ એવો માનવ જન્મ પામીને પુરુષાર્થ કરો તે રનત્રયીને મેળવવાનો કરો. કંચન, કામિની અને કુટુંબ રૂપી ત્રિપુટીની સાધના અનંતી વાર કરી ને અનંત સંસાર વધાર્યો. હવે આ સમ્યમ્ દર્શનાદિ રત્નત્રયીની સાધના કરે ને અનંતા મેક્ષના સુખને મેળવો. મનયોગ શક્તિને પ્રભાવ :–જેમણે રત્નત્રયીની આરાધના દ્વારા અને શુક્લ ધ્યાન રૂપ અગ્નિથી કર્મો રૂપી લાકડાને બાળી નાખ્યા છે, એવા ભગવાનને આપણે યોગેશ્વર અને યોગીશ્વર કહીએ છીએ. યોગેશ્વર શા માટે કહીએ છીએ. ગ + ઈશ્વર. મેંગ ત્રણ છે. મન, વચન અને કાયા. જેમના મન, વચન અને કાયાના જેગ ખૂબ નિર્મળ હોય છે, જેમના મન, વચન, કાયાના યેગમાં અજોડ શક્તિ, અજોડ બળ અને અજબ તાકાત હોય છે. જિનેશ્વર ભગવાનના મનેયોગની તાકાત કેટલી હોય છે? અનુત્તર વિમાનવાસી દેવો ભગવાનને મનથી પ્રશ્ન કરે અને પરમાત્મા કેવળજ્ઞાનથી જાણીને દ્રવ્ય મનોગથી એમના પ્રશ્નનો જવાબ આપે છે, અને એમના પ્રશ્નનું સમાધાન કરે છે. દેવો પ્રશ્ન પૂછે અને કેવળી ભગવાન તેને જવાબ આપે તેમાં કેટલો સમય લાગે ? તે કહે છે કે ભગવાનની દેશના ચાલતી હોય અને તે સમયે બોલતા ક અને ખ વચ્ચેનું અંતર પૂરાય એ પહેલા દેએ પોતાના સ્થાનથી પૂછેલા પ્રશ્નોનો જવાબ ભગવાન તેમને આપી દે છે. આ છે ભગવાનના મનેયેગની તાકાત અને શક્તિ.