SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1043
Loading...
Download File
Download File
Page Text
________________ ચારવા રત્ન ૯૩૮ થઈને શેઠને ગામમાં પ્રવેશ કરાવ્યા. જ્યાં શેઠના મહેલ આળ્યે ત્યાં હાથી પરથી શેઢ ઉતરી ગયા ને પેાતાના મહેલમાં ગયા. શેઠ મહેલમાં જઈને જુએ છે તા અનાજના અને ધનના ભંડાર ભરપૂર ભરેલા પડયા છે. સ્વણુ થાલિયાં પડી પાંચસૌ, નહાનેકી સિલા સાનકી, એરડામાં સાનાની પાંચસા થાળીએ તેમજ સ્નાન કરવા માટે સાનાના બાજોઠ, તેમજ સેનાની શિલ્લા પડી છે. શેઠને ત્યાં પહેલા જે લક્ષ્મી હતી તેથી અધિક લક્ષ્મી શેઠને ત્યાં વધી ગઈ હતી. પહેલા દેવે શેઠની ધ માટે પરીક્ષા કરી ને ઘણા દુ:ખા વેઠવા પડચા, પણ શેઠ-શેઠાણી દુઃખમાં પણુ ધર્મને ભૂલ્યા નહિ, તા એ દેવ તેના પર પ્રસન્ન થયા ને શેઠની બધી લક્ષ્મી પાછી આપી દ્વીધી. ધર્મશ્રદ્ધાના કેટલા અજબ પ્રભાવ! ગુણદત્ત અને ગુણચંદ્રને જોઇને બધા ખૂબ હરખાય છે. શેઠના દીકરા કેવા ગુણવાન છે ! બધા આનંદથી ધર્મધ્યાન કરતા રહે છે. જયાં કી ત્યાં ઈસ વાર, ઔર સાનેકા પાટ ગુરૂ ભગવંત પાસે પૂ`ભવની પૃચ્છા :–થાડા સમય બાદ એક મિત્રે આવીને શેઠને સમાચાર આપ્યા કે, આપણા ઉદ્યાનમાં ધર્માવીર નામના મહાન આચાય પધાર્યાં છે. તે સમાચાર મળતાં શેઠને તથા બધાને ખૂબ આનદ થયા. શેઠ પેાતાના પરિવાર સાથે ગુરૂદેવના વ્યાખ્યાનમાં ગયા. વ્યાખ્યાનમાં ગુરૂદેવે પુણ્ય પાપનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. ગુરૂદેવ ચાર જ્ઞાનના ધારક હતા, એટલે શેઠના મનમાં થયું, કે જ્ઞાની ગુરૂદેવ પાસે મારા પૂર્વ ભવ જાણી લઉ. શેઠ ગુરૂદેવને વંદન કરીને પૂછે છે ગુરૂદેવ ! પૂર્વભવમાં મે' એવા શુ પાપ કર્યો કે મારે બાર વર્ષે દુઃખ લેાગવવુ' પડયું ? લક્ષ્મીદેવીના અમારા પર કાપ થયા ને ચારે જણાને જંગલમાં ભટકવુ' પડ્યું! ગુરૂદેવ કહે છે, કરેલાં કર્મી જીવને અવશ્ય ભેાગવવાં પડે છે. સાગરદત્ત સાંભળા, આપના પૂર્વભવ. તૂ થા વણિક પૂર્વભવ માંઈ, તેરે થા એક ટા ભાઈ; સારી સંપત્તિ ગયા તુ ખાઈ, ઘર ગાંવ ભી દિયા ઘુડાઇ. પૂર્વભવમાં તું એક વણિક હતા. તમે એ ભાઈ હતા. તુ માટેાભાઈ હતા, તે‘નાનાભાઈની બંધી સપત્તિ લઈ લીધી. તેને ઘરબાર વિનાના કરી નાખ્યા. અરે, એટલે સુધી જુલમ ગુજાર્યો કે તેને ગામમાં પણ રહેવા ન દીધા. તેના હાર્ટ, હવેલી, ઝવેરાત, ધન મધુ લૂંટી લીધું અને તેના બાળકાને પણ જંગલમાં માકલી દીધા. જેઠાણી દેરાણી પર જુલ્મ ઘણા ગુજારતી હતી. તેના માથે ખાટા આળ ચઢાવતી હતી. નાનો ભાઈ તા ગામ છોડીને ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં તે એક નગરમાં આવ્યા. તેને જોઈને એક દયાળુ શેઠને કરૂણા આવી તેથી તેને પેાતાને ત્યાં નોકરી રાખ્યા. શેઠ તેને દીકરાની જેમ રાખતા હતા. તેને ધર્મ-કર્મનુ' સ્વરૂપ સમજાવતા. શેઠના સત્સ`ગથી તારા ભાઈ નો આત્મા જાગૃત બન્યા. તેણે શ્રાવકના ૧૨ વ્રત ધારણ કર્યાં, આયુષ્ય પૂર્ણ થતાં તે મરીને દેવલાકમાં દેવ થયા. એક દિવસ તું અપેારે જમવા માટે ઘેર આવ્યા. તે દિવસે કઈક પ્રસંગ હાવાથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy