________________
શારદા સાગર
૭૩૫ હોતું નથી અને વૃદ્ધાવસ્થામાં શરીર અને ઈન્દ્રિઓ શિથિલ બની જાય છે. તેથી કંઈ થઈ શકતું નથી. વચલી રાણી સમાન વચલી યુવાનીમાં માનવી ધારે તે કરી શકે છે. યુવાની દિવાની છે. આ યુવાનીમાં જે વિવેકને દિપક પ્રગટે તે માનવી તપ, ત્યાગ આદિની ધર્મારાધના કરી ચેતનરાજાને કર્મની કેદમાંથી મુક્ત કરાવી શાશ્વત સુખને સ્વામી બનાવે છે.
વચલી રાણીએ મહેલમાંથી પોતાના પિયરના દાગીના, હીરા, માણેક, મોતી, ધન કંઈ ન લીધું. એને મન એને પતિ છે તો બધું છે. એવી શ્રદ્ધા હતી. પતિ હશે તે હીરા, માણેક, મોતી, દાગીના, પિતા અને રાજ્ય બધું છે. પતિ ન હોય તે કંઈ નથી. આ રીતે યુવાવસ્થામાં એમ થાય કે આ ઘરબાર, માલ-મિલ્કત બધું છોડીને ગમે ત્યારે જવાનું છે. ભગવાન જે માથે ધણી છે. તે એની આજ્ઞાનું પાલન કરીશ તે બધું સુખ છે. એની આજ્ઞાનું પાલન નહિ કરું તે મારી જિંદગી નકામી છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી આપણું અવશ્ય શ્રેય થાય. સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકીએ.
હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. આત્મા પોતે કામધેનુ ગાય જેવું છે. મેં તમને ગઈ કાલે કહ્યું હતું કે કામધેનુ ગાય મૃત્યુ લેકમાં ચક્રવતિને ત્યાં ઉત્પન્ન થાય છે. તે કામધેનુ ગાય કુંવારી હોય છે. તે જ્યારે જોઈએ ત્યારે દૂધ આપે છે. તેનું દૂધ અમૃત જેવું મીઠું હોય છે. ચક્રવતિને ત્યાં જેટલી ગાયે હોય તેમને એક બીજી ગાયનું દૂધ પીવડાવે છે. આજે તે ગાયના વાછરડાને પણ પૂરું દૂધ પીવા મળતું નથી. અને માણસ બશેર ત્રણશેર દૂધ પીવે છે. કેટલો બધે અન્યાય વધી ગયો છે! એક બીજી ગાયને પીવડાવતાં છેવટનું દૂધ કામધેનુ ગાયને પીવડાવવામાં આવે છે. ચક્રવતિને ઘેર ઉત્તમ પ્રકારના મસાલા સતત ૩૬૦ દિવસ સુધી લસોટાવાય છે. તે ૩૬૦ દિવસ સુધી લસોટેલા મસાલા કામધેનુ ગાયના દૂધમાં નાંખી તેની ખીર બનાવવામાં આવે છે. તે ખીર ચક્રવર્તિ, તેનું સ્ત્રીરત્ન અને તેની દાસી એ ત્રણ જણ પચાવી શકે છે. આવી કામધેનુ ગાય મહાન શુભ પુણ્યને ઉદય હોય તેને મળે છે. જેની પાસે કામધેનુ ગાય હોય છે તેનું તે કામ થઈ જાય છે. આવી કામધેનુ ગાય સમાન બનનારે આપણે આત્મા છે. ને નંદનવન સમાન બનવાવાળે પણ આત્મા છે. મેરૂ પર્વત ઉપર ચાર વન આવેલા છે. ભદ્રશાલવન, નંદનવન, સેમનસવન અને પંડગવન એ ચાર મોટા વન છે. એ વનમાં દેવ કીડા કરવા માટે જાય છે. નંતિ રહું વેતિ સુવા જ્યાં આગળ જઈને દેવ આનંદ પામે છે. એવા તે વિશાળ અને આનંદકારી વન રહેલા છે. તે મેરૂ પર્વત કે છે?
सयं सहस्साण उ जोयणाणं, तिकंडसे पंडग वेजयंते । से जोयणे नवनवइ सहस्से, उड्ढुस्सित्तो हेट्ठसहस्समेगं ॥
સૂય. ગાથા અ. ૬ ગાથા ૧૦