________________
શારદા રત્ન
નથી. હું તમને પૂછું, કેાઈ માણસ અણિત કાચના ટુકડા ભેગા કરે તે શુ તેની ગરીબાઇ મટે ખરી ? (શ્રોતામાંથી અવાજ—કયારેય પણ ન મટે). જ્યારે ધર્મારૂપી ચિ’તામણીના એવા અમૂલ્ય પ્રભાવ છે કે તે ગરીબાઈ કે દુઃખને તા દૂર કરે પણ સાથે કમ રૂપી કાચના ટુકડાને ફેંકી દઇ જીવને શાશ્વત સુખના ધામમાં પહોંચાડી દે છે.
..
આપણી વાત એ છે કે સમકિતી જીવ નરકમાં હાય છતાં પ્રશંસનીય છે. સમકિતી જીવ કના ઉદયે ભવસમુદ્રમાં રહ્યો હાય પણ તેમાં તે રમતા ન હાય. ગમે તેવા ભૌતિક સુખો તેની પાસે હાય છતાં સમકિતીને તેમાં તીવ્ર આસક્તિ ન થાય. બધા સમિતી જીવા દીક્ષા લે એવું નથી, કારણ કે જ્યાં સમકિત છે ત્યાં ચારિત્રની ભજના પણુ જ્યાં સમ્યક્ ચારિત્ર છે ત્યાં સમકિતની નિયમા. સમકિતીને સૌંસારમાં રહેવું પડે તા રહે ખરા પણ તે તેમાં રમે નહીં, રહેવું ને રમવું તેમાં આકાશ પાતાળ જેટલુ અંતર છે. રહેવુ' એ ચારિત્ર માહનીયના ઉદયે અને રમવું એ મિથ્યાત્વ મેાહનીયના ઉદયે છે, માટે જીવ સંસારમાં રહે તે પણ રમતા ન હેાય. તે જીવ પાપ ઘણાં અલ્પ બધે. જેમ કોઇ સમકતી આત્મા જમવા બેઠા. કદાચ મિષ્ટાન્ન પીરસાય પણ તેમાં રસ ન હાય. ખાતા ખાતા તે કર્માં ખપાવે. આથી કહ્યુ` છે કે સમકિતી જીવ નરકમાં હાય છતાં પ્રશંસનીય છે, અને સમકિત રહિત જીવ સ્વર્ગમાં હાય તા પણ તે પ્રશંસનીય નથી.
મિથ્યાત્વી જીવ અકામ નિર્જરાના કારણે સ્વર્ગીમાં જાય છે, પણ ત્યાં ઈર્ષ્યા, મમતા, માયા આદિના કારણે દુઃખી છે. ખરેખર સમતિ એ અમૃત સમાન છે. અને મિથ્યાત્વ એ મહા વિષ સમાન છે. દેવસભામાં ઇન્દ્ર મહારાજ મૃત્યુલેાકના માનવીની પ્રશંસા કરે તા ઇર્ષ્યાળુ દેવ તે સહન કરી શકે નહી. તેમના પર તેને દ્વેષ આવે.
સગમે આપેલ ઉપસર્ગ : એક વાર દેવસભામાં ભગવાન મહાવીરની પ્રશંસા થઈ કે મૃત્યુલેાકમાં વમાનકુમાર સારા સંસારને! ત્યાગ કરી સંયમ લઈને કર્મો સામે કેસરીયા કરવા નીકળ્યા છે. એમણે તપ-ધ્યાનની કેવી લગની લગાવી છે ! એ કેવા મહાન સાધક છે! આ વાત સાંભળી સમકિતી દેવા બધાં આનંદ પામ્યા. તેમના મુખમાંથી શબ્દો સરી પડયાં. ધન્ય છે ધન્ય છે એ મહાન સાધકને ! તેમને અમારા કાટી કેાટી વંદન ! પણ મિથ્યાત્વી સંગમ દેવને આ વાત ન ગમી. ઈન્દ્ર મહારાજ અમારા કેાઇની પ્રશંસા નથી કરતા ને મૃત્યુલેાકના માનવીની પ્રશંસા કરે છે? લાવ તા જઈને જોઉં કે તેમની તપ સાધના કેવી છે! અડગતા કેવી છે ! સ`ગમ દેવ ત્યાંથી ઉઠયો ને આવ્યા ભગવાન મહાવીર પાસે. સંગમે છ મહિના સુધી ભગવાનને ઉપસર્ગા આપવામાં બાકી ન રાખ્યા. અરે! ભગવાન ગૌચરી જાય ત્યારે રસ્તામાં ઢીંચણુ સમી રેતી મનાવી દે. વિહારમાં ચાલતાં થેાડી રેતી આવી જાય તે પણ પગ ઉપડતા નથી, તેા આટલી રેતીમાં ભગવાન કેવી રીતે ચાલે ? સારે સંગ દુનને સજ્જન બનાવી દે છે પણ ઘણીવાર સારા સંગ મળવા છતાં દુર્જન દુ ન રહે છે. સંગમે ભગવાનને છ મહિના સુધી ભય’કર ઉપસર્ગા આપ્યા, છતાં આપણા ક્ષમાસાગર