________________
શારદા રત્ન પ્રભુએ તે તેના પર કરૂણાને જ ધધ વહાવ્યું છે. એમણે મેક્ષ મેળવવા માટે કેટલી તપ સાધના કરી, પરિષહ ઉપસર્ગોને વેઠયા ત્યારે મેક્ષ મળે. આપણે દરેકને મોક્ષ જોઈએ છે પણ ખાતા પિતા મોક્ષ મળે તે લે છે. તે શું એમ મેક્ષ મળે? ના.
ભગવાન શાસ્ત્રમાં બોલ્યા છે કે “હું તમ મારું” સાથે બીજી વાત પણ બેલ્યા કે “હું તમ મહાપા” ઈન્દ્રિયનું દમન કરવામાં આવે, અગર તપ, સંયમ દ્વારા જે દેહનું દમન કરવામાં આવે તે મહા ફળને મેળવે છે અને કષા દ્વારા દેહનું દમન થાય તે મહાપાપનું કારણ બને છે, માટે જ્ઞાની બેલ્યા છે કે –
अप्पा चेव दमेयव्यो, अप्पा हु खलु दुइमो । अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परत्थ य ॥
ઉ. સૂ. અ. ૧. ગા. ૧૫ દુઈમ્ય એવા આત્માનું નિશ્ચયથી દમન કરવું જોઈએ. માત્ર પરલોકના સુખની વાત નથી, પણ આ લોક અને પરલોકમાં સુખ કેણ મેળવી શકે ? આત્મદમન કરે છે. આત્માનું દમન કેવી રીતે થાય? આત્મા તે અરૂપી છે. આત્માને કાનેથી સાંભળી શકાય નહીં, આંખેથી જોઈ શકાય નહીં, નાકેથી સુંઘી શકાય નહીં, જીભેથી ચાખી શકાય નહીં ને આત્માને સ્પર્શી શકાય નહીં. તે પ્રશ્ન થશે કે આત્માનું દમન કેવી રીતે થાય? તમે સામાચિક લે ત્યારે ચોથા પાઠમાં છેલ્લે શું બેલો છે? “તાવ કાર્ય, ઠાણેણં, મેરેણું ઝાણેણં અપાણે વસિરામિ.” હું મારા આત્માને સરાવું છું. જે આત્માને
સરાવશે તે સામાયિક કોણ કરશે? ભગવતી સૂત્રમાં આત્માના આઠ પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય આત્મા, કષાય આત્મા, યોગ આત્મા, ઉપયોગ આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, અને વીર્ય આત્મા. આત્મા એક છે પણ તેના પ્રકાર આઠ છે. જેમ કેઈ વ્યક્તિ કાપડને ધંધો કરે તે કાપડી કહેવાય, ઝવેરાતને બંધ કરે તે ઝવેરી કહેવાય, ઘડીયાળને ધંધો કરે તે ઘડીયાળી કહેવાય, તેમ જે આત્મા જ્ઞાનમાં રમણતા કરે તે જ્ઞાન-આત્મા કહેવાય. કષાયમાં જોડાયેલો હોય તે કષાય આત્મા. જે રીતે કાર્ય કરતો હોય તે રીતે ઓળખવામાં આવે છે. સામાયિક કરે ત્યારે કષાય આત્માને સરાવો છો. આઠ આત્મામાંથી કષાય આત્માનું દમન કરવાનું છે. કષાયની ચિકડીમાં ફસાયેલો આત્મા ઉર્ધ્વગમન કરી શકતો નથી, ને સુખને અનુભવ કરી શક્તિ નથી. જેણે ઉપશમ શ્રેણી કરી છે તે આઠમાં ગુણસ્થાનકથી ચડતે નવમે, દશમે થઈને અગીયારમાં ગુણસ્થાનકે જાય. અગીયારમાં ગુણસ્થાનકે કષાયોને નાશ નથી થયે પણ ઉપશાંત છે, તેથી તે ઉપશાંત મેહ ગુણસ્થાનક કહેવાય છે. ત્યાંથી કાળ કરે તે જીવ અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ મોક્ષે જાય. અગીયારમા ગુણની સ્થિતિ પૂરી થતાં દશમે આવે. ત્યાં પહેલા જ સમયે સુક્ષમ લોભને ઉદય થાય. દશમેથી પડે તે પહેલા ગુણઠાણું સુધી પણ જાય. પણ અગ્યારમેથી ચઢવું તે નથી, પણ જેણે લપક શ્રેણી કરી છે તે ૧૩ મું ગુણ. છેડીને એટલે દસમેથી સીધો બારમે જાય, ને કષાયને સર્વથા ક્ષય કરે છે, પછી તેનું કયારેય પતન થવાનું નથી.