SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન તેથી તે હર્ષભેર ઉઠી અને તેમની સામે જઈને તેમનું સ્વાગત કર્યું. પછી મીઠું ભોજન કરાવ્યું ને પૂછ્યું–આપે ધન કયાં રાખ્યું છે ? મને જલ્દી બતાવ. મારું મન તે જેવા પૂબ તલસી રહ્યું છે. કેશવે કહ્યું કે પહેલાં તું ઘી ગોળ ઉધાર લઈ આવ. કાલે આપણા સ્વજનેને જમાડીને પછી તેમની હાજરીમાં હું તને ધન બતાવીશ. કપિલાએ કેશવની વાત બધી સાચી માનીને તેના કહ્યા પ્રમાણે બધું કર્યું. રઈ વગેરે તૈયાર થઈ ગયા પછી સ્વજનેને બેલાવીને જમાડયા. જમવાનું બધું પતી ગયા બાદ કપિલા કેશવને કહે છે, હવે તે મને બતાવો કે ધન કયાં છે ? અત્યારે સ્વજનો બધા હાજર છે. સ્વપ્ન ઉપર આધાર રાખતો અજ્ઞાન જીવ મૂખને સરદાર કેશવ કોદાળી લઈને મકાનની નીચે દવા લાગ્યો. બધા સ્વજનો પૂછે છે કે તું શું કરે છે? તેણે કહ્યું, મકાનની નીચે રત્નને ચરૂ દાટેલો છે તેને બહાર કાઢું છું. તને કોણે કહ્યું કે મકાનની નીચે ચરૂ દાટેલે છે, તે તું ખેદે છે? કેઈએ તારા માટે થાપણ મૂકી છે કે તને એમ મળી જાય. એના જવાબમાં કેશવે કહ્યું, મને કાંઈ ખબર નથી. તે તું ખેદે છે શા માટે ? બુદ્ધિહીન કેશવે કહ્યું કે અમુક ગામમાં હું વડના ઝાડ નીચે સૂતો હતો. ત્યાં નિદ્રામાં મને સ્વપ્ન આવ્યું કે તારા ઘરની નીચે રત્નોને ભારે ચરૂ દાટેલો છે. એટલે હું કાઢવા ઉઠર્યો. ત્યાં ગધેડાને ભૂંકવાને અવાજ આવ્યો એટલે જાગી ગયો. એ સ્વપ્નને યાદ કરતા કરતે હું જલ્દી જલ્દી આવ્યો છું અને આ પ્રમાણે તેને મેળવવા પ્રયત્ન કરી રહ્યો છું. (હસાહસ) ભેગા થયેલા બધા સ્વજને તથા માણસોએ તાળીઓના ગડગડાટ સાથે ખૂબ હાંસી– માફ કરી. બધા તેની ઠેકડી ઉડાવવા લાગ્યા કે કેશવને રત્નોને કિંમતી ચરૂ મળી ગ. આ બધું જોઈને કપિલાને તે ગુસ્સાને પાર ન રહ્યો. એણે તે કાદવની મુઠ્ઠી ભરીને કેશવના મસ્તક ઉપર નાંખીને હજારો ધિક્કારોની વર્ષા વરસાવી. તેને ખૂબ તિરસ્કાર કર્યો. આટલું કરવા છતાં કેશવ પોતાના કાર્યને બંધ કરતું નથી. તેનું કાર્ય તે ચાલુ જ છે. ત્યાં મકાનની એક તરફની ભીંત તૂટી પડી ને તેના પર પડતાં તેની કમ્મર તૂટી ગઈ અને તે દુઃખી થઈ ગયે. બંધુઓ ! આ દષ્ટાંતથી શું સમજવાનું છે? પુણ્ય, પાપની લીલા અજબ છે. પુણ્યને ઉદય હોય ત્યારે ઓછી મહેનતે ઘણું મળી જાય છે અને પાપને ઉદય હોય ત્યારે મહામહેનતે મેળવેલી લક્ષમી પણ કેઈ લૂંટી જાય છે. ધન ધાન્યના ભર્યા નગરમાં ભૂખે મરવું પડે છે, તેથી પુણ્યાનુબંધી પુણ્ય જોઈતું હોય તે ધર્મના શરણે આવો. મંગલ ચાતુર્માસને પ્રારંભ થઈ ચૂકી છે માટે હવે ધર્મ આરાધનામાં તત્પર થઈ જાઓ. ચાતુર્માસમાં આપણે ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં નમિરાજના અધિકારનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ ભગવાનની અંતિમ દેશના છે. ભગવાન મોક્ષે જવાના હતા ત્યારે પાવાપુરીમાં સોળ પ્રહર સુધી અખંડ દેશનાનો ધોધ વહાવ્યા. તેમાં ઉત્તરાધ્યયન સૂત્ર અતિમ વાણી છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ આગમ-શાસ્ત્રનું એક બહુ
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy