SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા રત્ન કહે છે ત્યારે શુભાએ એકવાર કહ્યું પિતાજી! હું આપને કહું છું કે કિશોર મારે, પતિ નથી. મને પરણનાર કોણ છે એ બધું હું જાણું છું, સમય આવ્યે સત્ય પ્રગટ થશે. સતી આ પ્રમાણે કહે છે, છતાં શેઠ તે માને છે કે આ વાત હું, શેઠાણું અને ગુણચંદ્ર સિવાય કઈ જાણતું નથી, તેથી છોકરી સત્ય વાત કહી શકવાની નથી. શેઠ તે ગયા. થોડી વાર થઈ ત્યાં શેઠ પાછા આવ્યા ને કહે છે શુભા ! માતા-પિતા સંતાનના દુઃખને જોઈ શકતા નથી. મારા બળતા અંતરને ઠારવું એ તારું કામ છે. તું જે એ કાર્ય નહિ કરે તે કદાચ હું પ્રાણ ગુમાવી દઈશ એમ મને થાય છે. શુભમતિએ આપેલો સ્પષ્ટ જવાબ” -શુભમતિને થયું કે સત્ય વાત કહી દઉં. તેનું અંતરમન કહે છે કે જેજે, શેઠની લાગણીમાં તણાઈશ તે બાજી બગડી જશે, તેથી શુભાએ કહ્યું–તમે અમારા માટે દુઃખી થાઓ છો એ અમારા માટે કલંકરૂપ છે, પણ અશુભ કર્મના ઉદયથી આ બધું બન્યા કરે છે. શુભા! અશુભ કર્મનો ઉદય ટાળવો કે ન ટાળવો એ તારા હાથની વાત છે. હું તને એ પૂછું છું કે તું કિશોરને પતિ તરીકે અપનાવીશ કે નહિ? તારા હૃદયમાં કોતરી રાખજે કે પતિના ચરણે જીવન અર્પણ કર્યા વિના પત્ની પોતાની જીવનને ધન્ય બનાવી શકતી નથી. શુભમતિ કહે, પિતાજી! વડીલો વારંવાર એકની એક વાત કરે તે તેની કિંમત રહેતી નથી. હું કુળ મર્યાદામાં રહીને મારું કર્તવ્ય બજાવી રહી છું. આપના ઘરમાં મેં ક્યાંય જુદાઈ રાખી નથી. હંમેશા આપને વિનય વિવેક જાળવ્યો છે, છતાં દુખ થયું હોય તે ક્ષમા યાચું છું. હવે હું તમને તમારા પ્રશ્નને જવાબ સ્પષ્ટ આપી દઉં છું, જેથી તમારી કાયમની ચિંતા દૂર થાય. શેઠના મનમાં થયું કે હવે મારું તાકેલું તીર સફળ થશે. શુભમતિએ મક્કમતાથી કહ્યું. તમને વાત કરતાં મારું મન અચકાય છે, પણ લાચાર છું કે હવે સત્ય વાત કરવી પડે છે. હું કઈ પણ સંગોમાં તમારા પુત્રને મારા જીવનમાં પતિ તરીકે સ્વીકારવાની નથી. શેઠના મનમાં તે મોટી આશા હતી કે ગમે તે રીતે કિશોરની પત્ની તો લાવ્યા. હવે જે એને સંતાન થાય તે મારા વારસદાર રહે પણ બધી આશાઓ નિષ્ફળ ગઈ. શેઠ કહે, શુભા! શું કિશોર પરાયે પુરૂષ છે? તારો પતિ નથી? તમને રૂપનું અભિમાન આવી ગયું છે, તે અભિમાન ઓછું કરે. શુભા કહે, પિતાજી! જે સત્ય છે તે કહું છું. સત્ય કદી છાનું રહેવાનું નથી. મને પરણવા આવનાર કિશોર નથી પણ બીજે છે. શુભાના આ શબ્દો સાંભળતા શેઠનું હૈયું તૂટી પડ્યું. શું મારા દાવ નિષ્ફળ જશે ? તેમની આંખમાંથી અનરાધાર આંસુની વર્ષા વરસી. જાણે મોતીની માળા તૂટી ન હોય ! શુભાના મનમાં થયું કે દગાખોર કેટલું રડે છે ! અહીં રડવું આવે છે ત્યારે ભોંયરામાં જેને પૂર્યો છે તેને કેટલે માર મારે છે ત્યાં રડવું આવતું નથી ? શેઠના મનમાં થયું કે આજ દિન સુધી શુભા કેઈ દિવસ મારા સામું બેલી નથી અને બેલી તે એવું બોલી કે છાતીમાં ઘા વાગે. હું તમારા પુત્રને કઈ પણ સંયોગમાં સ્વીકારવાની નથી એવું બેલતાં બીક પણ ન લાગી. શેઠે કહ્યું કે તું કહે છે કે કિશોર
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy