SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શારદા રત્ન શીલ-તપ ભાવરૂપ ધર્મનું શુભ ધ્યાન ભાવપૂર્વક સેવવું જોઈએ. આવું શુભ ધ્યાન પુણ્યાનુબંધી પુણ્ય હોય તે કરી શકાય છે. પુણ્યની લીલા કેઈ ઓર છે. દુનિયામાં પુણ્યવાન જીવોની બોલબાલા છે. જ્યારે તેનાથી વિપરીત પાપ તે તણખલા કરતા તુચ્છ છે. પાપના પડછાયા જીવને સુખી થવા દેતા નથી. ગમે તેટલી મહેનત કરીને મેળવે પણ પાપને ઉદય હેય તે કેઈપણ કારણસર મેળવેલી તે લક્ષમી પણ ચાલી જાય છે અને તે દુઃખી ને દુઃખી રહે છે. અહીં મને એક વાત યાદ આવે છે. - મથુરા નગરીમાં કેશવ નામને બ્રાહ્મણ હતો. તેને કુરૂપા, કુટિલ સ્વભાવવાળી, જેની વાણમાં સદા ક્રોધાગ્નિ સળગી રહ્યો છે એવી કલહપ્રિય કપિલા નામે પત્ની હતી. એક વખત તે ગર્ભવતી થઈ ત્યારે તેણે તેને પતિને કહ્યું, સ્વામી ! આજ સુધી આપણે બે હતા, હવે ત્રણે થઈશું. છ પગવાળા થઈશું, માટે આપ પરદેશ જઈ શેડી કમાણી કરી આવોને ! આમ આળસુની માફક કયાં સુધી પડયા રહેશો? આપણી જુની કહેવત છે કે “વસુ વિના નર પશુ” ધન વિનાના માનવીની કઈ કિંમત નથી. સંસારમાં ડગલે ને પગલે ધનની જરૂર પડે છે. આપ આમ બેકાર કયાં સુધી ફરશો? આપ કમાવા જાવ. પત્નીના વચન સાંભળી કેશવે કહ્યું કે મારા જીવનમાં ધન કેવી રીતે કમાવું તે હું શીખ્યો નથી. કોની પાસે જવું? કેની પાસે ધનની માંગણી કરું? મારા માતા-પિતા બાલપણમાં ગુજરી ગયા. મારા સ્વજનેએ મને ઉછેરીને મેટે કર્યો. ઘરમાં જે થોડી ઘણી ખુડી હતી તેનાથી તારી સાથે લગ્ન કર્યા. હવે મારી પાસે કાંઈ નથી. હું કયાં જાઉં? આહ્મણની આવી વાત સાંભળીને કપિલા તાડૂકી ઉઠી અને કહેવા લાગી, જે ધને કેવી રીતે -ળવવું તે જ્ઞાન ન હતું તે શા માટે ઘોડે ચઢીને મને પરણવા આવ્યા હતા ? ત્યારે વિચાર કરવો હતો ને? અહીંથી થોડે દૂર સુવર્ણભૂમિ નામે નગરી છે. આપ ત્યાં જાવ ને ત્યાંથી ધન લઈ આવો. જે ધન નહીં લાવે તો આ ઘરમાં પગ મૂકવાને તમારો અધિકાર નથી. છેવટે પત્નીની વાતને સ્વીકાર કરીને કેશવ ઘરેથી ધન કમાવા નીકળ્યો. વિકટ રસ્તાઓ પસાર કરતે, ભૂખ તરસના દુઃખને વેઠતો વેઠતે, કેશવ સુવર્ણભૂમિમાં પહોંચી ગયા. મહામહેનત કરીને એક હજાર સેના મહોરો મેળવી, પછી તે પોતાના ગામ જવા નીકળ્યો. માયાની જાળ : કેશવ રસ્તામાં ચાલ્યા જાય છે. હજાર સોનામહોર મળી તેથી મનમાં આનંદ છે. અનેક અરમાને ઘડતે ચાલી રહ્યો છે. રસ્તામાં તેને એક ઈન્દ્રજાલિકને ભેટે થયો. ઈન્દ્રજાલિકે પૂછયું, આપ કયાંથી આવ્યા છો? કયાં જઈ રહ્યા છે? આ ભોળા કેશવે બધી સત્ય વાત કહી દીધી. કેશવ સાવ ભોળો છે ને ઈન્દ્રજાલિક કપત્રકળામાં મહા કુશળ છે. તેના મનમાં એમ થયું કે અત્યારે બરાબર દાવ હાથમાં આવ્યો છે. ગમે તેમ કરીને તેની હજારે હજાર સોનામહોરો પડાવી લઉં. ઇંદ્રજાલિકે તેની વિદ્યાના બળથી નવયુવાન, રૂપ ના અવતાર સમી દેવકન્યા સમાન દીકરી અને તેના મા-આપ ત્રણ જણને ત્યાં હાજર કર્યા. રૂપકન્યાને જોતાં ભ્રમરની જેમ કેશવ તેનામાં મુગ્ધ બન્ય, એટલેથી ને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy