SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૯ શારદા સાગર ચતુર પવનજીના મનમાં થયું કે સસરાજીનુ મુખ મને જોઇને હસતુ' નથી. એમના મુખ ઉપર ચિંતાની રેખા દેખાય છે. મારા સાળા પણ સામા આવ્યા નથી. શું કારણ હશે? તે શું અંજના કે તેના ખાળકને કઈ થયું હશે ? તેમ પવનજી અનેક વિચાર કરી રહ્યા છે. ખીજી બાજુ સસરાજી વિચાર કરે છે કે પવનજી મહેલમાં આવીને અંજનાના ખબર પૂછશે તે। હું શું જવા" આપીશ? આ રીતે અને અલગ અલગ વિચાર કરી રહ્યા છે ને ભવ્ય સ્વાગત થઇ રહ્યુ છે. આખા શહેરની જનતા અનેક વિચાર કરી રહી છે. ખીજીબાજુ ધામધૂમથી આખા ગામમાં ફેરવીને પવનજીને મહેલમાં લઈ આવ્યા. પવનજી મહેલમાં પધાર્યા :- પવનજીએ મહેલમાં આવી સૌને વંદન કર્યાં. અરસપરસ મળ્યા. ત્યાર બાદ તેમના શરીરે સુગંધીદાર તેલ ચાળીને તેમને સ્નાન કરાવ્યું. પવનજી અહીં આવ્યા છે. બધા ખમ્મા ખમ્મા કરે છે, પણ પત્રનજીનુ ચિત્ત અજનામાં છે. બધા છે પણ અજના કેમ દેખાતી નથી ? વળી મનમાં વિચાર થયા કે અજના તે બહુ શરમાળ એટલે બધા વડીલે। હાય ત્યાં થાડી આવે ! પછી મળશે. એમ વિચાર કરતાં સ્નાન કર્યું. સારા વસ્ત્ર પહેરીને તૈયાર થયા બાદ જમવાના સમય થતાં જમવા માટે બેસાડયા. સેાનાના થાળમાં બધી જાતજાતની વાનગીઓ પીરસાઇ ગઇ. પણ પવનજી જમતા નથી. ભાણામાં હાથ નાંખતા નથી. ત્યારે તેમના સાળાઓ કહે છે પ્રતાપી પવનકુમાર! જમવાની શરૂઆત કરે. પણ જમતા નથી. ચારે ખાજુ દૃષ્ટિ કરીને અજનાની રાહ જુવે છે. પણ તે ક્યાંય દેખાતી નથી. અજના વગર ચેન પડતુ નથી. પણ પવનજી ખૂમ શરમાળ હતા. લજજાવાળા હતા. તેથી લજજાના કારણે ખેલતા નથી ને મેઢામાં કેળિયા મૂકતા નથી. તેમજ અજનાનું મુખ જોયા વિના ખાવુ નથી. પણ કહેવાય કેવી રીતે? કારણકે અંજનાના ભાઈએ પણ બધા માટા છે. એમને કહેતાં શરમ આવે છે. પવનજી તેના મિત્રને કહે છે અજના સતીએ દીકરીને જન્મ આપ્યા લાગે છે. જો કુંવર જન્મ્યા હાત તા બધા વધામણી આપત. ખીજુ વસંતમાલા તે। કયાંય છુપી રહે તેવી નથી. એ પણુ કાણુ જાણે કયાં સંતાઇ ગઇ છે કે દેખાતી નથી ? શુ થયું હશે ? સાસુએ કલક ચઢાવ્યું તેથી આપઘાત તે નહિ કર્યા હાય ને ! આ રીતે અને મિત્રા વાત કરે છે. ત્યારે અજનાના ભાઈઓના મનમાં થયું કે હમણાં પવનજી પૂછશે કે તમારી બહેન કયાં ગઈ? તે શું જવાબ આપીશુ? પવનજી જમતા નથી. હવે શુ કરવુ ? આવે વિચાર કરતાં બધા આઘાપાછા થઇ ગયા. પવનજી અને તેમના મિત્ર અને વિચાર કરે છે માના કે ન માના. કંઇક ઢાળમાં કાળું છે. નહિતર બધા શા માટે જતા રહે ? એટલામાં પવનજીના સાળાની નાનકડી એમી રમતી રમતી ત્યાં આવી. પવનજી ભાણુથી ઉભા થઈ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy