SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૮ શાહૃા રત્ન વધશે પણ જે આસુરી લમી આવી હશે તે ઘરમાંથી ઐકયતા, મિત્રતા, સંપ, સદાચાર બધું ચાલ્યું જશે. ભારતીય આર્ય સંસ્કૃતિમાં શ્રીમતે જરૂર હતા પણ શ્રીમંતે કયારે પણ લોકોની આંખે ચઢતા ન હતા, કારણ કે દેશમાં જ્યારે જ્યારે કુદરતી આફતો આવે, દુષ્કાળ આવે ત્યારે એ શ્રીમંત ગરીબની વહારે જતા ને એમના આંસુ લુછતા, તેથી એ સમયે ગરીબ શ્રીમંતોને અમી ભરી આંખે જોતાં હતા. આજે તે પૈસા વધતા ફેશન અને વ્યસન વધે છે. એ ફેશનમાં સંસ્કાર અને સદાચાર લૂંટાતા જાય છે. જીવનમાં જેટલી સાદાઈ, સદાચાર અને સંસ્કાર છે તે આત્મા સુખને અનુભવ કરે છે. પહેલા ભારતીય પ્રજાનું જીવન ઉંચું ગણાતું, પરદેશમાં તેના ગુણ ગવાતા. રવિન્દ્રનાથ ટાગોર અમેરિકા ગયા ત્યારે ત્યાંની જનતાએ તેમના ખૂબ સરકાર સન્માન કર્યા. તે લોકે ત્યારે ભારતના માનવને ભગવાન સમાન ગણતા. આજે તો એ ભારતમાં ગુણેનું નિકદન થઈ રહ્યું છે. શ્રીમંતે જ્યારથી શ્રીમંતાઈના અભિમાનમાં અને સ્વાર્થની રમતમાં અટવાયા, કર્તવ્યપરાયણતા અને સમર્પણનો ધર્મ ભૂલ્યા ત્યારથી એમની શ્રીમંતાઈ અનેકની આંખમાં ખેંચનારી બની. ભારતને ઈતિહાસ એમ કહે છે કે જ્યારે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડયો ત્યારે જગડુશાહે આ દેશને જીવત રાખ્યો હતો. બન્યું એવું કે ભયંકર દુષ્કાળ પડે, ચારે બાજુ હાહાકાર થઈ ગયો. બીજે વર્ષે ને ત્રીજે વર્ષે પણ એ દુષ્કાળ લંબાયો. અન્ન પાણી વિના જીવવું શી રીતે ? લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. ક્યાંયથી અનાજનો દાણે ન મળે. લોકો ભૂખથી ટળવળવા લાગ્યા. જગડુશાહે પોતાના ધન-ધાન્યના ભંડાર ખુલ્લા મૂકી દીધા. ગાડાના ગાડા ભરીને અનાજ ચારે દિશામાં મોકલી દીધું. ગુજરાતના રાજા વિશળદેવને જ્યારે જરૂર પડી ત્યારે તેમણે જગડુશાહને કહ્યું–અમારે થોડું અનાજ જોઈએ છે તે આપ ને! જગડુશાહે કહ્યું-રાજન્ ! એ અનાજ મારું નથી. એ ધાન્યના ભંડારો મારા નથી. એ તો સમાજના છે. રાજાએ પૂછ્યું-અનાજ તે તમારી માલિકીનું છે. એને સમાજનું શી રીતે કહી શકાય? રાજન્ ! અનાજના ભંડારો મારી પાસે છે એ વાત ખરી, પણ તે મારા નથી. એના પર માલિકી સમાજની છે. બંધુઓ ! આપણા પૂર્વજો પણ સંગ્રહ તે કરતા હતા, પણ એમને સંગ્રહ કેને લૂંટવા માટે નહિ પણ પિતાની જાતને લૂંટાવી દેવા માટેનો હતો. આજનો વહેપારીસમાજ પણ સંગ્રહ તે કરે છે પણ તે પોતાની જાતને લૂંટાવી દેવા નહિ પણ અવસર આવ્યે બીજાને વધુ ને વધુ લૂંટી શકાય તે માટે કરે છે. જગડુશાહે રાજાને કહ્યું કે અનાજના ભંડારો મારા નથી. એની માલિકી તો સમાજની છે. આપને ખાત્રી ન હોય તે એ ધાન્ય ભંડારોની અંદર જઈને આ૫ ખાત્રી કરી શકો છો. રાજાએ ધાન્ય ભંડારોમાં જઈને જોયું તે અનાજની એકેક કેડીઓ ઉપર અને ધાન્યના મોટા મોટા ભંડારોમાં તાડપત્ર–લેખ મૂકેલા હતા. તેમાં લખ્યું હતું કે આ અનાજ સમાજમાં વાપરવા માટે છે. રાજા આ વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy