SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬ શારા રત્ન મારે પતિ નથી એ વાત શું દુનિયા માનશે ખરી? આ શબ્દો તું કયા હૈયામાંથી બોલી રહી છે. તે કાંઈ લાંબે વિચાર કર્યા વિના આ વચને કાયા છે. સુસંસ્કારી સ્ત્રીના મુખમાં શું આવા વચને શોભે ખરા ? તે બોલવામાં બહુ ઉતાવળ કરી છે. હવે શુભા તેની મક્કમતા બતાવતા કેવા વચને કહેશે તેના ભાવ અવસરે વ્યાખ્યાન નં-૧૦૨ કારતક સુદ ૧૦ ને રવીવાર તા. ૮-૧૧-૮૧ સુઝ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની ભગવંતે ફરમાવે છે કે આત્માને જન્મ મરણના દુઃખથી મુક્ત કરાવનાર કેઈ હાય તો ધર્મ છે. ધર્મના બે પ્રકાર છે. દેશવિરતિ અને સર્વવિરતિ. સર્વવિરતિ એટલે ચારિત્ર માર્ગ. ચારિત્ર માર્ગ ઘણે દુષ્કર છે. તલવારની ધાર ઉપર ચાલવું એ બહુ મોટી વાત નથી, કહેવું સહેલું છે પણ ચારિત્રધર્મનું પાલન કરવું ઘણું દુષ્કર છે. અનંત પુદ્ગલપરાવર્ત કાળથી સંસારમાં ભમતા છોને આજે દેવોને દુર્લભ એવું આ ચારિત્ર આપણને મળી ગયું છે. માનવની સાચી અને શ્રેષ્ઠ મુડી ચારિત્ર છે. ભૌતિક મુડી વિનાને માનવી પણ જે તેનામાં ચારિત્ર હોય તે દેવને વંદનીય બને છે. ચારિત્ર વિના આત્માનું ઉધ્ધકરણ થતું નથી, અને આત્મા ખમય ભવસાગરને તરી શકતું નથી. ચારિત્રનું કામ અનાદિકાળથી મલીન બનેલા આત્માને ચાખે શુદ્ધ કરવાનું છે. “ચારિત્ર વિણુ નહિ મુક્તિ.” ચારિત્ર વિના મુક્તિ નથી. મક્ષ મેળવવા માટે સંસારની મેહમાયાને ત્યાગ કરી ચારિત્ર લઈને વીતરાગની આજ્ઞા અનુસાર નિર્મળ ચારિત્રનું પાલન કરવું પડે. ચારિત્ર એટલે કર્મરોગની સ્પેશ્યલ રામબાણ દવા. આ દવા જે લે તેને કર્મ રોગી જરૂર નાશ થાય. ચારિત્ર એટલે મહારાજાની રાજધાની સમા આ પાપમય સંસારને તારાજ કરનાર અણુબેબ. ચારિત્ર એટલે એક અંતર્મુહુર્તમાં મેક્ષના એરોડ્રામ ઉપર આત્માને સીધો ઉતારનારું જેટ વિમાન. ચારિત્ર એટલે ઈન્દ્રિયેના તેફાનને બંધ કરનારી તે પ. અનંત ગુણકારી ચારિત્રની પ્રાપ્તિ આ માનવભવમાં થાય છે. માનવ જન્મ સિવાય બીજા કોઈ પણ જન્મમાં ચારિત્ર ન મળે, તેથી સમ્યગદષ્ટિ દેવ અને ઈન્દ્રો પણ આ ઉત્તમ ચારિત્ર મેળવવા માનવજન્મની ઝંખના કરે છે. ચારિત્ર વિનાનું ઈન્દ્ર પર પણ ઈન્દ્રને પોકળ લાગે છે. ચારિત્ર વિના વિષયકષાયના ઉકળાટ શમે નહિ, સમતા, સમાધિ અને શાંતિની પ્રાપ્તિ થાય નહિ. ચારિત્રથી જીવનમાં તત્ત્વરમણતા, આત્મરમણતા કરવા મળે, ગુરૂની શીતળ છત્રછાયા મળે, ઉત્તમ આધ્યાત્મિક તત્ત્વનું જ્ઞાન મળે. “ચારિત્ર વિના ચેતન ચેખે ન થાય, ચારિત્ર વિના ચેતના ન ચમકે.” જેમના ચારિત્રની પરીક્ષા કરવા ખુદ ઈન્દ્ર આવ્યા એવા મિરાજ પોતાના ચારિત્રમાં કેટલા દઢ રહ્યા! તેમના વૈરાગ્ય રસ ભરેલા સટ જવાબથી છેવટે ઈન્દ્ર તેમના ચરણમાં ઝૂકી પડ્યા. વારંવાર વંદન કરી પોતાના અપરાધની ક્ષમા માંગી અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતાં તે શું બોલે છે?
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy