SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૬ શારદા સાગર મેરૂ પર્વતની કુલ ઉંચાઈ એક લાખ યોજન પ્રમાણ છે. તેમાંથી નવ્વાણું હજાર જોજન પૃથ્વીની ઉપર છે અને એક હજાર જોજન પૃથ્વીની નીચે છે. તેમાં ભૌમકાંડ, જાનંદ કાંડ અને વૈડૂર્ય કાંડ નામના ત્રણ કાંડ છે. પંડગવન તેની પતાકા જેવું શોભે છે. એ સુમેરૂ પર્વત સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ છે. મેરૂ પર્વત તપાવેલા સોના જેવો દેદીપ્યમાન છે. મેરૂ પર્વત ઉપર આવેલા બધા વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે. તેથી આત્માને નંદનવનની ઉપમા આપવામાં આવી છે. પર્વતે ઘણાં છે પણ ત્રણે લોકને સ્પર્શતો હોય તે તે એક મેરૂ પર્વત છે. બધા પશુઓમાં કામધેનુ ગાય શ્રેષ્ઠ છે તેથી કામધેનુ ગાયની ઉપમા આપવામાં આવી છે. તે આ કામધેનુના મીઠા- દુધડા પીનારે કહે કે નંદનવનમાં જઈને દેવલોકના દેવે જેવી મજા માણનારે આપણે પિતાને આત્મા છે. બંધુઓ! જે મનુષ્ય દુઃખ વેઠીને પણ બીજાને સુખ આપે છે તે નંદનવન સમાન છે. અરે, પિતાનું સુખ જતું કરીને બીજાને સુખ આપે છે તે આત્માઓ નંદનવન અને કામધેનુ ગાય સમાન છે. એક શહેરની બહાર એક મેટી નદી વહેતી હતી. એ નદી કિનારે એક ઝૂંપડી હતી. તે ઝૂંપડીનું નામ વાત્સલ્યકૂટીર હતું. આ મુંબઈ જેવા શહેરમાં ઘણું બંગલા અને બિલ્ડીંગમાં હું ગૌચરી માટે ગઈ. દરેક મકાનના નામ જુદા જુદા આપેલા હોય છે. પણ મેં હજુ કઈ મકાનનું નામ વાત્સલ્યકૂટીર વાંચ્યું નથી. તે વાત્સલ્યકૂટીરમાં દયાશંકર નામના એક વૈદરાજ રહેતા હતા. તેમને વૈર્ય વંતી નામની પત્ની હતી. અને નેહલ નામને એકનો એક લાડકવા પુત્ર હતું. જેવા નામ તેવા ગુણે તે દરેકમાં ભરેલાં હતા. દયાશંકરનું દિલ દયાને દરિયેા હતા. વાત્સલ્ય કૂટીરમાં વાત્સલ્યના વહેણ વહેતા હતા. સ્નેહલના દિલમાં સ્નેહને સાગર લહેરાતે હતું ને વૈર્યવંતીનું દિલ ધીરજથી ભરેલું હતું. દયાશંકર વૈદું કરતા હતા, જે કઈ દદી આવે તેની નિઃસ્વાર્થભાવે સેવા કરતા હતા. તેમનું દિલ ખૂબ વિશાળ હતું. જેના દિલમાં વિશાળતા હોય છે તેમનું ઘર પણ વિશાળ હોય છે. દયાશંકર દિલના દિલાવર હતા. જે કઈ શ્રીમંત કે ગરીબ રોગી આવે તેને તપાસીને દવા આપતા હતા. દરેકને માટે તેમની દીરના દરવાજા ખુલ્લા હતા. તેઓ વિશેષ પ્રમાણમાં બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. એટલે તેમના મુખ ઉપર ખૂબ તેજ હતું. તે સિવાય તેઓ ઘણા નિયમનું પાલન કરતા હતા. જીવનમાં બિલકુલ ભવૃત્તિ ન હતી. દદી પાસે આટલી ફી લેવી તે ફેર્સ ન હતો. દદી જે પ્રેમથી આપે તે લેવું તે તેમની ફી હતી. આવા દયાશંકર વૈદ નામ પ્રમાણે ગુણવાળા હતા. આજે નામ તે ઘણાં સુંદર હોય છે. પણ કામ કૂંડા હોય છે. તમારા શેકેશના કબાટમાં ઘણું રમકડાં બેઠવ્યા હોય છે. તેમાં દાડમ, સફરજન, સીતાફળ, કેળાં, કેરી આદિ ફળ હોય છે. પણ ખાવા જાય તો શું થાય? દાંત તૂટી જાયને? એ તે માત્ર શેજા હેાય છે પણ તેમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy