________________
૭૩૨
શારદા સાગર
ને રાજાને હમેશા પિતાના પ્રેમપાશમાં જકડી રાખવાને પ્રયત્ન કરતી હતી.
બંધુઓ! જેનામાં વિનય હોય છે તે વૈરીને પણ વશ કરી શકે છે. વિનય એ વૈરીને વશ કરવાનું વશીકરણ છે. તે પતિ વિનયથી વશ થાય તેમાં શું નવાઈ? વચલી રાણી ખૂબ ગુણીયલ અને વિનયવાન હતી એટલે રાજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતે. વચલી રાણી ઉપર રાજાને પ્રેમ જોઈને સૌથી મોટી અને સૌથી નાની રાણી તેના ઉપર ખૂબ ઈર્ષ્યા કરતી. રાજાની ગેરહાજરીમાં આ બંને રાણીઓ વચલીને ખૂબ દબડાવતી તેને કટુ શબ્દો કહેતી ને તેને ખૂબ કષ્ટ આપતી હતી.
આ વચલી રાણીએ જિનવાણી સાંભળી હતી. જિનવાણીને એકેક શબ્દ તેના અંતરમાં ચૂંટેલે હતે. એટલે આ બંને રાણીએ એને ગમે તેવું કષ્ટ આપે તે પણ એક શબ્દ બોલતી નહિ. એ તે એના આત્માને કહેતી કે હે આત્મા! આ તારા માથે દુઃખની હેલ આવી છે. તું બરાબર સમભાવમાં સ્થિર બનજે. તે પૂર્વે એવા કર્મો કર્યા હશે, પૂર્વે એમના ઉપર ઈર્ષ્યા કરી હશે, જેથી આ ભવમાં એ આત્માઓ તારા ઉપર ઈર્ષ્યા કરે છે. એ તને ગમે તેમ કહે તે તારે એની સાથે કંઈ લેવાદેવા નથી. તું તારા ભાવમાં રહે. આજે અનુકૂળ તો બધાને ગમે છે. કેઈને પ્રતિકૂળ ગમતું નથી. પણ વિચાર કરે. જ્ઞાની કહે છે કે પુખ્ય મિત્તિ , પાપ દુર્વત્તિ સારા ! જગતમાં એકેક છે પુણ્યના શુભ ફળ ઈરછે છે પણ પુણ્ય ઉપાર્જન કરવાના શુભ કાર્યો કરતા નથી. કરવા છે પાપ અને જોઈએ છે સુખ તે કયાંથી મળે? ઘેરી વાવીને કેરીની આશા રાખવી છે તે કેરી કયાંથી મળશે? થોરી વાવશો તે શેરીયાના કાંટા વાગશે ને આંબે વાવશો તે કેરી મળશે. વચલી રાણી આ સમયે પોતાના કર્મને દેશ આપતી. શેક ગમે તેવા દુઃખ આપે તે પણ કદી રાજાને કંઈ કહેતી નહિ.
એક વખત અકબર બાદશાહના રાજ્ય ઉપર દુશ્મન રાજા ચઢી આવ્યું. એટલે માનસિંહ રાજાને લડાઈમાં જવાનું થયું. માનસિંહ રાજા સૈન્ય લઈને દુશ્મન સામે યુદ્ધ કરવા માટે ગયા. આ તરફ વચલી રાણીના પિતા ખૂબ સીરીયસ થઈ ગયા એટલે તેને તેડવા પિયરથી માણસ આવ્યા. વચલી રાણી મોટી રાણીની આજ્ઞા લઈને પિયર ગઈ. પિતા ખૂબ સિરીયસ હતાં છતાં ખબર કાઢીને પાછી આવી. કારણ કે પિતાને પતિ યુદ્ધમાં ગર્યો હોય ત્યારે રાણીથી પિયર અગર બીજે ક્યાંય જવાય નહિ. રાણીનું પિયર અને સાસરું બહુ દૂર ન હતા. વચમાં આડી નદી હતી. એટલે પાછી આવી ગઈ. આ તરફ માનસિંહ રાજા શત્રુ ઉપર વિજય મેળવીને પિતાના ગામમાં આવ્યા ત્યારે પ્રજાએ રાજાનું સ્વાગત કર્યું. અને રાજા તે દિવસે નાની રાણીના મહેલે ગયા. રાણીને પણ ખૂબ આનંદ થયો અને હર્ષપૂર્વક તેણે રાજાનું સ્વાગત કર્યું. રાજા ખૂબ પ્રસન્ન હતા. મોકે જોઈને રાણીએ કહ્યું- સ્વામીનાથ! આપને વચલી રાણી પ્રત્યે ખૂબ નેહ છે. આપ તેને ખૂબ