SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન વિતરાગી બનવા માટે પહેલા અદી બનવું પડશે, પછી અકષાયી બને. અવેદી બન્જી માટે પાંચ ઇન્દ્રિયોના વિષયો અને વિકારો દૂર કરવા પડે, પછી કષાય આત્માને દમેવો જોઈએ. “અા ટુ વહુ કુમો” આત્માને દમો દુષ્કર છે, કઠીન છે. તે શું એ ન થઈ શકે? થઈ શકે. હિંમત હારવાની જરૂર નથી. પુરૂષાર્થ કરીએ તે કંઈ કઠીન નથી, અશકય નથી, પણ ક્ષણે ક્ષણે જીવે જાગૃત રહેવાની જરૂર છે, કે રખે ને મને વિષય કષાય સ્પશી ન જાય. જેમ વોટરપ્રુફ-પાણ પ્રવેશી ન શકે એવી મજબૂત તિજોરીમાં ડબલ લેકમાં રૂપિયા એક લાખ હોય તો કંઈ ચિંતા ખરી? ના, પણ તે જ પૈસા દીકરાને બેંકમાં ભરવા મેકલો ત્યારે કેટલી ભલામણ કરે છે? ખૂબ સાચવીને જજે. ટેકસીમાં જજે. બસમાં જઈશ નહીં. બસમાં લૂંટાવાને ભય. બસ, આ જ રીતે જે આત્મા વોટરપ્રુફ તિજોરીની માફક વિષય કષાયથી સર્વથા રહિત બની ગયા તેને કઈ ફિકર નહિ પણ જે આત્મા અનાદિ અનંત કાળથી વિષય કષાયથી ભટકી રહ્યો છે તેને પિતા સમાન ગુરૂ ભગવંતે હિત શિખામણ આપે છે કે તમે વિષય કષાયના ભક્તા ન બનશો. સમયે સમયે આત્માના માલનું જતન કરજે. આત્મા વિષય-કષાયમાં જોડાય છે ત્યારે આત્મા પર કર્મોની ભેખડો ખડકાય છે, પણ ક્ષણે ક્ષણે જાગૃતિ હોય તે લૂંટાવાને ભય નહીં. જે વિષય-કષાયના . ભેગી ન બનીએ તે ચારિત્ર આદિને ખજાનો લૂંટાઈ જતો નથી, માટે જ્ઞાનીને સંદેશ છે કે વિષયનું વમન કરી જ્ઞાનીના વચને હૈયામાં કેતરાવો. કષાયોનું શમન કરી આત્માનું દમન કરો. આત્માનું દમન કરનારને શું લાભ થાય છે? તે ગાથામાં બતાવ્યું છે કે આત્માનું દમન કરતો જીવ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. દરેક જીવ લાભને ઈચ્છે છે. ધર્મધ્યાન આદિ ક્રિયાઓ કરવાથી જીવ જૂનાં કર્મો ખપાવે છે ને નીચગતિમાં રવાનાં કર્મો બાંધતો નથી. આમદમન કરવાથી જીવ ઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તેથી તે આ લોકમાં સુખી અને પરલોકમાં મોક્ષના શાશ્વતા સુખને મેળવે છે. કદાચ કઈ કોધના આવેશમાં આવીને આત્મહત્યા કરે તે પહેલેકમાં શું તેને સુખ મળવાનું છે? ના, આપાત કરવાથી અનંતા જન્મ મરણ વધે છે, માટે કષાય આત્માનું ૧૭ પ્રકારના સંયમ અને ૧૨ પ્રકારના તપથી દમન કરવું જોઈએ. જે સંયમ અને તપથી આત્માને નથી દમ તેને વધુ અને બંધનથી દમાવું પડે છે, માટે વધ અને બંધનથી દમાવા કરતાં સંયમ અને તપ દ્વારા આત્માનું દમન કરી પરમ શાંતિને મેળવે. આપણુ ભગવાને સંયમ, તપ દ્વારા આત્માનું દમન કર્યું. ભયંકર ઉપસર્ગોના ઉલ્કાપાત મચ્યા છતાં ઉપસર્ગ દેનાર પ્રત્યે જરા પણ ક્રોધ કર્યો નહિ. આચારાંગ સૂત્રમાં ह्य छ है विगि' च कोहं अविकपमाणे इम निरुद्धाउय सपेहाए दुक्खं च जाण अदु અમેરરં, પુતો સારું જ છે ! હે સાધકે ! મનુષ્યભવને અપાયુ જાણીને, અધીર ન થઈને ક્રોધને ત્યાગ કરે. ક્રોધના કારણથી થવાવાળો શારીરિક દુઃખોને અને આગામી ભવમાં થવાવાળા નરકાદિ દુકાને જાણે. કોધના કારણે નરકાદિ ગતિમાં જીવ વિવિધ પ્રકારના દુઃખને અનુભવ કરે છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy