SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રને છતાં જ્ઞાતિજનોમાં આસક્ત થઈને તેને લાભ ન લઈ શકે તેવી રીતે આ આત્મા સમ્યકત્વ રૂપી ચંદ્રને અનુપમ પ્રકાશ મળવા છતાં મેહના ઉદયથી પદાર્થોના અથવા સંબંધીઓના મોહમાં પડીને સમ્યકત્વને આનંદ લઈ શકતા નથી અને પ્રાપ્ત થયેલા અવસરને ગુમાવી દે છે. બંધુઓ! સમ્યકત્વની લહેજત કઈ ઓર છે. શાસ્ત્રોમાં ત્યાં સુધી બતાવ્યું છે કે સમ્યકત્વ સહિત જીવ નરકમાં પડે છેતે તે પ્રશંસનીય છે અને સમ્યક્ત્વ રહિત જીવ કદાચ સ્વર્ગમાં હોય તે પણ તે પ્રશંસનીય નથી.” આ વાત ખૂબ સમજીને વિચારો. બે વાત છે. આમ તે સમકિત પામ્યા પછી જીવ નરકગતિને બંધ પાડે નહિ એટલે નરકમાં જાય નહિ, પણ જે સમકિત પામ્યા પહેલા નરકગતિને બંધ પડી ગયા હોય તે જીવને નરક ગતિમાં જવું પડે. સમક્તિ પામ્યા પછી જીવ સાત બોલમાં આયુષ્યને બંધ પાડે નહિ તે સાત બેલ કયા? બેલે, આવડે છે? 10 નરકગતિ, ૨) તિર્યંચગતિ, ૩) ભવનપતિ, ઈ વાણવ્યંતર, પશુ તિષી, વેદ, 9 નપુંસકવેદ. આ સાત બોલમાં સમકિતી જાય નહિ. દેવમાં જાય તે વૈમાનિકમાં જાય, પણ સમકિત પામ્યા પહેલા આયુષ્યને બંધ પડી ગયો હોય કે પછી સમકિત પામે તે નરકાદિ સાત બોલમાં જઈ શકે. જેમ કે શ્રેણીક મહારાજા. સમકિતી જીવ નરકનું ભયંકર વેદન વેદે. ત્યાં કંઈ એવું નથી કે સમકિતીને ઓછું દુઃખ અને મિથ્યાત્વીને વધુ દુખ. દુઃખ તે બંનેને સમાન છે પણ સમકિતી આત્મા એ દુઃખે ભેગવતા શું વિચાર કરે? જે કર્મો કર્યા છે તે મારે ભોગવવાના છે. મેં કર્મો બાંધતા પાછું વાળીને જોયું નથી તે એ કર્મોના ફળ મારે ભોગવવા પડે એમાં શી નવાઈ! ભયંકર દુખના વેદનમાં પણ એની સજાગ દશા છે, તેથી એ બીજા ચીકણું કર્મો બાંધતા નથી ને જુના કર્મોને ખપાવે છે. જ્ઞાની કહે છે કર્મો બાંધતા વિચાર નહિ કરે તે તેના કડવા ફળ જોગવતા આંખે અંધારા આવી જવાના.” ચિંતામણી સમાન ધર્મને ત્યાગ કરી જીવો પાપ કર્મો કરી કાચના ટુકડા સમાન ભૌતિક સુખની મનમાં આશાઓ રાખતા હોય છે. ચિંતામણી આગળ કાચના ટુકડાની શી કિંમત? ધર્મના પ્રભાવે જીવની ઉન્નતિ થાય છે, અને પરંપરાએ શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. કોઈને પગમાં કાચ વાગ્યો હોય તો કયારેક છ મહિનાને ખાટલો આવે ત્યારે પાપકર્મો રૂપી કાચના ટુકડા વાગ્યા હોય તે ઘણું લાંબા કાળ સુધી અતિ દારૂણ દુઃખો ભેગવવાને સમય આવે છે. પાપ બાંધતા કે કરતાં જીવને ખબર ન પડે, પણ જ્યારે પાપ ભેગવવાને ટાઈમ થાય છે ત્યારે ખબર પડે છે કે પાપ શી વસ્તુ છે? તેના ફળ કેવા કડવા છે? તેમાં પણ જે તીવ્રરસથી બાંધેલા હોય તે ભેગવવાના સમયે આંખે અંધારા આવી જાય છે. પ્રદેશદયથી કર્મો ભેગવાઈ જાય તેમાં ખબર ન પડે પણ જ્યારે વિપાકેદયથી ભોગવવાનો સમય આવે ત્યારે બરાબર ખબર પડી જાય છે, માટે જ્ઞાની કહે છે પાપ કર્મો રૂપી કાચના ટુકડા સંગ્રહ કરવા જેવા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy