________________
૭૬૦
શારદા સાગર
ગયા ને બેબીને ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેબી! તારા ફઈબા શું કરે છે? મઝામાં તો છે ને? જા તારા ફઈબાને કહી આવ કે મારા પુવા યુધેથી આવી ગયા છે. ને કહેજે કે પુવા એકલા છે તે તમને મળવા માટે તલસે છે. તમે શરમ છોડીને પુવા પાસે આવે. જા જલ્દી કહી આવ આ શબ્દ સાંભળીને બેબી ધ્રુસ્કે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે પવનજી વિચાર કરવા લાગ્યા, બેબી મારાથી ડરી ગઈ લાગે છે. એટલે તેને ખિસ્સામાંથી સોનામેહેરે કાઢીને આપી. પણ બેબી તો ખૂબ રડવા લાગી. કંઈ બોલતી નથી. ત્યારે પવનજીના મનમાં શંકા થઈ કે અંજનાનું શું થયું હશે? જે અહીં હોય તે એટલું તે કહે ને કે મારા ફઈબા મઝામાં છે. ખૂબ પૂછ્યું ત્યારે બેબીએ કહ્યું પુવા! મારા ફઈબા તો આવ્યા હતા. પણ શું વાત કરું? મારા દાદા દાદીએ તે તેમના સામું પણ જોયું નથી. દાદીની દાસીઓએ મારા ફઈબાને માર્યા હતા. કોઈએ રાખ્યા તે નહિ પણ પાણી માંગતા કેઈએ તેમને પીવા માટે પાણી પણ ન આપ્યું. માતા પિતાએ એણે બંધ, પાપીએ કીધું છે કર્મ ચંડાલ તે, આંગણે રાખી ન અધ ઘડી, કલંકે ચઢાવી દીધું છે આળ તે,
- સતી રે શિરોમણી અંજના... સાળાની દીકરી પ્રસ્કે ધ્રુસકે રડતી રડતી કહે છે પુવા! મારા દાદા-દાદીએ ને મારા માતા-પિતાએ તે કસાઈના કામ કર્યા છે. હું શું વાત કરું? મારા ફઈબાનું રૂદન જોયું જતું ન હતું. પણ કે તેમનું સગું ન થયું. ને ફઈબાને કાઢી મૂક્યા. એક અડધે કલાક પણ આંગણે ઉભા ન રાખ્યા. એટલે મારા ફઈબાને હું અત્યારે કયાંથી લાવી લાવું! આ પ્રમાણે સાળાની દીકરીએ કહ્યું. હવે પવનજીને કે કેધ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે..
વ્યાખ્યાન નં. ૮૭
વિષય-જીવનરૂપી બંગલામાં શું ભરશે? આસો વદ ૭ ને રવીવાર
તા. ૨૬-૧૦-૭૫ અનંત કરૂણના સાગર જ્ઞાની ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણી પ્રકાશી. અનંતકાળથી જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરતાં અને દુઃખ જોગવતા જોઈને ભગવંતના દિલમાં કરૂણા આવી અને બેલ્યા હે ભવ્ય છે! તમે કયાં સુધી ભવવનમાં ભટકશો? અજ્ઞાન અને મેહમાં પડીને ઘણું ભમ્યા. હવે ભવભીપું બને. આજે રવિવારનો દિવસ છે. ઘણાંને ચાંદલામાં ને લગ્નમાં જવાનું હશે. અગર સગાં સ્નેહીને મળવા જવાનું હશે. હરવા ફરવા ને સિનેમા જોવા જવાનું હશે! જ્ઞાની કહે છે પરમાં ઘણું રખડ. હવે સ્વઘરમાં આવ સંસારના ચાંલ્લા ઘણાં કર્યા હવે આત્માને