________________
શારદા રત્ન ક્રોધ વિવેકરૂપી દીપકને માટે વાયુ સમાન છે. પવન દીપકને બુઝાવી નાખે છે તેમ ક્રોધરૂપી પવન વિવેક રૂપી દીપકને બુઝાવી નાખે છે. વિવેક રૂપી દીપક વિના મનુષ્ય આંધળે થઈ જાય છે. કોઇ વિવેકને શત્રુ છે. ક્રોધી મનુષ્યને હિતાહિત અને કર્તવ્યાકર્તવ્યનું ભાન નથી રહેતું. કોઈ અગ્નિના સમાન છે. તે જલે ને બીજાને જલાવે.
ભવભવમાં તપશ્ચર્યા કરીને જે કરમ બાળ્યા, ઘડીભર કેધ કરવાથી, ફરી પાછા વધી જશે.કરે ના કેધ
ઉગ્ર તપ કરીને પૂર્વ સંચિત કર્મોને બાળી નાખ્યા હતા પણ જીવનમાં જે ઘડીભરને કોધ આવી જાય તે પાછા બીજા કર્મો નવા વધી જશે, માટે કોઈ ક્રોધ કરશે નહીં.
અનુભવ -સંત સતીજી ઘરઘરમાં ગૌચરી જાય એટલે એમને ઘણું અનુભવો થાય. એક ઘરની સીડીનું પગથિયું ચઢતાં મને એક બેનની ચીસ સંભળાઈ. હાય બાપા ! મારા મનમાં થયું કે શું થયું ? જેવું તે પાંચ લીટર ઉનું દૂધનું તપેલું હાથમાંથી છટકી ગયું ને બધું દૂધ ઢોળાઈ ગયું તેથી તેનાથી ચીસ પડી ગઈ. વિચાર થયો કે હમણાં સાસુ ધમધમતા આવશે, પણ ધાર્યા કરતા જુદું જ જોવા મળ્યું. સાસુ ઓરડામાંથી બહાર આવ્યા ને મીઠા શબ્દોમાં બોલ્યા વહુ બેટા ! શું થયું ? સાસુના મુખમાંથી વહુ બેટા શબ્દ સાંભળતા વહુનો શ્વાસ નીચે બેઠો. બા ! દૂધ ઢોળાઈ ગયું, પણ તું દાઝી નથી ને ? તપેલું વાગ્યું નથી ને? ના બા, મને કંઈ થયું નથી. તે તું રડે છે કેમ? આજે આપણું મહાન પુણ્યદય કે તું બચી ગઈ. આ શબ્દો સાંભળતા વહુના મુખમાંથી શબ્દો સરી પડયા બા ! મને પિયરમાં આવી મા પણ મળી નથી. હવે કઈ દિવસ આ વહુ સાસુના ઉપકારને ભૂલે ખરી કે તેને સાચવવામાં બાકી રાખે ? ના. જે સાસુ કૌશલ્યા બને તો વહુ સીતા બન્યા વગર રહેશે નહીં.
હવે બીજે અનુભવ કહું. વહુ કાચના કપ રકાબી લઈને ટેબલ પર મૂકવા આવતી હતી. જરા ઠેબું વાગતાં કપ રકાબી હાથમાંથી પડી ગયા ને ચાર પાંચ કપ રકાબી ફૂટી ગયા. ત્યાં રૂમમાંથી માળા ગણતાં સાસુજી દોડતા આવ્યા ને બોલવા લાગ્યા કે જ્યારથી આ શંખણું ઘરમાં આવી ત્યારથી નુકશાન-નુકશાન ને નુકશાન જ કર્યા કરે છે. આ પાપણ ક્યાંથી ઘરમાં આવી? પણ વહુ વીસમી સદીની હતી. સાંભળીને બેસી રહે તેવી ન હતી. તેણે કહ્યું બા ! તમે બેસી રહોને, કમાય છે તે મારો ધણીને, તમારું શું જાય છે? બસ હવે સાસુજી શું બોલે ? આ કરતાં મીઠી ભાષામાં કહ્યું હોત તો વહુના આવા શબ્દો ન સાંભળવા પડત ને ! આ જીભ મળી છે તે મીઠું મધુરું બોલજે પણ કટુવાણ બલીને કેઈના દિલડા દુભાવશો નહીં. પૂર્વના પુણ્યોદયે જીભ મળી છે. જીવ એકેન્દ્રિયમાં ગયો ત્યાં જીભ મળી હતી ? ના. મહાન પુણ્યદયે જીભ, આંખ, કાન મળ્યા છે.
વ્યવહારમાં તમને કઈ પૂછે કે આંખ સારી કે કાન ? (શ્રોતામાંથી અવાજ :આંખ સારી ) પણ જ્ઞાની ભગવંત કહે છે કે કાન સારા. કેમ ? તે જીવ ચૌરેન્દ્રિયમાં