SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1042
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૯૩૭ છે તેથી અધિક આપના ભંડારમાં ભરી દઈશ. હું આપના પર પ્રસન્ન થયો છું, આપ કંઈક માંગે. જે જોઈએ તે માંગે. દેવે ઘણી વાર માંગવાનું કહ્યું છતાં શેઠ કહે છે, મારે કોઈ નથી જોઈતું. આજે કેઈના પર દેવ પ્રસન્ન થાય ને માંગવાનું કહે તો? (શ્રોતામાંથી અવાજ : અરે, કાંઈ બાકી ન રાખીએ.) અહીં શેઠ કહે છે મારે કાંઈ નથી જોઈતું. મારે તે જોઈએ છે માત્ર ભવોભવ ધર્મનું શરણ. દેવ તો ત્યાંથી ચાલ્યા ગયે. પછી શેઠે પુત્રને કહ્યું હવે આપણે આપણી જન્મભૂમિમાં જઈએ. મને જન્મભૂમિની યાદ ખૂબ આવે છે. પુત્રો કહે–ભલે પિતાજી ! ગુણદત્ત તે મંત્રીને રાજ્ય સેપ્યું ને પછી મેટા રસાલા સાથે હાથી, ઘોડા, સૈન્ય બધું લઈને ભીમપુરથી પ્રયાણ કર્યું. સાગરદત્ત શેઠ પરિવાર સાથે જઈ રહ્યા છે. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં રાજાએ બંને ભાઈને ફાંસીની શિક્ષા ફરમાવી હતી તે ગામમાં આવ્યા. જેમણે ફાંસીની શિક્ષામાંથી બચાવ્યા હતા તે ચાંડાલના ઉપકારને યાદ કરી પહેલા તેમને બોલાવ્યા. તેમને સત્કાર, સન્માન કરી તેમને સારી રકમ ભેટ આપી. પછી પિતાના તને મોકલીને રાજાને સમાચાર મેકલાવ્યા કે લાડવાના કારણે જે બંને બાળકોને ફાંસીની શિક્ષા કરી હતી તે આપના નગરમાં આવ્યા છે ને આ ભેટાણું મોકલ્યું છે. આ સાંભળતા રાજાને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ ફાંસીમાંથી કેવી રીતે બચી ગયા હશે ? રાજા તેમને મળવા માટે આવ્યા. ગુણદત્ત રાજાને રાજશાહી ઠાઠમાઠ જઈને રાજા તે શરમાઈ ગયા. તેમણે પોતાની ભૂલની માફી માંગી. ગુણદત્તની ચતુરાઈ, શુભ ભાવના, ઉદારતા આદિ ગુણોથી આકર્ષાઈને રાજાએ પિતાની દીકરીને ઠાઠમાઠથી ગુણદત્ત સાથે પરણાવી, પછી ત્યાંથી ચાલતા ચાલતા ઉદયચંદ શેઠના ગામમાં આવ્યા. જે શેઠે સાગરદત્ત શેઠને લાડવામાં સોનામહોરો નાંખીને લાડવા આપ્યા હતા, તેમને બોલાવીને શેઠે તથા ગુણદત્ત રાજાએ તેમને ખૂબ ઉપકાર માન્ય. તેમની ખૂબ મહેમાનગતિ કરીને પછી વિદાય આપી. શેઠનું રાજા અને પ્રજાએ કરેલ ભવ્ય સ્વાગત –ત્યાંથી ચાલતા ચાલતા પોતાના વસંતપુર ગામમાં આવીને નગર બહાર બગીચામાં પડાવ નાખ્યો ને દૂત દ્વારા રાજાને સમાચાર મોકલાવ્યા. આખા ગામમાં ખબર પડી ગઈ કે આપણુ દીનદુઃખીના બેલી નગરશેઠ આવ્યા છે, તેથી ઘરઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. આ શેઠ ગરીબેના બેલી, નિરાધારના આધારભૂત હતા. નગરની સારી જનતાને પુત્ર સમાન ગણતા હતા. તે શેઠ પધાર્યાની વધામણી મળતાં ગામના લોકો દોડી આવ્યા. ચાલે, આપણે તેમને વધાવવા જઈએ. ગામમાં પણ શેઠના સ્વાગત માટે ઘેર ઘેર તેરણે બંધાયા, ધ્વજાપતાકાઓ બંધાઈ અને આખું ગામ શણગાયું. જેણે દશ હજાર રૂપિયા માટે શેઠની હવેલી લઈ લીધી હતી તેને રોશનીથી ઝગમગ કરી દીધી. પછી શેઠને કહ્યું, આપ આપની હવેલીમાં (મહેલમાં) ખુશીથી પધારે. ખુદ રાજા પણ શેઠનું સ્વાગત કરવા હાથી, ઘોડા, ઢોલ નગારા, બેન્ડ વાજા લઈને બગીચામાં ગયા. રાજા કહે, પધારે શેઠજી પધારો ! તમે તે અમારા ગામના રત્ન છો. રાજાએ શેઠને હાથીની અંબાડીએ બેસાડયા. શુભ મુહને વાજતે ગાજતે જયજયકારના બુલંદ નાદ સાથે બજારના મધ્ય ભાગમાં
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy