SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ શારદા સાગર ૐ એ આવી છે. પરંતુ એક બગીચાના માલિક બગીચા હર્યાભર્યા રાખવા માટે પોતાની જાત ખત્તમ કરે છે. સમયે સમયે તેને પાણી પીવડાવે છે. દ્રાક્ષની વેલેને હાનિ પહેાંચાડનાર જીવાતથી તેનુ રક્ષણ કરે છે. અને નકામુ ઘાસ તેમજ કચરો સાફ કરી બગીચાને સુરક્ષિત રાખે છે. આ રીતે એક મિત્રે અગીચા પર ખૂબ ધ્યાન રાખ્યુ. ત્યારે ખીજો મિત્ર એપવાહ થઇને ફરવા લાગ્યા. દ્રાક્ષ વાવી પણ પછી અગીચાનુ કંઇ ધ્યાન ન રાખ્યું. ન તે સમયસર પાણી પાતા કે ન તા વેલાને હાનિ પહોંચાડનાર કીડાથીરક્ષણ કરતા કે તેની તપાસ કરવા પણ આવતા નહિ. એ ખૂખ પ્રમાદી હતાં. તેનુ પરિણામ એ આવ્યું કે એક વખત એ પ્રમાદી મિત્રના બગીચામાં ગધેડા પેસી ગયા ને આરામથી મીઠી દ્રાક્ષ ખાવા લાગ્યા. બાજુના બગીચાવાળા અપ્રમાદી મિત્ર પેાતાના મિત્રના બગીચામાં ગધેડાને દ્રાક્ષ ખાઈ જતા જોયા. તેના મનમાં વિચાર આવ્યે यद्यपि न भवति हानि, परक्रीयां चरति रासभो द्राक्षम् । वस्तु विनाशं दृष्टवा, तथापि मे परिखिद्यते चेतः ॥ આ મારા પાડોશી મિત્રના બગીચામાં ગધેડા દ્રાક્ષ ખાઈ રહ્યો છે. તેમાં મારું કઈં નુકસાન થતું નથી. કારણ કે એ બગીચા મારે નથી પણ આ ગધેડા અજ્ઞાન છે, એને મન તા ઘાસ અને દ્રાક્ષ સરખા છે. ફકત એને તેા પેટ ભરવુ છે. તેને દ્રાક્ષના સ્વાદનુ કઈ જ્ઞાન નથી. તેથી આવી મીઠી અને કિંમતી દ્રાક્ષ મૂર્ખ ગધેડા ખાઈ રહ્યો છે તે જોઈને મારા દિલમાં દુઃખ થાય છે. આવેા વિચાર આવતાની સાથે પાડોશી મિત્રે હાથમાં લાકડી લઈને પાડાશી મિત્રના ખગીચામાંથી ગધેડાને બહાર કાઢયા. ઘણી દ્રાક્ષ ગધેડા ખાઈ ગયા હતા. છતાં જે હતી તેને બચાવી લીધી. અંધુઓ! આ દૃષ્ટાંત નાનુ છે પણ તેમાં રહસ્ય ઘણું છે. એ અને પાડોશી મિત્રા કાણુ છે? એ વાત આપણા ઉપર ઉતારવાની છે. સાધુ અને શ્રાવક એ અને પાડેાશી મિત્રા છે. આપણે બંનેએ (સાધુ અને શ્રાવકે) માનવજીવન રૂપી બગીચામાં દ્રાક્ષનુ વાવેતર કર્યું" છે. અમારે અગીચા સયમ છે અને તમારે બગીચે ગૃહસ્થાશ્રમ છે. અમે અને તમે બંનેએ જીવનરૂપી અગીચામાં જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ રૂપી મીઠી અને કિંમતી દ્રાક્ષ રૂપી વિરતિનુ સુદર વાવેતર કર્યું છે. તે દેવાનુપ્રિયે! હું તમને એક વાત પૂછું છું કે બગીચાની રખેવાળી ખરાખર કાણુ કરે છે? કાના બગીચા ફાલ્યા ફૂલ્યા રહે છે? (શ્રોતામાંથી અવાજ – સાહેબ! આપ ખૂબ સજાગ રહેા છે. આપના બગીચા સુરક્ષિત છે. અમે તે પ્રમાદી જીવડા છીએ. અમે આપની માફક બગીચાનું રક્ષણ કેવી રીતે કરી શકીએ ?) વાત એમ છે કે સાધુ પોતાને સંયમ રૂપી બગીચા જ્ઞાન -દનચારિત્ર અને તપ રૂપી દ્રાક્ષથી ફાલ્યાફૂલ્યા રાખવા માટે રાત-દિવસ સજાગ રહે છે. આ અગીચામાં આવતા વિષય-વિકાર રૂપી કચરાને સાફ્ કરે છે, યા, કરૂણા અને સ્નેહરૂપી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy