________________
શારદા રત્ન
૯૩૯
તારે ઘેર રસવતી રસેાઇ બનાવી હતી. જમવા બેસતા પહેલાં તારા મનમાં થયું કે ો, ક્રોઈ સંત પધારે તે તેમને વહેારાવીને પછી હું જમું તારા શુદ્ધ દિલની ભાવના ફળી. ને તારા આંગણે માસખમણુના તપસ્વી મુનિ પધાર્યા, તેં મુનિને ઉત્કૃષ્ટભાવે સુપાત્ર દાન દીધું. મુનિએ તને દાનના મહિમા સમજાવ્યા. પછી તેં તારી લક્ષ્મીનો દાનમાં સપયેાગ કર્યાં. તેથી તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. ત્યાંથી મરીને તું સાગરદત્ત તરીકે જન્મ્યા. તે પૂર્વભવમાં દાન ખૂબ દીધું હતુ. તેથી તને અઢળક લક્ષ્મી મળી. ધનની સાથે તમારી ધર્મ ભાવના પણ ઘણી હતી. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ હતી.
એક વાર તમારી ધમભાવનાની દેવલાકમાં પ્રશસા થઈ. તમારા ભાઈ જે ધ્રુવ અન્યા છે તેણે તારી પ્રશંસા સાંભળી. પૂર્વભવના વૈરના કારણે તેને તારા પર ઇષ્યા આવી, તેથી તારૂ' બધું ધન ફૅના કરી નાંખ્યુ અને તારે ગામ ને ઘરખાર મધું છેાડીને જવાના પ્રસ་ગ આવ્યા તારી બધી લક્ષ્મી ઉર્જાયચંદ શેઠને ત્યાં ગઈ. તારા ભાઈને જે શેઠે નોકરી રાખ્યા હતા અને ધનથી ને ધર્માંથી બધી રીતે સુખી કર્યા તેથી તે મારા પરમ ઉપકારી છે એમ માનીને દેવ બનેલા તારા ભાઈ તારી બધી લક્ષ્મી તે શેઠને ઘેર આપી આવ્યો. તે' નાનાભાઈને તેના છેકરાઓનો વિયેાગ પડાવ્યા હતા તેથી તને ખાર વર્ષ સુધી તારા છેકરાઓના વિચાગ પડયેા. પૂર્વજન્મના આ કર્મીના કારણે તારે આ દુઃખા ભાગવત્રા પડચા છે, પણ સુપાત્ર દાન દઇને ખૂબ પુણ્ય બાંધ્યું હતું તે પુણ્યના કારણે પુત્રો, પત્ની મધુ' મળી ગયું ને પહેલા કરતાં અધિક સુખમળ્યું. આ તમારા પૂર્વભવનો બધા વૃત્તાંત કહ્યો. પૂર્વભવ સુણી વિરતીની વાટે —પેાતાનો પૂર્વ ભવ સાંભળી શેઠ–શેઠાણીને વૈરાગ્ય આન્યા. ગુણદત્ત અને ગુણચન્દ્રે ખૂબ ઠાઠમાઠથી માતાપિતાનો દીક્ષા મહાત્સવ ઉજવ્યા. શેઠે ખૂણા દાન દીધું. આવા છલકતા વૈભવાને છેડીને નગરશેઠને સંયમ લેતા જોઈને બધાની આંખે આંસુથી છલકાઈ ગઈ. શેઠ શેઠાણીએ દીક્ષા લીધી અને બંને પુત્રોએ ખાર વ્રત ધારણ કર્યાં! સાગરદત્ત અણુગાર સયમની સુંદર સાધના કરી, અંતિમ સમયે સથાશ કરી દૈવલેાકમાં ગયા. દેવલાકની ભવસ્થિતિ પૂર્ણ કરી ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સચમ લઈને કર્માં ખપાવીને મેાક્ષમાં જશે. છેવટે ગુણદત્ત અને ગુણચંદ્ર પણ સ`સાર છેડી દીક્ષા લેશે.
સાગરદત્ત ચરિત્ર હવે પૂર્ણ થયું. આ ચરિત્રમાંથી ઘણું સમજવાનુ` મળે છે. જો આત્માધર્મ પર શ્રદ્ધા રાખે તેા કદાચ કસેાટી આવે, પણ તેમાં જો ડગે નહિ તે આખરે તેના વિજય થાય છે. સાગરદત્ત શેઠને તથા બધાને આટલા કષ્ટ પડથાં પણ દુઃખમાં ધર્મને ભૂલ્યા નહિ, તા છેવટે તેમનો વિજય થયા ને જે સુખ હતુ' તેનાથી અધિક સુખ મેળવ્યુ. ધર્મીમાં દૃઢ રહેનારને દેવા પણ તેમના ચરણમાં નમે છે. બીજું, કરેલાં કર્મો જીવને અવશ્ય ભાગવવા પડે છે. કર્મો જીવને હસાવે છે ને કર્યાં રડાવે છે. માટે કર્મ બાંધતા પહેલા ખૂબ વિચાર કરવો. આ ચરિત્ર સાંભળીને આપ પણ ધર્મની શ્રદ્ધામાં દૃઢ બનો ને દાન, શીયળ, તપ, ભાવના અને સયમની આરાધનામાં જોડાશો. એ જ આશા સહિત વિરમું છું.
( પુસ્તકમાં પાના વધી જવાથી વ્યાખ્યાનની નોંધ લીધી નથી. )