SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૩૭ ગુણ હોતા નથી. તે રીતે નામ મઝાનું રામ હોય પણ ગુણ કેવા? તે તે તમને અનુભવ છે ને? દયાશંકર વૈદનું જેવું નામ હતું તેવું તેનું કામ હતું. એક વખત વૈદરાજને દીકરો સ્નેહલ બિમાર પડયે. ખૂબ તાવ આવ્યું. તેમાંથી તેને ડબલ ન્યુમોનીયા થઈ ગયે. ઘણી દવા કરી પણ કઈ રીતે તાવ ઉતરતો નથી. નેહલ ઉધે પડે છે ને ચત્તો પડે છે. તે જેમ આવે તેમ બકવા લાગ્યા. જે હજારોના દર્દ મટાડતો હોય તે પોતાના દીકરા માટે શું ન કરે? ઘણું સેવા કરી. ઘણાં ઉપચારો કર્યા, પણ દીકરાને સારું થતું નથી. માતા વૈર્યવતી દીકરાની પથારી પાસે બેસીને રડે છે. ત્યારે દયાશંકરદાદા કહે છે. તું રડીશ નહિ. હવે તે દીકરો ભગવાનના ચરણે ધરીને ભગવાનને શુદ્ધ દિલથી પ્રાર્થના કરે. ભગવાન જરૂર આપણું વહારે આવશે. રાત્રિના સમયે દીકરે બેભાન અવસ્થામાં પડે છે. નાડીનું ઠેકાણું નથી. બંને માણસ દીકરાને પ્રભુના ચરણે સોંપી પ્રભુને પ્રાર્થના કરે છે. બંધુઓ! આપણા જૈન સિદ્ધાંત પ્રમાણે ઈશ્વર ભકતોને મદદ રૂપ થવા દેડતા નથી. કારણ કે જે ઈશ્વર એટલે કે સિદ્ધ બની જાય તેમને સંસારમાં આવવાનું નથી. વળી તેમને રાગ-દ્વેષ નથી. પરંતુ હિંદુધર્મની માન્યતા પ્રમાણે હિન્દુ ધર્મમાં ભકતની ભીડ ભાંગવા ખુદ ઈશ્વરને દેડવું પડે છે તેવું હિન્દુ ધર્મના ગ્રંથમાં લખ્યું છે. દ્રૌપદીના ચીર કૃષ્ણ પૂર્યા છે. નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું મામેરું ભગવાને આવીને ભર્યું છે. જ્યારે ભક્તને ભીડ પડી છે ત્યારે ભગવાને જાતે આવીને મદદ કરીને ભકતની ભીડ ભાંગી છે. આવી વાત હિન્દુ ગ્રંથમાં લખી છે. તેમાંનું આ એક નાનકડું દષ્ટાંત છે. અકબર બાદશાહ અને બીરબલની ચર્ચા - એક વખત અકબર બાદશાહ તેમના માનીતા પ્રધાન બીરબલને કહે છે હે બીરબલ ! તમારા હિંદુ ધર્મમાં જ્યાં ને ત્યાં લખ્યું છે કે ભકતને દુઃખ પડે એટલે ભગવાન જાતે દેડયા આવે ને ભકતોનું દુઃખ મટાડે છે. મને તે એ સમજાતું નથી કે જરા જરા કામમાં તમારા ભગવાનને ખુદ કેમ દેડવું પડે છે? શું એમને ત્યાં નેકર ચાકર નથી? અહીં ભગવાન કંઈ નવરે બેઠો છે? તું અહીં જ જે. કેઈને જરૂર પડે તે દરબારમાંથી માણસે જાય, નોકરો જાય, બહુ થાય તો પછી દીવાન જાય પણ ભગવાન જાતે શા માટે દેડે છે? કે પછી તમારા હિન્દુના ભગવાન અહીં આવવાની તકની રાહ જોતા નવરા બેઠા છે? - બીરબલ કહે જહાંપનાહ! ભગવાન નવરા નથી. પણ ભગવાન ભકતોની ભકિતથી ભકતને આધીન બને છે. તે પોતાને ભજનારા ભકતને દુઃખ પડે ત્યારે દેડીને આવે છે. ત્યારે અકબર કહે હું એ વાત માનવા તૈયાર નથી. અકબરના પ્રશ્નનો જવાબ તે વખતે આપવાનું બીરબલને યોગ્ય ન લાગ્યું. બીરબલ ઉતાવળી નહતે. લાગ આવે ત્યારે સંગઠી મારનારો હતે. અને વાતથી નહિ પણ સચેટ દાખલાથી સાબીત કરીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy