________________
શારદા રત્ન
૧૭ અટકયું. તેણે કહ્યું મને આ કન્યા આપો. કામવાસનામાં આસક્ત બનેલા કેશવે એટલે વિચાર ન કર્યો કે મારે ઘેર તો એક પત્ની છે. અમારા બંનેને જીવન–નિર્વાહ માંડમાંડ થઈ શકે છે ત્યાં આ ત્રીજીને લઈ જઈને શું કરીશ? વિષય લુપી જીવ ભાનસાન ગુમાવી દે છે. વિષયમાં અંધ બનતા કેવી દશા -કેશવે આ રૂપકન્યાની માંગણી કરી, ત્યારે ઈન્દ્રજાલિકે શું કહ્યું? તું મને હજાર સોનામહોરો આપ તે હું મારી કન્યા તને આપું. મહામહેનતે જે હજાર સેનામહોરો મેળવી હતી તે પણ આપી દેવા તૈયાર થયે. વિષયલેલુપી જીવ શું નથી કરતો ? હું સોનામહોર આપી દઈશ ને પછી ઘેર ખાલી હાથે પાછો જઈશ તે મારી પત્ની મને શું કહેશે ? તે વિચાર પણ ન કર્યો. કામાંધ બનેલા કેશવે ઈન્દ્રજાલિકને હજાર સોનામહોરો આપી દીધી. રે કામાંધતા! તારી સત્તા સંસારમાં અજબગજબની છે. તારી સત્તામાં આવેલ માનવી પોતાનું કુળ, જાતિ, ધર્મ બધાને ભૂલી જાય છે.
ઈન્દ્રજાલિકને હજાર સોનામહોરો મળી ગઈ. પોતાને દાવ બરાબર સફળ થયે એમ માનીને તેણે બધી માયાજાળને સંહરી લીધી ને ઈન્દ્રજાલિક પિતાને સ્વાર્થ સરી ગયો જાણીને ત્યાંથી ચાલ્યો ગયો. વિષયાંધ બનેલો કેશવ હવે ત્યાં એક જ રહ્યો. તે ચારે બાજુ નજર કરે છે તે કઈ દેખાતું નથી. નથી ઈન્દ્રજાલિક કે નથી રૂપકન્યા ! કેઈન મળે. અરેરે...તે રૂ૫કન્યા ક્યાં ગઈ? ચારે બાજુ શેધવા લાગે પણ કયાંય ન દેખાઈ. મહામહેનતે મેળવેલી હજાર સોનામહોરે ગઈ ને રૂપકન્યા પણ ગઈ, આથી ખૂબ નિરાશ થઈ ગયા, પણ હવે શું થાય? છેવટે પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં થાકી ગયો, તેથી વિસામો ખાવા એક ઝાડ નીચે જઈને સૂઈ ગયો. ખૂબ થાક હતો તેથી ઘસઘસાટ ઉંઘી ગયો. ઉંઘમાં તેણે એક સ્વપ્ન જોયું. તે સ્વપ્ન શું હતું ? હું મારા ગામમાં પહોંચી ગયો. મારા ઘરની નીચે બેદતા મને રત્નોથી ભરેલ ચરૂ મળ્યો. તે રત્નોથી મેં મારા કુટુંબીજનેને–સ્વજનોને જમાડ્યા. નગરજનોએ અને રાજાએ મારા ખૂબ સત્કાર–સન્માન કર્યા. આ સ્વપ્ન ચાલતું હતું ત્યાં ગધેડાને ભૂંકવાને અવાજ આવતા તે જાગી ગયો ને સ્વપ્ન પૂરું થયું. આશા બાંધી રહેલી પત્ની :-કેશવ સ્વપ્નને સાચું માનતે વિચાર કરવા લાગ્યા કે હવે મારે બીજે કઈ સ્થળે જવાની જરૂર નથી. અહીંથી સીધે ઘેર જઈ રને બહાર કાઢીશ ને મારું દારિદ્ર મટાડીશ, પણ આ મૂખને ભાન નથી કે શું સ્વપ્ન સાચા જ પડે છે ? ના..ના...પણ કેશવે તે સાવ સાચું માન્યું કે કંઈ પણ કમાયા વિના મનમાં હરખાતો પોતાના ગામમાં પહોંચી ગયો. પિતે જાણે કેટલી કમાણી કરીને ન આવ્યું હોય એ ખુશખુશાલ બનતે હસતે હસતો આનંદભેર ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના પતિને ખુશખુશાલ અને હસતા હસતા આવતા જોઈને કપિલા સમજી ગઈ કે મારા પતિ ઘણું ધન કમાઈને આવ્યા લાગે છે, નહીં તો આટલા આનંદમાં ન હોય.