________________
શારદા રત્ન મેળવે ત્યારે. જે જગડુશામાં, રામચંદ્રજીમાં લોભ કષાય પડી હોત તો તેઓ શું આટલું બધું દાન દઈ શકત? ના. તેમણે લેભ પર વિજય મેળવ્યો હતો ને જીવનમાં સંતોષ આવ્યો હતો. હિન્દી ભાષામાં એક સુભાષિત છે. જેને અર્થ આ પ્રમાણે થાય છે. ગાય, હાથી, ઘોડા, સેન્ચાંદી અને રત્નની સંપત્તિ પણ સંતોષની સંપત્તિ આગળ ધૂળ સમાન છે. જેના જીવનમાં સંતોષ છે તે સદા સુખી છે, અને જેના જીવનમાં સંતોષ નથી તે ઘણું મળવા છતાં દુઃખી છે. અહીં મને એક વાત યાદ આવે છે.
- ચીન દેશમાં કેટલાક સૈનિકો પર્યટન માટે નીકળ્યા હતા. ચાલતા ચાલતા રાત પડી ગઈ. રાત પસાર કરવા માટે તેઓ પાણી વગરના એક નાળા પાસે પહોંચ્યા. રાત્રે સૂતા હતા ત્યાં અર્ધનિંદ્રામાં કેઈને અવાજ તેમને સંભળાયો. “નાળા પાસે જે પથ્થરો પડયા છે તેમાંથી દરેક સૈનિક એક મુઠ્ઠી ભરીને ઉપાડી લે.” અવાજ પ્રમાણે સૈનિકોએ એક મુઠ્ઠી પથ્થર લઈ લીધા. સવાર પડતા તેઓ આગળ ચાલવા લાગ્યા. બપોરે જમવા માટે તેઓ એક જગ્યાએ રોકાયા. પ્રકાશમાં બધાએ જોયું તે એમની પાસેના બધા પથ્થરો મૂલ્યવાન હીરા બની ગયા હતા. આ જોઈને સૈનિકોને ખૂબ આનંદ થયો, પણ બીજી ક્ષણે તેમના મનમાં ખૂબ દુઃખ થયું.” તેઓ બોલવા લાગ્યા કે અમે કેટલા બધા કમનસીબ ! તેમના મનમાં કેમ દુઃખ થયું. આપ સમજ્યા ? તેમને એમ થયું કે અરે ! અમે માત્ર એક મુઠ્ઠી જ પથ્થર લીધા ! જેમને સંતોષ નથી હોતે તેમને ગમે તેટલું ભૌતિક સુખ
મળે છે છતાં તેઓ સુખી થતા નથી. પોતાની પાસે અમુક વસ્તુ નથી અથવા ઓછી છે કે એના વિચારે તેઓ દુઃખી થાય છે. પરિણામે જે છે તેમાંથી આનંદ પામવાને બદલે જે નથી એની ચિંતામાં દુઃખી થાય છે, માટે જે છે એમાં સંતોષ માનશે તે સુખી થશે.
નમિરાજના જીવનમાં સંતોષ આવ્યો હતો. તેમણે કોધ-માન-માયા-લેભ એ ચારે કષાય પર વિજય મેળવ્યો, તેથી ઈન્દ્રની પરીક્ષામાં પાસ થયા ત્યારે ઇન્દ્ર તેમના પ્રત્યે તેમનું જે કર્તવ્ય હતું તેનું પાલન કરતા થકા તેમના ચરણમાં વંદન કર્યા ને સ્તુતિ કરતા આગળ શું બોલે છે ?
अहो ते अज्जवसाहु, अहो ते साहु महव।
अहो ते उत्तमा खन्ती, अहो ते मुत्ति उत्तमा ॥ ५७ ॥ હે ઋષિ ! આપની સરળતા, કમળતા, ક્ષમા અને નિર્લોભતા સૌથી શ્રેષ્ઠ, સુંદર અને ઉત્તમ છે. આ ઘણું આશ્ચર્ય અને હર્ષની વાત છે.
ઈન્દ્ર કહે છે હે નમિરાજ ! શું આપની સરળતા છે! શું આપની ક્ષમા છે! શું આપની નિર્લોભતા છે! જેવી રીતે ક્રોધાદિ ચાર દુર્ગુણો આત્માના નજીકના બળવાન શત્રુ છે તે રીતે આર્જવાદિ સદગુણે આ આત્માના હિતકારી મિત્ર છે. ક્રોધને જીતવાથી ક્ષમા આવે છે, માનને જીતવાથી સરળતા પ્રાપ્ત થાય છે, માયાને જીતવાથી કમળતા અને લેભને જીતવાથી નિર્લોભતા પ્રાપ્ત થાય છે. ચાર કષા પર વિજય મેળવીને આપે આ મહાન ગુણની પ્રાપ્તિ કરી છે. ધન્ય ધન્ય છે આપને ! ક્ષમા, સરળતા, કમળતા,