________________
શારદા રત્ન
૮૯૯
વીશળદેવ જગડુશાહના આ સમર્પણુને ભાવથી વંદી રહ્યા. જગડુશાહે નમ્રતાથી ક્લુ, રાજન્ ! ગુજરાતની જનતા માટે આપ જોઈ એ તેટલુ અનાજ ખુશીથી લઈ જાવ. આ આપનું છે, પ્રજાનું છે. મારું' કાંઈ નથી. જગડુશાહે હજાર મૂડા એટલે એક મૂડા=૧૦૦ મણુ, ૮ હજાર મૂડા એટલે ૮ લાખ મણ અનાજ વીશળદેવને સાંપતા કહ્યુ-મહારાજા ! આ દુકાળમાં ભૂખથી કેાઈના પણ પ્રાણ જશે તે એનુ' પાપ મને લાગશે.
ગુજરાતના ઇતિહાસ એમ કહે છે કે આ દુકાળમાં જગડુશાહે સિધ દેશના હમીર રાજાને બાર હજાર મૂડા, માઈનિને ૨૧ હજાર મૂડા, કાચીના પ્રતાપસિંહને ૩૨ હજાર મૂડા, રાજા સ્ક ંદિલને ખાર હજાર મૂડા અનાજ આપ્યું હતું. એ સિવાય ૧૧૨ દાનશાળાઓ એમણે ખુલ્લી મૂકી હતી. કેાઈની પાસે હાથ લાંખા ન કરી શકે એવી કુલીન કુટુંબની કરાડા વ્યક્તિઓને ગુપ્તદાન આપ્યું હતું. આ દુષ્કાળમાં જગડુશાહે ૯ લાખ ૯૯ હજાર મૂડા અન્ન અને ૧૮ ક્રોડ દ્રમ ( ચાર આનાની કિ`મતના ચાંદીના સિક્કા ) વહેચ્યા હતા. જગડુશાહે સારી જિંગી ધન દાન અને પાપકારના કાર્યો કર્યાં. ઘડપણમાં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે એમના મૃત્યુના સમાચાર સાંભળીને દિલ્હીના સુલતાનને એટલા બધા આઘાત લાગ્યા હતા કે એમણે પેાતાના તાજ ઉતારીને ફેંકી દીધા. ગુજરાતના રાજા અર્જુનદેવ ચેાધાર આંસુએ રડયા, અને સિધ દેશના રાજાએ બે વ સુધી અન્નના દાણા ખાધા ન હતા.
વિક્રમની ચૌદમી શતાબ્દીમાં દુષ્કાળના એ વર્ષોમાં હજારો, લાખા ને કરાડા માણસાને જીવતા રાખવાનું મહાન પુણ્યકાર્ય એક જગડુશાહે કર્યું” છે. એ સમજતા હતા કે મારી પાસે જે શ્રીમંતાઈ છે, જે પૈસા છે એ સમાજને આધારે છે. સમાજ પાસેથી હું અઢળક કમાયા છું તેા પછી જ્યારે સમાજની સેવામાં વાપરવાના સમય આવે ત્યારે સમાજ પાસેથી મેળવેલા પૈસા વાપરવામાં જે હું કરકસર કરું તે મારા અર્પણુ ધર્મ ચૂકચા ગણુાં. આ અર્પણ ધર્મને જગડુશાએ, પેથડશાએ, પ્રેમાદેદરાણી અને ભામાશાએ દીપાવ્યા ને ગુજરાતની ગાદી પર થઇ ગયેટા સદ્ધરાજના વારસદાર કુમારપાળે પણ દીપાળ્યેા. મહારાજા કુમારપાળે પણ આ દેશને માટે, સમાજને માટે લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણુ બધુ કર્યું છે. એ સમજતા હતા કે હું રાજા છું તેા પ્રજાના માટે છું. હું સત્તાની અંદર રાચવા માટે રાજા નથી થયા, સૌંપત્તિ અને વિલાસની અંદર ડૂબવા માટે રાજા થયા નથી પણ પ્રજાની સેવા માટે રાજા થયેા છેં.
અચેાધ્યાના રાજા રામચંદ્ર રાવણને હરાવી લકા પર વિજય મેળવીને સીતાજીને સાથે લઈ પરિવાર સહિત અયેાધ્યામાં પહોંચ્યા ને એમના રાજ્યાભિષેક થયા ત્યારે પેાતાના વનવાસ દરમ્યાન જેમણે જેમણે પેાતાની ચિંતા કરી હતી, સહકાર આપ્યા હતા એ બધાને એક પછી એક યાદ કરીને એમણે ભેટો આપી હતી ને ઇનામા આપ્યા હતા ને બધાના ઉપકારાને યાદ કર્યા હતા. આ રીતે રામચંદ્રજીએ પણ આપણને અપણુતાના સંદેશ આપ્યા છે. અણુ ભાવના આવે કયારે? લાભ કષાય પર વિજય