________________
શારદા રત્ન
૮૭
अहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ।
अहो निरकिया माया, अहो लोभो वसीकओ ॥ ५६ ॥ હે ઋષીશ્વર ! આપે કોધને જીતી લીધે, માનને પરાજિત કર્યું, માયા-કપટને દૂર કર્યા અને લોભને વશ કરી લીધે એ મોટું આશ્ચર્ય છે. ઈન્દ્ર સ્તુતિ કરતાં કહે છે અહો મહાત્મન ! આપે કેવો સરસ ક્રોધને જી ! માન ઉપર કેવો સુંદર વિજય મેળવ્યા! માયાને કેવી દૂર ભગાડી મૂકી ! લેભને કેટલે સરસ વશ કર્યો ! જેમ શ્રેણિક રાજાએ અનાથી મુનિને કહ્યું હતું કે હે મુનિ ! શું તમારો વર્ણ છે ! શું તમારું રૂપ છે ! શું તમારી સૌમ્યતા છે! શું તમારી ક્ષમા-નિર્લોભતા છે! શું તમારી ભેગોથી અસંગત દશા છે ! શું તમારો વૈરાગ્ય છે ! શું તમારા ચારિત્રના તેજ છે ! આ રીતે અહીં ઈન્દ્ર નમિરાજર્ષિની સ્તુતિ કરી રહ્યા છે. ધન્ય ધન્ય છે નમિરાજ, તમને ધન્ય છે ! તમે ક્રોધમાન-માયા-લોભને જીતી લીધા છે. આત્માના સૌથી વધારે બળવાન શત્રુ ક્રોધાદિ કષાય છે. તે પ્રતિક્ષણ આત્માને ઉન્માર્ગ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. એને વશીભૂત થયેલ આત્મા સન્માર્ગમાં પ્રવૃત્ત થતો નથી. કષાયે જેટલી ખરાબ છે તેટલી બળવાન છે. એને જીતવી એ સહજ કામ નથી. મહાબળવાન અને બુદ્ધિમાન પુરૂષો પણ એની સામે ટકી શકતા નથી. કેઈ વિરલ વીર આત્માઓ એને પરાજિત કરી શકે છે, એટલા માટે આ દુર્જય કષાયો પર જેણે વિજય પ્રાપ્ત કરી લીધો તે સાચો વિજેતા અને વર આત્મા છે. છે. તેવા આત્માઓ મનુષ્યો અને દેવો બધાને માટે પૂજનીય ને વંદનીય છે.
નમિરાજર્ષિ તેવા વીર આત્મા છે. જેમણે કષા પર વિજય પ્રાપ્ત કર્યો છે. અહીં ઈ નમિરાજર્ષિને જેટલા પ્રશ્નો કર્યા છે તે બધામાં કષાયોની ભાવના ઓતપ્રેત છે. તેમણે પહેલા તે અંતેઉર અને સારો પરિવાર રોકકળ કરી રહ્યો છે તે અને પછી મિથિલા બળતી બતાવીને કહ્યું છે કે તમે દીક્ષા લે છે પણ તમારામાં દયા ધર્મ છે કે નહિ? આ રીતે કહેવાથી કોલ આવી જાય પણ તેમણે ક્રોધ કર્યો નહિ, પછી કહ્યુંતારી નગરીના કેટ, ગઢ, કાંગરા બધું તૂટી પડયું છે તો તમે શત્રુથી રક્ષણ માટે એ બધું બાંધીને જાવ જેથી તમારા કઈ દુશ્મનો ન રહે, અને ભવિષ્યની પ્રજા તમને યાદ કરે. આ વાતથી માન આવી જાય પણ રાજર્ષિને માન આવ્યું નહિ. એ રીતે માયા અને લોભને જીત્યા છે. ઈન્ડે મહર્ષિ નિમિરાજના આત્માને ડગાવવાના પ્રયત્નો કર્યા પણ તે બધા પ્રયાસ નિષ્ફળ ગયા. મહાત્મા નમિરાજના આત્મામાં કઈ પ્રકારની ખામી નજરમાં ન આવી. તેમણે રાજર્ષિના આત્માને અગ્નિમાં નાંખેલા શુદ્ધ સુવર્ણની જેમ સર્વથા નિર્મળ અને દેદિપ્યમાન , તેથી ઈન્દ્રની દરેક પ્રકારની કસોટીમાંથી તેઓ સર્વથા પાર ઉતરી ગયા, એટલે ઈન્દ્ર તેમના ચરણમાં ઝુકી ગયા.
જે કષાયના વિજેતા બને છે એના ચરણમાં દેવ ઝુકી જાય છે, પણ કષાયવિજેતા બનવું બહુ મુશ્કેલ છે. ચાર કષાયમાં લેભ જીવને અતિ નુકશાનકારક છે. તેમાં જે દેવી લક્ષમી ઘરમાં આવી હશે તે સંપ, સદાચાર, ધર્મ, પરદુઃખભંજનની ભાવના
૫૭