SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૨૧ પાણીનું હંમેશા તેમાં સિંચન કરે છે, કાયાના કીડા જ્ઞાન-દન-ચારિત્ર અને તપ રૂપી વેલને હાની ન પહાંચાડે તેની સાવધાની રાખે છે. અને પ્રમાદ રૂપી - ગધેડાને તેમાં પેસવા દેતા નથી. જ્યારે અમારા પાડાશી એવા તમે શ્રાવકા સંસારના વહેપાર અને વ્યવહારમાં જેટલા સજાગ છે તેના અંશ ભાગ પણ ગૃહસ્થ જીવન રૂપી દ્રાક્ષના અગીચાને સાચવવા કે તેને સુરક્ષિત રાખવા માટે સજાગ નથી. તેનું પરિણામ એ આવે છે કે તેમાં વિષય અને વિકારના કચરા ભરાઈ જાય છે. કાયાના કીડા દ્રાક્ષના વેલાને હાનિ પહોંચાડે છે. અને કરૂણા, પ્રેમ અને દયાના જળનુ સિ ંચન કરતા નથી. એટલે બગીચા સૂકાઇ જાય છે. શીયળની વાડ ખરાખર કરી નથી એટલે તેમાં આળસ અને પ્રમાદ રૂપી ગધેડા પેસી જાય છે અને બગીચામાં રહેલી દ્રાક્ષની વેલેને જડમૂળથી ઉખાડીને ખાઇ જાય છે. ખંધુએ ! તમાશ બગીચાની આવી સ્થિતિ જોઈને તમાશ પાડશી મિત્ર સમાન તમારા સદ્ગુરૂએના દિલમાં ખે થાય છે ને તમારી દયા આવે છે કે આ મારા પાડાશી મિત્રના બગીચામાં પ્રમાદ રૂપી ગધેડા પેસી ગયા છે. અને તેની જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ રૂપી-કિમતી દ્રાક્ષ ખાઇ રહ્યા છે. તેનું શું થશે ? આવી કરૂણા આવવાથી સદ્ગુરૂએ હાથમાં આગમ રૂપી લાકડી લઈને પ્રમાદ રૂપી ગધેડાને ઢાંકવા માટે કહે છે. હું શ્રાવકા ! તમે જાગે, કયાં સુધી પ્રમાદની પથારીમાં પડયા રહેશે ? કયાં સુધી વિષયના ઉકરડા ઉથામશે ? જે વિષયેાની લાલસા નહિ છેડે તે નરક તિર્યંચગતિમાં જશે. આવા કડક શબ્દો કદાચ તમને કહી દઇએ તા તમે દુઃખ નહિ લગાડતાં. તમને ઉગારવા માટે પ્રેમથી આ શબ્દો કહીએ છીએ. તમને થશે કે મહાસતીજી તે કોઈની શરમ ભરતા નથી. જેવું હાય તેવું મેઢે કહે છે. કાચ તમને એવું લાગી જાય પણ અમને તે તમારા પ્રત્યે કરૂણાભાવ છે. તમારું કિંમતી જીવન ભાગ-વિલાસમાં વેડફાઇ ન જાય, તમારી દુર્ગતિ ન થાય એવી સાધુના દિલમાં કરૂણા છે તેથી તમને ટકે કરે છે. પછી જગત અમને ભલે ગમે તેવા હે. કહેનારા ભલે કહેતા, અમે અમારા ભાવમાં રહેતા, બની બેઠા જો નરસિંહ મહેતા, તે રાગ-દ્વેષ નહિ લેતા દેતા.’ નરસિંહ મહેતાને લેાકેા શું કહેતા હતા? કે દીકરી કુંવરમાઇનું મામેરુ કરવાનુ છે. એની સાસુ તા કેવા મહેણાં મારે છે એના માપ તેા ભગતડા થઈને નીકળી પડયા છે. આખા દિવસ મંજીરા વગાડે છે ને ટીલા ટપકા તાણે છે. એ શું મામેરુ કરવાના છે? લાકે ઘણું ખેાલતાં હતા પણ એ નરસૈયાને જગતની પરવા ન હતી. તેમને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ને ભક્તિ હતી. તે કુંવરબાઇનું મામેરુ" કરવા ભગવાનને આવવું પડયું ને ?
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy