________________
શારદા સાગર
૭૩૧
કર્મને કેયડે ખબ આંટીઘૂંટી ભરેલો છે. ઘણી બહેનેના માથાના વાળ ખૂબ લાંબા હોય છે તો તેમાં ઘંચ પડી જાય છે. એ ગૂંચ ઉકલશે, હીરની ગાંઠ ઉકેલશે પણ આ કરમના કેયડાની ગૂંચ ઉકેલવી મુશ્કેલ છે. એક માતાના બે લાડીલા દીકરા જેણે એક માતાના દૂધપાન કર્યા છે, એક માતાના ઉદરમાં આળોટેલા છે છતાં એક ખૂબ બુદ્ધિશાળી હોય છે. એના પડતા બોલ ઝીલાય છે. તેને પાણી માંગતા દૂધ હાજર થાય છે જ્યારે બીજાને ખાવાના સાંસા છે. એની કઈ ખબર લેનાર નથી. પાણ-પાણી કરે છે પણ કઈ પાણી આપતું નથી. આ કરાવનાર કેણ છે? મારા અને તારાના તફાન કરાવનાર કેણ છે? કર્મ જ ને?
બંધુઓ! કર્મની થીએરીને તમે બરાબર સમજે. તમે વર્ષોથી જિનવાણી સાંભળો છે. પણ રાગ-દ્વેષ કેટલા ઓછા થયા? કષાય કેટલી પાતળી પડી? કઈ કટુ શબ્દ કહી જાય છે ત્યારે સમતા કેટલી રહી? જે આટલું ઓછું થાય તે સમજી લેજે કે જિનવાણીને બરાબર જાણી છે. બાકી તે બાહ્યભાવે ઘણો ધર્મ કર્યો છે. હવે બાહ્યભાવ છોડીને આત્મલક્ષે ધર્મ કરો. બાહ્યાભાવે કરેલી કરણીથી પુણ્ય બંધાશે પણ કર્મની નિર્જરા નહિ થાય. જે તમારે સાચી કમાણી કરવી હોય તે ધર્મની યુકિત જાણી લો. ધર્મની યુતિ જાણ્યા વિના મુકિતની યુકિત મળવી મુશ્કેલ છે. આ મનુષ્ય ભવ એ આત્માની કમાણી કરવાનું બંદર છે. માટે પ્રમાદને છોડી જાગૃતિમય જીવન જીવીને આત્માની કમાણી કરી લે. જે આત્મા જિનવાણીને સાર સમજે છે તેને સુખ અને દુખમાં સમભાવ રહે છે. તે સુખમાં મલકાતો નથી ને દુઃખમાં ઉદાસ બનતો નથી. કઈ સત્કાર કરે તે ય આનંદ અને તિરસ્કાર કરે તે પણ આનંદ. જિનવાણી જેના અંતરમાં ઉતરે છે તેનું કામ થઈ જાય છે. જિનવાણી સાંભળીને વીતરાગ પ્રભુની આજ્ઞામાં રહે તેના કર્મના ભૂક્કા થયા વિના ન રહે. શિષ્ય ગુરૂની આજ્ઞામાં રહે છે તેનું કલ્યાણ થઈ જાય છે. તેને આ ભવ અને પરભવ સુખી બને છે. આજ્ઞાનું પાલનમાં કેટલું સુખ છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું.
અકબર બાદશાહનું રાજ્ય હતું; તે સમયની આ વાત છે. અકબર બાદશાહના હાથ નીચે માનસિંહ નામને રાજા આમેરમાં રાજ્ય કરતા હતા. માનસિંહ રાજા પ્રત્યે અકબર બાદશાહને ખૂબ માન હતું. તેના ઉપર ખૂબ પ્રેમ હતો. એટલે બાદશાહની કૃપાથી તે ખૂબ આનંદપૂર્વક પિતાનું જીવન વ્યતીત કરતે હતો. આ માનસિંહ રાજાને ત્રણ રાણીઓ હતી. તેમાં સૌથી મોટી રાણી ખૂબ સૌંદર્યવાન હતી. એને એની ખાનદાની અને રૂપનું ખૂબ અભિમાન હતું. એટલે તે અભિમાનથી અક્કડ બનીને ફરતી હતી. વચલી રાણી શીયળવંતી, બુદ્ધિમાન, વિનયવાન અને સદા પતિ ઉપર સ્નેહ રાખવાવાળી હતી. અને ત્રીજી સૌથી નાની રાણુ ખૂબ ચાલાક અને બને શક્ય ઉપર ઈષ્ય રાખતી હતી.